Abtak Media Google News

નજીવી ભૂલોના કારણે ૭૭ મત અમાન્ય ઠરતા કોવિંદના વિજયનું માર્જીન ઘટયું ઉપરાષ્ટ્રપતિની ચુંટણીમાં ભૂલો રિપીટ ન થાય તેવી વડાપ્રધાન મોદીની ઇચ્છા

ગયા સપ્તાહે રાષ્ટ્રપતિની ચુંટણી માટે થયેલા મતદાન વખતે ભાજપના સાંસદો અને ધારાસભ્યોની બેવકુફીના કારણે ૭૭ મત અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા પરિણામે રાષ્ટપતિ કોવિંદને વિજયી બનાવવાનું માર્જીન ઘટયું હતું. અલબત હવે તો રાષ્ટ્રપતિ તરીકે કોવિંદ જવાબદારી સંભાળી રહ્યાં છે. પરંતુ ધારાસભ્યો અને સાંસદોની અણઆવતના પ્રતાપે પક્ષના ઉમેદવારને નુકશાન થઇ શકે તે સ્થિતિએ વડાપ્રધાન મોદી ચિંતીત છે.

Advertisement

વડાપ્રધાન મોદીએ મતદાનના આગલા દિવસે જ સાંસદો અને ધારાસભ્યોને વિડીયો મારફતે ચૂટણીની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. છતાં ૭૭ મત અમાન્ય ઠર્યા હતા. જેમાં ર૧ સાંસદો અને ૫૬ ધારાસભ્યોના હતા. ર૧ મતનો વધારાના ટપકા અને કોમા મુકવાના કારણે અમાન્ય ઠર્યા હતા ! આ મત કોવિંદનું વિનીંગ માર્જીન વધારી શકતા હતાં.

રાષ્ટ્રપતિની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા ગોપનીય હોવાના કારણે મત આપવામાં ભૂલ કરનાર ધારાસભ્યો કે સાંસદોને ઓળખી શકાય નહીં. હાલ વડાપ્રધાન મોદીએ લાગતા વળગતાની ઝાટકણી કાઢી છે. મોદી આ ચુંટણી માટે ખુબ જ ગંભીર હતા. તેમણે ખાસ બેઠકો બોલાવી મતદારોને સમજાવ્યા હતા. હવે ઉપરાષ્ટ્રપતિની ચુંટણી નજીક છે. ઉપરાપ્ટ્રપતિ પદ માટે એમ. વૈકેયા નાયડુ એનડીએના તથા ગોપાલકીષ્ન ગાંધી વિરોધ પક્ષના ઉમેદવાર છે. રાજયસભા અને લોકસભામાં ૭૮૭ ધારાસભ્યો સાંસદોમાંથી ૫૫૦ મત નાયડુને મળશે તેવી અપેક્ષા એનડીએને નાયડુની જીત નિશ્ર્ચીત  જેવી છે. પરંતુ વિજય કરતા જીતનું માર્જીન વધારવું એનડીએ માટે મહત્વનું છે. માટે રાષ્ટ્રપતિની ચુંટણીમાં થયેલી ભૂલો ભાજપના સાંસદો અને ધારાસભ્યો દોહરાવે નહીં તેવું મોદી ઇચ્છે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.