Abtak Media Google News

ઉફ્ફ….. ઉનાળાની સીઝન ચાલુ થઇ ગઇ છે. ગરમીનો પારો ૪૦ં ઉપર ચડી ગયો છે. આ કાળજાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. પરંતુ દુનિયા ક્યાં અટકતી નથી આ ગરમીમાં પણ બહારનાં કામ કરવા માટે બહાર નીકળવું જ પડે છે. સવારનાં ૧૦ દસ થી સાંજના ૬ વાગ્યા સુધી આકરો તાપ સહન કરવો પડે છે. તો તેનાથી કેવી રીત બચી શકાય તે આપણે ઘરેલું નુસખા અપનાવીને રાહત મેળવી શકીએ.

આપણે જમવાનું થોડું ઓછું કરીને ફળો ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. જેથી હાઇડ્રોશનનાં પ્રોબ્લેમથી પણ બચી શકાય. ઉનાળાની સીઝનનાં ફળો પણ ભરપૂર પ્રમાણમાં માર્કેટમાંથી સહેલાઇથી મળી રહે છે. તો ચાલો નજર ફેરવીએ આપણા મનગમતા ફળોની યાદી પર…..

– તરબુચ : આ ફળમાં ૯૦% કરતા વધારે પાણી હોય છે. તેથી ઉનાળા માટેનું બેસ્ટ ફળ કહી શકાય છે. જે પાણીની ગરજ સારે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે. pen 100 gmsતરબુચમાં ૩૦ કેલરી હોય છે.

– દ્રાક્ષ : દ્રાક્ષ બાળકોનું ફેવરીટ ફુડ છે. તેમાં કાળી અને લીલી એમ બે પ્રકારની હોય છે. જેના વિટામીન Cઅને B6રહેલાં હોય છે.  pen 100 gms 67કેલરી હોય છે.

– પીઅર : આ ફુટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરુપ થાય છે. જેમાં વિટામિન Eરહેલ છે.

– એવાકાડો : બધા ફળોમાંથી આ એક રીચ કહી શકાય. જે સુંદર ત્વચા, પચવામાં સરળ, વાળ, વજન, બેલંન્સ કરવાનાં ખૂબ ઉપયોગી નીવડે છે. જેમાં વિટામિન બી અને કે રહેલાં છે.

– કેરી : ફળોનો રાજા ‘કેરી’ આ ફળ માટા ઉનાળામાં જ જોવા મળે છે. બ્લડ ર્સ્ક્યુલેશન માટે ખૂબ ઉપયોગી છે. pen 100 gms 60 કેલરી હોય છે. જેમાં વિટામિન A, C, B-6 અને કેલ્શિયમ રહેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.