Abtak Media Google News

મુખ્ય ૧૨ પોર્ટસનો ઓપરેશનલ પ્રોફિટ રૂ ૫,૦૭૦ કરોડે પહોચ્યો

વિકાસની રાજનીતીથી ચૂંટાઇ આવેલી મોદી સરકાર વેપાર-વાણિજ્યઅને રોજગારી વપારવા માટે છેલ્લા ત્રણ વર્ષના અનેક મહત્વના નિર્ણયો લઇ ચુકી છે. જેના પરિણામે મોદી સરકારના શાસનમાં દેશના મુખ્ય ૧૨ બંદરોનો વિકાસ ડબલ થયો છે. નીતીન ગડકરીની આગેવાની શીપીંગ મંત્રાલયે

તબક્કાવાર પગલા લીધા છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ‚.૨,૫૦૦ કરોડનો ઓપરેશનલ પ્રોફીટ ધરાવતા મુખ્ય બંદરોનો ગત નાણાકિય વર્ષનો નફો બેગણો એટલે કે ‚.૫,૦૭૦ કરોડ સુધી પહોંચી ગયો હતો. ૨૦૧૪-૧૫માં વહાણને માલ ઉતારી ફરીથી લોડ કરી બીજી ટ્રીપ માટે ૪ દિવસનો સમય લાગતો હતો જે ઘટીને હવે સાડા ત્રણ દિવસ થયો છે. મુખ્ય ૧૨ બંદરોનો માર્કેટ શેર પણ વધ્યો છે.

દેશને વિશાળા દરિયાનો લાભ મળે છે વેપાર-વાણિજ્ય માટે જળ માર્ગને ઉપયોગ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. માટે સરકારે બંદરોના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.