Abtak Media Google News

દેશમાં ઈમ્પોર્ટ થતી અંદાજે 300 વસ્તુઓનું પ્રદર્શન: ડિસ્પ્લે કરેલી વસ્તુઓથી મુલાકાતીઓને માહિતગાર કરાશે

શાપર-વેરાવળમાં ડિફેન્સના પાર્ટસનું થતુ ઉત્પાદન: વિદેશોમાં વસતા ભારતીયો  વેપારીઓને પણ ખેચવા પ્રયાસો

લઘુ ભારતી  ઉદ્યોગ અને રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના  સંયુકત ઉપક્રમે  ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન  આપવા આવતી  કાલથી ત્રિદિવસીય  ‘મેક ઈન ઈન્ડિયા’ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં   દેશમાં આયાત થતી 300થી 350 વસ્તુઓનું પ્રદર્શન કરી  ડિસ્પ્લે કરેલી વસ્તુઓથી મુલાકાતીઓને માહિતગાર કરી દેશનું  હુંડિયામણ દેશમાં સાચવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.

‘મેક ઈન ઈન્ડિયા’નાં પાયલોટ પ્રોજેકટ દ્વારા વિદેશમાં વસતા હિન્દુસ્તાનીઓ પણ ભારતમાં થતી પ્રોડકટસનું આયાત કરે તે માટે પણ  પ્રયત્નો   હાથ ધરવામાં આવ્યા છે.

રાજકોટના બે  યુવાનો દ્વારા આર્ટલરી ડેવલોપમેન્ટ ખાતે હરણફાળ ભરી રહ્યા છે.જયારે  રાયફલ માટેના પાર્ટસ ઉત્પાદનમાં પણ આગળ વધી રહ્યા છે. શાપર-વેરાવળ ખાતે પણ ડિફેન્સને લગતા પાર્ટસનું પણઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

હાલ ભારતમાં અને ખાસ કરીને  સૌરાષ્ટ્રમાં 150 થી200 પ્રોડકટસ આયાત કરવામાં આવે છે. જેમાં હાલ એન્જીનીયરીંગમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓમાં પણ મેક ઈન ઈન્ડીયા અંતર્ગત યોજના સમજાવી  સ્ટાર્ટઅપ માટે પ્રેરણા પૂરી પાડવામાં આવે છે.

ભારતમાં હાલ અંદાજે 8000 થી વધુ એજીનીયરીંગ પ્રોડકટો વિવિધ દેશોમાંથી ઇમ્પોર્ટ થાય છે જેની પાછળ આપણું બહુમુલ્ય વિદેશી હુંડીયામણ ખર્ચાય જાય છે . આમાંની ધણી વસ્તુઓ રાજકોટ અને તેના જેવા ભારતના બીજા એન્જીનીયરીંગ ઉધોગના હબ એવા શહેરોમાં બની શકે તેવી હોઈ છે પરંતુ તેમાં સૌથી મોટું વિઘ્ન પર્યાપ્ત માત્રામાં

પ્રોડકશન કવોન્ટેટી નો હોવાને કારણે ઇમ્પોર્ટ સામે પ્રોડક્શન કોસ્ટ ઉચી બેસતી હોય છે ઉપરાંત અમુક વખતે યોગ્ય ટેકનોલોજી , માર્કેટિંગ સ્કીલ . વાસ્તવીક કઝપ્શન ની માત્રા વગેરે માહિતીનો પણ અભાવ પણ હોય છે.

લઘુઉધોગ ભારતી રપ વર્ષથી વધુ સમય થયા સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને સંગઠીત કરી તેમને નડતા પ્રશ્નોનું નિરાકરણ કરવા ભારતભરમાં પથરાયેલી સંસ્થા છે . આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ના ” મેઇક ઇન ઇન્ડિયા  અને વોકલ ફોર લોકલ  અહવાન ને અંતર્ગત ખજખઊ ગુજરાત સરકાર તથા લઘુઉદ્યોગ ભારતી રાજકોટ અને એન્જીનીયરીંગ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે  મેઈક ઈન ઇન્ડિયા શો ” નું આયોજન તારીખ 18 થી 20 ઓગષ્ટ દરમ્યાન રાજકોટ એન્જીનીયરીંગ એસો. ખાતે કરવામાં આવેલ છે .

આ શો હાલમાં ભારતમાં ઇમ્પોર્ટ થતી ઘણી બધી એન્જીનીયરીંગ આઇટમોમાંથી ફક્ત પાવરટુુલ્સ . હેન્ડટુલ્સ અને ક્લીનીગ ટુલ્સને પસંદ કરી આવી મોટી માત્રામાં ઇમ્પોર્ટ થતી અંદાજે 300 વસ્તુઓ ડીસપ્લેનું આયોજન કરેલ છે . સાથે આ ડીસપ્લે કરેલી વસ્તુઓ બાબતની આનુસંગીક માહિતી જેવી કે હાલની ઇમ્પોર્ટ કવોન્ટેટી વગેરેથી પણ મુલાકાતીઓને વાકેફ કરવામાં આવશે . આ એક પાયલોટ પ્રોજેકટ છે અને જો યોગ્ય અને હકારાત્મક પ્રતિસાદ મળે તો બીજી ઇમ્પોર્ટ થતી એન્જીનીયરીંગ વસ્તુઓનું પણ મોટાપાયે ડીસપ્લેનું પણ આયોજન ભવિષ્યમાં કરી શકાય.

સપ્લાય ચેઇનનું વૈશ્વિક ચેતા કેન્દ્ર બનવાના લક્ષ્ય હાંસલ કરી ભારતને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનાવવા માટે મેક ઇને ઇન્ડિયા શો 2021નું આયોજન કરવામાં આવી રહ્યું છે.  મેક ઇન ઇન્ડિયા પ્લેટફોર્મ તમામ પાવર ટૂલ્સ અને એસેસરીઝના બજારના જોડાણને સરળ બનાવશે જેથી કરી એમએસએમઈએસ માં ઉત્પાદકો ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી અને તેના વેચાણ અને માર્કેટિંગની ચિંતા કરશે નહીં, આ શો ભારતીય બજાર માટે આયાતનો વિકલ્પ હશે કારણ કે તેનો આયોજનનું હેતુ ટૂલ્સ ઉયોગને આત્મનિર્ભર કરવાનો છે તેમજ સરકાર દ્વારા સ્મોલ અને મીડય્મ એન્ટરપ્રાઇસના કાર્યસ્મતા ને મેક ઇન ઇન્ડિયા શો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ શો માં ધણા સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ સાથે આવશે જેમાં ઉદ્યોગસાહસિકો અને ઉભરતા લોકોને ટેકો આપવાના ઉદ્દેશ સાથે દેશમાં નવીનતાને પોષવા માટે મજબૂત ઇકો – સિસ્ટમ બનાવી શકાશે.

વધુ વિગતો માટે લઘુ ઉધોગ ભારતી :  ઈ -44 , ભગતી નગર . જી . આઇ.ડી સી , જૈન વાસણ સ્ટીલ પ્રોડકસ , પી જી વી સી એલ ઓફીસની બાજુમાં રાજકોટ -360002 ગુજરાત. મો.+ 9197242 77777, + 9198250 75940

મેક ઈન ઈન્ડિયાથી થતા લાભો

  • વિદેશી હુંડીયામણમાં વિશાળ રકમની બચત
  • પુષ્કળ નોકરી અને રોજગારની તકો.
  • ઇન્ફાસ્ટ્રક્યર , વીજ ઉપકરણો , હેન્ડ ટૂલ્સ અને ઓધોગિક સફાઈ ઉપકરણ સેગમેન્ટને સ્વનિર્વાહ બનાવી શકાશે .
  • નવીન ટેકનોલોજી થકી વિકાસ પ્રાપ્ત કરવા માટે સ્ટાર્ટઅપ્સને સશકિતકરણ
  • વિપરીત એજીન્યરીંગને વેગ ્રઆપવા માટે ભારતીય બજારનો આયાત વિકલ્પ બનાવવુ
  • કાંચા માલની પ્રાપ્તિ સપ્લાય ચેન અને સર્વિસ પ્રોવાઇડર્સ માટેના વ્યવસાયની તકો.
  • સાધનોની પ્રાપ્તિની ઓછી કિંમત સાથે માળખાકીય સુવિધાઓ અને બાંધકામ ઉદ્યોગને લાભ આપવો .
  • ટેક્નોલોજીકલ સ્તરે આત્મનિર્ભર બની શકાશે.
  • ઓછા ખર્ચ વાળા સાધનો દ્વારા ઇન્ફાસ્ટ્રક્ચર અને બાંધકામ ઉધોગ ને લાભ થશે .

ઉધોગ વર્ટિકલ ફોકસ: પાવર ટૂલ્સ, હેન્ડ ટૂલ્સ અને ઔદ્યોગિક સફાઇ સાધનો

  • ઇન્ફાસ્ટ્રકચર, વીજ ઉપકરણો . હેન્ડ ટૂલ્સ અને ઔધૌગિક સફાઇ ઉપકરણોના વપરાશ માટે ભારત ખુબ ઝડપી વિકાસ સાથે આગળ વધી રહ્યું છે,
  • વિશ્વના બજારમાં સરેરાશ 4 થી પ % વૃદ્ધિ છે જયારે ભારતના બજાર માં 8 થી 10 % વૃદ્ધિ છે .
  • વૈશ્વિક બજારનું કદ 35 અબજ છે જયારે માત્ર ભારતમાં જ તેનું 05 અબજ છે.
  • પાવર ટૂલ્સ , હેન્ડ ટૂલ્સ અને ઔધૌગિક સફાઇ ઉપકરણો ની આવશ્યકતાઓ ને પહોચી વળવા માટે ભારત 7 પ થી 80 % આયાતનો હિસ્સો છે.
  • સુક્ષ્મ , લઘુ અને માધ્યમ ઉદ્યોગોના તથા હાલના ઉધોગકારો ને એકત્રિત કરી તેમની કુશળતા અને અનુભવના આધારે તેમને ભારતમાં ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ સહાય કરી પ્રોત્સાહન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.