Abtak Media Google News

‘અબતક’ની મુલાકાત દરમિયાન શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓએ ત્રિવેણી સંગમ જેવા કાર્યક્રમની આપી વિગતો

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ગુજરાતના અગ્રણી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઔદ્યોગિક  વસાહત એવા રાજકોટ નજીકના સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રવિવારે તારીખ 23મી એપ્રિલના રોજ ફાયર સ્ટેશન અને ઓડિટોરિયમ લોકાર્પણ સાથે સર્વ રોગ નિદાન કેમ્પ અને મહારક્તદાન કેમ્પના વિવિધ ત્રિવેણી કાર્યક્રમ નું આયોજન કરાયું છે ,અબ તકની મુલાકાતે આવેલા અગ્રણી ઉદ્યોગપતિ અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન પ્રતિનિધિઓ અશ્વિનભાઈ વસાણી રસિકભાઈ સુરેજા અને સંજયભાઈ વોરાએ જણાવ્યું હતું કે શાપર વેરાવળ જીઆઇડીસી નો સતત પણે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ફાયર સ્ટેશનની સાથે સાથે ઓડિટોરિયમ હોલની લાંબા સમયની જરૂરિયાત એક સાથે પૂરી થવા જઈ રહી છે, શાપર વેરાવળ ના ઉદ્યોગો સમગ્ર દેશની સાથે સાથે વિદેશ વેપાર વ્યવહાર સાથે સંકળાયેલા હોય અહીં વારંવાર રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય કક્ષાના જન પ્રતિનિધિઓ ની મુલાકાતો ગોઠવાતી હોય તેમાં ઓડિટોરિયમ હોલની આવશ્યકતા હતી જે પૂરી થઈ છે, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા નવ નિર્મિત ફાયર સ્ટેશન અને ઓડિટોરિયમ હોલનું 23 એપ્રિલ રવિવારે સવારે સાત વાગે લોકાર્પણની સાથે સાથે સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પના કાર્યક્રમો બપોર સુધી યોજાશે..

05 6

સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા ધારાસભ્ય રમેશભાઈ  ટીલારા ના માર્ગદર્શન હેઠળ નવ નિર્મિત ફાયર સ્ટેશન અને ઓડિટોરિયમ લોકાર્પણ ની સાથે સાથે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ સહિતના ત્રિવેણી કાર્યક્રમો તારીખ 23 એપ્રિલ રવિવારે સવારે સાત થી એક કલાકે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ ઓફિસ ટીલારા ગેટ ની અંદર 27 નેશનલ હાઇવે શાપર વેરાવળ ખાતે આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત ના હસ્તે ઓડિટોરિયમ હોલ અને ફાયર બ્રિગેડનું લોકાર્પણ કરવામાં આવશે. ભારતીય સંસ્કૃતિ મુજબ સવારે 10:00 વાગે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ થશે. ફાયર સ્ટેશન અને ઓડિટોરિયમ નું લોકાર્પણ સવારે 11:00 વાગે થશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ,ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ ,ગીતાબા જાડેજા, મહેન્દ્રભાઈ પાડલીયા અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે આ કાર્યક્રમમાં મૈયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર  અગ્રણી ઉદ્યોગપતિ શંભુભાઈ પરસાણા, શેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ  મીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણ અતિથિ વિશેષ તરીકે કલેકટર પ્રભુભાઈ જોશી, કમિશનર આનંદ પી પટેલ, રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી દેવભાઈ ચૌધરી ,પીજીવીસીએલના એમ જે દવે ,નાયબ ઉદ્યોગ કમિશનર કિશોરભાઈ મોરી, એમ્સના ડાયરેક્ટર ડોક્ટર સી ડી એસ એસ કટોચ, જિલ્લા પંચાયતના ચેરમેન ગીતાબેન ટીલાળા, સાપર સરપંચ જયેશભાઈ કાકડીયા, વેરાવળ સરપંચ રવિ રાજ સિંહ જાડેજા. કોટડા સાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસપતભાઈ સાંગાણી સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થાઓ તરીકે કાગવડ ખોડલધામ ટ્રસ્ટ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, મેટોડા જીઆઇડીસી એસોસિએશન, લોઠડા પડવલા પીપલાના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ મેન્યુફેક્ચર એસોસિયેશન ,ઉમિયાધામ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન વાવડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને રાજકોટ બિલ્ડર એસોસિયેશન દ્વારા સહયોગ પ્રાપ્ય થયો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રિતોને સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલાળા ,પ્રમુખ કિશોરભાઈ પટેલ, ઉપપ્રમુખ રતિભાઈ સાદરીયા, અમૃતભાઈ ગઢીયા સેક્રેટરી વિનુભાઈ ધડુક અને કારોબારી સભ્યોએ નિમંત્રણ પાઠવ્યું છે

શાપર વેરાવળમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની અવર-જવર વચ્ચે ઓડિટોરિયમની ખાસ જરૂરિયાત હતી

સૌરાષ્ટ્રના સૌથી મોટા સંગઠિત અને વિકસિત શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ફાયર સ્ટેશન અને ઓડિટોરિયમ ની જરૂરિયાતો પૂરી કરવામાં સફળતા મેળવી છે, શાપર વેરાવળ ના ઉદ્યોગો દેશ અને વિદેશના ઉદ્યોગો સાથે કાયમી વ્યવહારમાં રહે છે, નિકાસનું મોટું કામ છે, ત્યારે વર્ષમાં વારંવાર શાપર વેરાવળ ની મુલાકાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જન પ્રતિનિધિઓની અવર-જવર રહેતી હોય વિદેશી ડેલિકેટ માટે અત્યાર સુધી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડતી હતી, હવે આધુનિક ઓડિટોરિયમ હોલનું ઘર આંગણે નિર્માણ થયું છે, ત્યારે સાપર વેરાવળ ના ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ માટે દેશ પરદેશના મહેમાનોના સત્કાર સમારોહ સેમીનારો અને સામાજિક કાર્યક્રમો માટે ઓડિટોરિયમ “ઘર”ની સગવડતા બની રહેશે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફાયર સ્ટેશન બનશે આશિર્વાદરૂપ: અશ્વિન વસાણી

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને વિકસિત શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફાયર બ્રિગેડ ની લાંબા સમયની જરૂરિયાત પૂરી થઈ છે, ઉદ્યોગપતિ અશ્વિનભાઈ વસાણીએ અબતક ને જણાવ્યું હતું કે શાપર વેરાવળ માટે અત્યારે ફાયર સ્ટેશન 15 સળ દૂર છે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને પહોંચતા સહેજે 15 થી 30 મિનિટનો સમય લાગી જાય એટલી વારમાં તો બધું બળીને ખાખ થઈ જાય.. તેવી સ્થિતિમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલારા અને આગેવાનોની મહેનતથી અધ્યતન ફાયર સ્ટેશન મળ્યું તે આશીર્વાદરૂપ બની જશે, આગની હોનારતો ઉપરાંત એનઓસી માટે પણ શાપર વેરાવળને નજીકમાં ફાયર સ્ટેશનની જરૂરત હતી એ પૂરી થઈ છે તેનો લાભ રૂપિયાના આંકડામાં ન વર્ણવી શકાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.