Abtak Media Google News

મુસાફરોમાં ભારે રોષ: વિભાગીય નિયામકને ફરીયાદ

રાજકોટથી લોધીકા તરફ આવતી તથા જતી તમામ એસ.ટી. બસ રુટોમાં આડેધડ ફેરફાર કરી દેવાતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે.લખમણભાઇ ચલભાઇ બગડાએ રજુઆત કરતા જણાવ્યું છે કે, એસ.ટી. તંત્ર દ્વારા અગાઉ કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર મન ઘડત રીતે મનસ્વી આડેધડ ફેરફાર કરી દેવાતા મુસાફર જનતા તથા વિઘાર્થી વર્ગ અને નોકરીયાત તેમજ વેપારી વર્ગમાં રોષની લાગણી વ્યાપી ગયેલ છે. જે બસ રુટોમાં આડેધડ ફેરફાર કરી દેવામાં આવેલ છે.રાજકોટથી સવારે ઉપડતી ૭.૩૦ વાગ્યાની રાજકોટ-ચાંદલી બસનો સમય બદલાવી ૭.૧૫ નો કરી દેવામાં આવેલ છે.

રાજકોટ-ચાંદલી વાયા ખાંભા બસ રુટ રાજકોટથી ૯.૩૦ વાગ્યે ઉપડતી જે બસ રુટ કર્મચારી વર્ગ માટે અત્યંત ઉપયોગી અને સમયસર હતો જેનો સમય ૧૦ વાગ્યાનો કરી દેવાતા કર્મચારી વર્ગ સમયસર પોતાની ફરજ પર પહોંચી શકતા નથી.રાજકોટ-ચાંદલી વાયા રીબડા બસ રુટ બપોરે ૧૨ કલાકે ઉપડતા રુટનો સમય ૧૨.૩૦ નો કરી દેવાયેલ છે. જેથી વિઘાર્થી વર્ગ મજુર વર્ગ વિગેરેમાં રોષ ફેલાયો છે.

રાજકોટ-નાનાવડારા વાયા ખાંભા બસ રુટ બપોરે ૧૨.૩૦ કલાકે ઉપડતી બસનો સમય ૧ કલાકનો કરી દેવાયો છે.રાજકોટ-ચાંદલી વાયા રીબડા બપોરે ૪ કલાકે ઉપડતી બસનો સમય ૪.૩૦ કલાકનો કરી દેવાતા કર્મચારી વર્ગમા રોષ ફેલાયેલ છે.રાજકોટ દાણીધાર વાયા ખાંભા જે બસનો ઉપાડવાનો સમય સાંજે ૫ કલાકેનો હતો જેનો સમય ૫.૪૫ નો કરી દેવામાં આવેલ છે.રાજકોટ ભગત ખીજડીયા વાયા ખાંભા ચાંદલી જે બસનો ઉપડવાનો સમય સાંજે ૫.૪૫ કલાકનો હતો જેનો સમય ૬ વાગ્યાનો કરી દેવાયો છે.જો ‚ટનો સમય ફરી ફેરવવામાં નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.