Abtak Media Google News

રિટર્ન પ્રોસેસ,વેરીફાઈ થતા રિફંડ પણ મળશે

આવકવેરા ખાતાએ ઈલેકટ્રોનીક ભરાયેલા છેલ્લા પાંચ વર્ષનાં આવકવેરા રિટર્ન એક વખત સુધારવાની તક આપી છે. આવકવેરાના આ નિર્ણયથી લાખો લોકોને રાહત થશે.

પાંચ વર્ષમાં ઈલેકટ્રોનીક ભરાયેલા આવકવેરા રિટર્ન આઈટી આર.વી.ફોર્મના અટવાયા હોય તેવા આવકવેરા રિટર્ન સુધારાવી શકાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસીઝ (સીબીડીસ)એ એસેસમેન્ટ વષૅ ૨૦૧૫-૧૬થી લઈ એસેસમેન્ટ વર્ષ ૨૦૧૯-૨૦ સુધીનાં આવકવેરા રિટર્ન ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બેંગ્લોર સેન્ટ્રલ પ્રોસેસીંગ સેન્ટર ખાતે ઈલેકટ્રોનીક માધ્યમ અથવા ટપાલથી મોકલવાની છૂટ આપી છે.

આવા આવકવેરા રિટર્ન ૩૧ ડિસેમ્બર સુધીમાં પ્રોસેસ થઈ જશે તેમ ૧૩ જુલાઈનો આવકવેરાનો પરિપત્ર જણાવે છે.

સીબીડીટીએ વધારે જણાવ્યું હતુ કે જે આવકવેરા રિટર્ન જે ભરાઈ ગયા બાદ આવકવેરા ખાતાએ કોઈ પ્રોસેસ હાથ ધરી હોય તેવા ને લાગુ પડશે નહી

આવકવેરા નિષ્ણાંતોએ જણાવ્યું હતુ કે જે લોકોએ આવકવેરા રિટર્ન ભર્યા છે અને વેરીફાઈ કરવાની પ્રોસેસ થવાની બાકી હોવાથી જેમના રીફંડ અટવાયા છે તેમને ફાયદો થશે.

આવા કેટલાય કેસ છે જે રિટર્ન ભરાઈ ગયા છે. પણ પ્રોસેસ થવાની બાકી હોવાથી આવા રિટર્ન ભરાયેલા ગણાતા નથી તમેને બોર્ડના આ નિર્ણયથી ફાયદો થશે તેમ એકેએમ ગ્લોબલના ટેક્ષ પાર્ટના અમિત મહેશ્ર્વરીએ જણાવ્યુ હતુ.

એવા ઘણા વ્યકિતગત કરદાતાઓ છે જેમણે આવકવેરા રિટર્ન ભર્યા છે પણ વેરીફાઈ થયાનથી કે તેઓ આ વેરીફાઈ અંગેની કાર્યવાહીની જાણ પણ નથી તેવા કરદાતાઓને બોર્ડના આ નિર્ણયથી ફાયદો થશે.

છેલ્લા પાંચ વર્ષનાં રિટર્ન સુધારવાનો આ મોકો આપવામાં આવતા ભૂતકાળમાં અટવાયેલા અનેક આવકવેરા રિટર્ન ચોખ્ખા થશે અને આવકવેરા રીફંડની પ્રક્રિયા રોકાઈ છે તેને પણ વેગ મળશે તેમ નાંગીયા એન્ડ કુના પાર્ટનર શૈલેષ કુમારે જણાવ્યુંં હતુ.

‘ફેસલેસ’ની મર્યાદા ઓળંગતુ સીબીડીટી પેન્ડિંગ કેસોના નિકાલ માટે અઠવાડિયામાં ૫ હજાર કેસોનો ટાર્ગેટ અપાયો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા કરદાતાઓ સાથે સરળ વ્યવહાર માટે ફેસલેસ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી હતી. અત્યારે કોરોના મહામારી ચાલુ છે ત્યારે મોટી સંખ્યામાં પેન્ડિંગ રહેલા કેસોનો નિકાલ કરવો પણ જરૂરી છે. જેથી સીબીડીટીએ દર અઠવાડિયે ૫ હજાર એસેસમેન્ટ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. કરદાતા ઉપર એસેસમેન્ટને લઈ સીબીડીટીના અધિકારીઓ દબાણ લાવે નહીં તેવી રજૂઆત થઈ છે. નોંધનીય છે કે કોરોના મહામારીના પગલે કરદાતાઓ સાથે અધિકારીઓ સીધા સંપર્કમાં આવશે નહીં. અગાઉ પણ કરદાતાને સરળતા રહે તે માટે ફેસલેસ સુવિધા અમલમાં મુકાઈ હતી. હવે તેની મર્યાદાઓ સીબીડીટીએ ઓળંગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.