Abtak Media Google News
અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તેમજ ખ્યાતનામ ગાયક કલાકારોના સથવારે જૈનમ નવરાત્રી મહોત્સવ દિપી ઉઠયો: ખેલૈયાઓ તથા મહેમાનો માટે સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર: સાતમા નોરતે પ્રિન્સપ્રિન્સેસ, વેલડ્રેસ સહિત ભુલકાઓને પણ અપાયા આકર્ષક ઈનામો: વિશાળ પટાંગણમાં અવનવા સ્ટેપ્સ સાથે ગરબે ઘુમી સાતમા નોરતાને વધાવ્યો: આજે આઠમા નોરતે નવા જોશ અને ઉમંગ સાથે જૈનમ ખેલૈયાઓ મેદાને ઉતરશે

નવરાત્રી મહાપર્વનો આજે આઠમો દિવસ છે. નવદિવસોમાં અષ્ટમીનો દિવસ શકિતની ઉપાસના માટે સર્વોતમ માનવામાં આવે છે. સતત સાત દિવસથી શહેરમાં સાંજ પડેને યુવક-યુવતીઓ સોળે કલાએ ખીલી ગરબે ઘુમતા જોવા મળી રહ્યા છે. પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં ખેલૈયાઓને રોજ અવનવા આકર્ષક ઈનામો મળવાથી ખેલૈયાઓ બીજા દિવસે ફરી પાછા નવા જોશ અને ઉમંગ સાથે ગરબે ઘુમવા મેદાને ઉતરી પડે છે.

ગઈકાલે સાતમા નોરતે શહેરની શ્રેષ્ઠ અર્વાચીન જૈનમ નવરાત્રી મહોત્સવમાં પરંપરાગત પ્રાચીન સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. વિશાળ પટાંગણમાં ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ સાથે સાતમા નોરતાને વધાવ્યો હતો. જૈનમ ખેલૈયાઓનો સાતમા નોરતાનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો હતો. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તેમજ સિંગરોના સથવારે જૈનમ નવરાત્રી મહોત્સવ દિપી ઉઠયો છે. નવરાત્રીના દિવસો જેમ-જેમ પસાર થતા જાય છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાતો જાય છે.  જૈનમ નવરાત્રી મહોત્સવમાં આઈ કેર દ્વારા ખેલૈયાઓ તથા મહેમાનો માટે અવનવા ફોટોગ્રાફસ માટે અલગ-અલગ વેરાયટીમાં કેપ્સ, ચશ્મા, પાઘડી, બોયઝ-ગર્લ્સ માટે ફન્ની માસ્ક, કલાત્મક છત્રી તેમજ બેનરો સાથેનો સ્પેશ્યલ સેફી ઝોન ઉભો કરવામાં આવ્યો છે. આવનાર દરેક લોકો એક સેલ્ફી તો અચુક લે છે. ઉપરાંત નાના ભુલકાઓને પણ ગીફટ આપવામાં આવે છે. સેલ્ફી ઝોન જૈનમ નવરાત્રી મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આજે આઠમાં નોરતે પણ અવનવા આયોજનો સાથે જૈનમ ખેલૈયાઓ ગરબે ઘુમવા મેદાને ઉતરી પડશે.

સફળ આયોજન પાછળ છે, અઢી મહિનાનો અથાગ પ્રયત્ન: દિપ્તીબેન કોઠારી

Dipti Kothari 1હું ખૂદ પોતે આયોજક કમીટીમાં છું બેથી અઢી મહિનાનાં અથાગ પ્રયત્નના પલ સ્વરૂપ આ આયોજન સફળ થયું છે. જેનો શ્રેય જૈનમનાં ૧૦૮ કમીટી મેમ્બરનાં શીરે જાય છે.

પારિવારિક આયોજનથી થાય છે આનંદની અનૂભૂતી: અલ્કાબેન કામદાર

64પારીવારીક આયોજનને જોઈ આનંદની લાગણીની અનૂભૂતી થાય છે. જૈનમ નવરાત્રીમાં આવીને એક વાત એ પણબહાર આવે છે કે આ મહોત્સવને લઈ બાળકોમાં ખૂબજ આતુરતા જોવા મળે છે. અને તેઓ અવનવા પરિધાન ધારણ કરી ગરબે રમતા હોઈ છે.

ખૂબ ખૂશી થાય છે ડેપ્યુટી કલેકટર તરીકે મને બોલાવવામાં આવ્યો: ડેપ્યુટી કલેકટર કેતન ગાંધી

Ketan Gandhiજૈનમ નવરાત્રીનું આયોજન ખૂબજ સારૂ છે, જે અત્યાર સુધી કયાં જોવા નથી મળ્યું ડેપ્યુટી કલેકટર તરીકે ખૂબજ ખુશી થાય છે. જયારે મને જૈનમ નવરાત્રીમાં બોલાવવામાં આવ્યો.

જૈન નવરાત્રીનો શ્રેય તમામ કમિટી મેમ્બર: હિરબેન દામાણી

Heer Damaniહિરબેન દામાણીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, તેઓ ખૂદ આયોજક કમીટીમાં ફરજ બજાવે છે. તેઓએ જૈનમ નવરાત્રીનાં સફળ અને વિશ્ર્વસનીય આયોજન પાછળ તમામ મેમ્બરોને શ્રેય આપ્યો હતો.

ભૂતો ભવિષ્યની જેવું છે જૈનમ નવરાત્રીનું આયોજન: ડો. અમીત હપાણી

Amit Hapaniજૈન સમાજ દ્વારા આયોજીત જૈનમ નવરાત્રીનું આયોજન કાબેલેતારીફ, અહિં ખેલૈયાઓ પણ મન મૂકીને ઝુંમી રહ્યા છે. આ પ્રકારનું આયોજન હાલ ભૂતો ન ભવિષ્યતી જેવું છે, કારણ કે અહી આવતા લાગે કે આપણે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છીએ અને આનંદ મેળવી રહ્યા છીએ.

જૈનમ નવરાત્રીમાં આવવાથી લાગી રહ્યું છે કે, કોલેજનાં દિવસો પાછા આવી ગયા: ડો. બબીતા હાપાણી

Babita Hapaniડો. બબીતા હાપાણીએ અબતક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, તેઓ જયારે કોલેજમાં અભ્યાસ કરતા, તે સમયે તેઓ ખૂબજ રમતા, ત્યારે જૈનમ નવરાત્રી રાસોત્સવમાં આવી એવું જ લાગી રહ્યું છે કે, હાલ હું કોલેજમાં જ અભ્યાસ કરી રહી છું. અંતમાં તેઓએ જૈનમ નવરાત્રીનાંઆયોજકોનાં વખાણ કરતા કહ્યું હતુ કે, આયોજન ખૂબજ કુશળતા પૂર્વક કરવામાં આવ્યું છે.

કમિટી મેમ્બર હોવા છતા પણ રમવાનું થાય છે ખૂબ મન: પ્રિતિબેન કોઠારી

Priti Kothariઅબતક સાથે ગૂફતગૂ કરતા જણાવ્યું હ તુ કે, તેઓને પણ રમવાનું મન થાય છે. કમીટી મેમ્બરએ જે પ્રયાસો કર્યો છે તે કાબીલે તારીખ છે. અને જૈનમ નવરાત્રીને સફળ બનાવવા કમીટી મેમ્બર દ્વારા ખૂબજ જહેમત ઉઠાવી રહ્યા છે.

પોતાની પારિવારિક ફિલ્મમાં નવા કલાકારોને વિશિષ્ટ સ્થાન: જૈનિશભાઈ અજમેરા

Jenish Ajmeraજૈનમ નવરાત્રીનં નવરાત્રી મહોત્સવને ઉતમ આયોજન કહી શકાય તેઓએ પોતાની વાત કરતા જણાવ્યું હતુ કે, તેઓએ ગુલાબી ગેંગ જે માધૂરી દિક્ષિત સાથે ફિલ્મનું નિર્માણ કર્યું હતુ. અને તેઓ આગામી દિવસોમાં પાલગપંતી નામની એક પારીવારીક ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. જેમાં તેઓ નવા કલાકારોને વિશિષ્ટ સ્થાન આપ્યું છે. સાથોસાથ તેઓ ખ્યાતનામ બિલ્ડર હોવાથી તેઓએ કહ્યું હતુ કે, આ વખત ખૂબજ સારો વરસાદ થવાથી બિલ્ડીંગ ક્ષેત્રમાં ખૂબજ તેજી આવશે.

કાસ હું યુવાન હોત તો મન મૂકીને રમી શકત: ટીપીઓ સાગઠીયા

Dsc 0678જૈનમ રાસોત્સવનું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. અને એક પારીવારીક ભાવ અને લાગણીથી અહિંયા ખેલૈયાઓ જેમાં નાનાથી લઈ મોટા મન મૂકીને ઝૂમી રહ્યા છે. પોતાની વાત કરતા તેઓએ અબતકને જણાવ્યું હતુ કે, તેઓ જયારે નાના હતા તો તેઓ નહોતા રમી શકયા, પરંતુ હાલ તેઓને ભાગી રહ્યું છે. કે તેઓ કાશ યુવાન હોત, જેથી તેઓ રમી શકત.

જૈનમ નવરાત્રી સુરક્ષાની દ્રષ્ટિએ અવ્વલ: ડીવાયએસપી હિમાંશુ દોશી

જૈનમ નવરાત્રીનું પારીવારીક આયોજન જોઈ ખૂબજ આનંદ થાય છે. જે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે કદાચ કહી બીજી નવરાત્રી મહોત્સવમાં જોવા પણ ન મળે. સુરક્ષાની નજરથી જોઈએ તો જૈનમ નવરાત્રીનું આગવું અને અને‚ આયોજન કરવામાં આવ્યું છે.

Dsc 0610હું યુવાન હોત તો પ્રેક્ષકના હોત હું પણ રમતો હોત: ડો. જીતેન્દ્ર અમલાણી

પોતાની આગવી શૈલીમાં ડો. જીતેન્દ્ર અમલાણીએ અબતકની સાથે વાતચીતમાં કહ્યું હતુ કે આ ઉંમરે તેઓ રમી નથી શકતા, પણ જો તેઓ યુવાન હોત તો તે હાલ રમતા હોત. ત્યારે તેઓએ આયોજકોનાં વખાણ કરતા કહ્યું હતુ કે, આયોજકો દ્વારા અત્યંત સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જે સર્વે જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.