Abtak Media Google News

ગામમાં થતી રેતી ચોરીના પગલે ખેડૂતોની પાઇપલાઇનનો તથા ઉભા પાકને નુકસાનની ફરીયાદ

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ એક તરફ બેફામ બનતા જઈ રહ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પણ હુમલા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે છેલ્લા અનેક વર્ષોથી બેફામ રીતે ખનીજની ચોરી થઈ રહી છે ખાસ કરીને વસ્તડી ગામની ભોગાવો નદી અને આસપાસના વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં રેતીનો ભંડાર મળી આવે છે ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા આ રેતી ની ચોરી કરી અને કરોડો રૂપિયાની આવક અને ઉપાર્જન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે થતી રેતી ચોરી મામલે ગ્રામજનો દ્વારા અનેક વખત જિલ્લા પોલીસ વડા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી છે આંદોલનની ચીમકીઓ પણ વિચારવામાં આવી છે તે છતાં પણ ગામમાં રહેતી ચોરી બંધ નથી થતી ખનીજ માફીઓ એટલી હદે રેતી ચોરી કરે છે કે ગામમાંથી થતી રેતી ચોરી અંગે કોઈ રજૂઆત કરવા પણ જઈ શકતું નથી અને જાય તો તેમને ધમકી મળી રહી છે ત્યારે આ મામલે વસ્તડી ગામના સરપંચ હવે મેદાને આવ્યા છે.

આ ગામના મહિલા સરપંચ મીનાબા ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા ખાણ ખનીજ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક પણે ગામની ભોગાવો નદી અને આજુબાજુમાં ચાલતી ખનીજ ચોરી અટકાવવામાં આવે તેવી માંગણી લેખિતમાં કરી છે ત્યારે છેલ્લા અનેક વર્ષોથી વસ્તડી ગામનો ભોગાવો નદી અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાંથી મળી આવતી રેતીની સતત ખનીજ માફીઓ રેતીની ચોરી કરે છે રોજના આશરે 100 થી વધુ ડમ્પર ભરી અને રેતીની ચોરી થતી હોવાનું પણ સરપંચ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે પોલીસ તંત્ર અને પ્રશાસન કામગીરી ન કરતું હોવાના કારણે હવે સરપંચ દ્વારા ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

સરપંચની લેખિત રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગ વસ્તડી ગામે પહોંચ્યું તપાસ કામગીરી હાથ ધરી

વસ્તડી ગામના સરપંચ મીનાબા ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરી અને ગામમાં ચાલતી ખનીજ ચોરી અટકાવવા માટેની માંગણી કરવામાં આવી હતી ત્યારે આ મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરોટ બારોટ સહિતના અધિકારીઓ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક રીતે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા વસ્તડી ગામના ભોગાવો અને આજુબાજુના વિસ્તારમાં ખનીજ ચોરી થતા હોવાનું સામે આવ્યું છે ત્યારે સરપંચની લેખિત રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગ વસ્તડી ગામે પહોંચ્યું છે તપાસ કામગીરી હાથ ધરી અને પંચ કામ પણ કરવામાં આવ્યું છે અને હવે થોડા સમય પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સરપંચને ખાણ ખનીજ વિભાગના ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે.

સરપંચની લેખિત રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગ વસ્તડી ગામે પહોંચ્યું તપાસ કામગીરી હાથ ધરી

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં જ  ખનીજ માફિયાઓ દ્વારા  માઇન્સ સુપરવાઇઝર ને આપવા માં આવી જાન થી મારી નાખવા ની ધમકી. સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીને ખનીજ માફિયાઓ દ્વારા ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે આ મામલે જોરાવનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે

ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં જ ફરજ બજાવતા માઇન્સ સુપરવાઇઝર નૈતિક કણઝારીયા ને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જો તું તપાસ કામગીરીમાં આવીશ અને જો તું ખનીજ ચોરી ઉપર દરોડા પાડીશ તો તને જાન મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આ ધમકી પાનવાડી વિસ્તાર માં આવેલ ખનીજ ચોરી સાથે સંકળાયેલા યુવરાજસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ મામલે ફરિયાદ દાખલ કરી અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.