Abtak Media Google News

ચૂંટણી પંચ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ અને અનિચ્છનીય બનાવો ન બને તે માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે ત્યારે આજ રોજ ગીર સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણમાં BSFના જવાનો સાથે તાલુકા પોલીસે ફુટ પેટ્રોલીંગ કર્યું હતું.

ગીર સોમનાથ જિલ્લા એસ.પી મનોહર સીહ જાડેજા તથા ડી.વાય.એસ.પી ખેંગાર તથા પ્રભાસ પાટણ ના પી.આઇ..ગોહિલ ની સુચના અનુસાર પ્રભાસ પાટણ નવ નિયુકત પી.એસ.આઇ બી.ડી.માવડીયા તથા એ.એસ.આઇ.ભાલીયા દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખીને ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

પ્રભાસ પાટણ માં મેઇન બજાર રોડ સોમનાથ વિસ્તાર તથા સંવેદનશીલ જગ્યાઓ પર કાયદો અને‌ વ્યવસ્થા જળવાય રહે તેમજ શાંતિ વાળા માહોલમાં ચુંટણી યોજાઈ અને અનિચ્છનીય બનાવો ન બને તે માટે પ્રભાસ પાટણ માં બીએસએફ ના જવાનો સાથે ફુટ પેટ્રોલીંગ કરેલ હતું

ફુટ પેટ્રોલીંગ દરમિયાન પ્રભાસ પાટણ ના પી.એસ.આઇ બી.ડી.માવડીયા તથા એ.એસ.આઇ ભાલીયા તથા બીએસએફ ના જવાનો સાથે પ્રભાસ પાટણ માં ફૂટ પેટ્રોલિંગ કરેલ હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.