Abtak Media Google News

સવારના સમયે શાળાએ જતા બાળકોના જીવન વાહનોની ઓવર સ્પીડના કારણે જોખમમાં મૂકાય રહ્યા છે. સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરતી રાજકોટની સંસ્થા સેવા સાથ સંગઠન દ્વારા આજે નેશનલ સિકયુરીટી ડે નીમીતે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સંસ્થાના કાર્યકરો, ટ્રાફીક પોલીસના જવાનો અને ટ્રાફીક વોડનું આજે સવારે શહેરના ગૌરવ પથ સેવા કાલાવડ રોડ પર હાથમા પ્લે બોર્ડ લઇને ઉભા રહી ગયા હતા. તમારી પાસે રીક્ષા છે રોકેટ નથી.

વાહનમાં નહીં.જીંદગીની રેસમાં સ્પીડ વધાર બકા, ઝડપથી વાહન ચલાવવું બહાદુરી નથી અકસ્માત વિના વાહન ચલાવવુ  હોશિયારી છે સવારે 7 થી 8 દરમિયાન વાહન 30 થી પણ ઓછી સ્પીડે ચલાવો 1ર0ની સ્પીડ એટલે ઋષભ પંથ કેરિયર ખતમ જેવા પ્લે કાર્ડ વાહન ચાલકો માટે પ્રેરણારુપ બન્યા હતા.

ગ્રુપના પ્રમુખ કમલેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ અભિયાનને તમામ શાળાઓ સુધી લઇ જવાાં આવશે શાળાએ જવાના અને શાળાએથી છુટવાના સમયે વાહનોની સ્પીડ મર્યાદીત રાખવામાં આવે તો અકસ્માતોને નિવારી શકાય છે. સંસ્થાના આ નવતર પ્રયોગથી સર્વત્ર સરાહના થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.