Abtak Media Google News

ન્યાય માટે લોકો દુર-દુરથી અપેક્ષ કોર્ટમાં આવે છે પણ એડમીશન લેવલે જ તેમની અરજીનું વ્યવસ્થિત નિકાલ થવું જોઈએ: એ.જી.વેણુગોપાલ

એટર્ની જનરલ વેણુગોપાલે સુપ્રિમ કોર્ટમાં સાંભળ્યા વિનાના કેસ અંગે વિવાદ દાખલ કરતા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, નાગરિકો દુર-દુરથી ન્યાયની માંગ સાથે અપેક્ષ કોર્ટમાં આવે છે પણ પરંતુ એડમીશન લેવલ ઉપર જ પ્રાથમિક ધોરણે તેમની અરજી ફગાવી દેવામાં આવે છે.

હજારો મિલોનું અંતર કાપીને આવતા લોકોની દલીલો અને રજુઆત સાંભળ્યા વિના પ્રાથમિક ધોરણે જ એડમીશન સ્ટેજ ઉપર તેઓ અટકી જાય છે. ઉચ્ચ ન્યાયાધીશે કહ્યું હતું કે, તેઓ આ અંગે નોંધ લેશે. અમે તમારું સ્ટેટમેન્ટ લઈ રહ્યા છીએ. વેણુગોપાલે આ વિરોધ ટેકસ સંબંધિત ઘટનામાં રાજસ્થાન સરકાર તરફથી કોર્ટમાં પ્રદર્શન કર્યું હતું. નવા ઉચ્ચ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ પેન્ડીંગ કેસોના ત્વરીત નિકાલ અને નવા કેસોના મોનીટરીંગ અંગે નીતિ ઘડતરની વિચારણા કરી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.