Abtak Media Google News

ડિજિટાઇઝેશન, ટેકનોલોજી, આરોગ્ય, ખેતી સહિતના ક્ષેત્રમાં ગુગલ રૂ.૭૫,૦૦૦ કરોડ રોકશે

વડાપ્રધાન મોદીએ સ્થાનિક ઉદ્યોગોને પ્રાધાન્ય આપવા અને સ્થાનિક માલ જ ખરીદવા માટે વોકલ ફોર લોકલનું આહવાન કર્યું હતું. વોકલ ફોર લોકલના કારણે આત્મનિર્ભર બનાશે તેવી આશા વ્યકત કરવામાં આવી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ વિશ્ર્વમાં પથરાયેલા ટોચના ભારતીય બુદ્ધિધનને ભારતમાં રોકાણ કરવા માટે આહવાન ર્ક્યું હતું. તેમને ટોચની કંપનીના સીઈઓ સાથે બેઠક કરવાનો તખતો તૈયાર કર્યો હતો. ત્યારે ગુગલના સુંદર પીચાઈએ ભારતમાં ૧૦ બીલીયન ડોલર એટલે કે રૂા.૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરવાનો નિર્ધાર કર્યો છે. આ રોકાણ ડિજીટલાઈઝેશન, ટેકનોલોજી, આરોગ્ય, ખેતી સહિતના ક્ષેત્રમાં થશે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વર્ચ્યુઅલ મીટિંગ (વિડીયો કોન્ફરન્સિંગ) કરી હતી. પીએમએ આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી હતી. બીજી તરફ, ગુગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં કંપનીએ ભારતમાં રૂા. ૭૫,૦૦૦ કરોડના રોકાણની પણ વાત કરી છે. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી અને લખ્યું કે, આજે સવારે સુંદર પિચાઈ સાથે સફળ વાત થઇ, અમે ભારતમાં ખેડૂતો, યુવાનો અને ઉદ્યમીઓના જીવનને બદલવા માટે ટેકનોલોજીના વપરાશ સહીત અનેક મુદ્દે ચર્ચા કરી હતી.

મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, મને ગુગલ દ્વારા અનેક સેક્ટર્સમાં થઇ રહેલા કામો અંગે જાણકારી મળી. ખાસ કરીને એજ્યુકેશન, લર્નિંગ, ડિજીટલ ઇન્ડિયા, ડિજીટલ પેમેન્ટ સહિત અંકે સેક્ટર્સની જાણકારી મળી. પિચાઈ સાથે વાત કરતા કોરોના સમયમાં આગળ આવેલા નવા વર્ક કલ્ચર અંગે ચર્ચા કરી હતી. અમે એવા પડકારો અને ચર્ચા કરી જે વૈશ્વિક મહામારીના કારણે સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં ઉભા થયા છે. અમે ડેટા અને સાઈબર સિક્યોરિટીના મહત્વ અંગે પણ વાત કરી હતી. મોદીએ તાજેતરમાં એક વૈશ્વિક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારત તમામ આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે રેડ કાર્પેટ મૂકે છે. અન્ય ઘણા દેશોની તુલનામાં ભારત રોકાણ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આત્મનિર્ભર ભારત યોજના દેશની આત્મનિર્ભરતા માટે છે, તે વિદેશી રોકાણકારોને બંધ કરવાની વાત નથી.

ગુગલ ફોર ઈન્ડિયા ઇવેન્ટમાં ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ કહ્યું કે, ગુગલ ભારતના ડિજિટાઇઝેશન માટે અનેક ઘોષણાઓ કરવા માટે ઉત્સાહિત છે. અમે ભારતમાં, આગામી ૫-૭ વર્ષમાં ૭૫,૦૦૦ કરોડ અથવા ૧૦ અબજ ડોલર રોકાણ કરશે. આ રોકાણ ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટનરશિપ અને ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફત થશે.

ડિજિટાઇઝેશન દ્વારા ચીનની અછુતપણાની બાજી જીતવા ભારત માટે સુવર્ણ તક

કોરોના વાયરસની મહામારી વચ્ચે વિશ્ર્વના મોટાભાગના દેશોએ ચીનથી છેડો ફાડવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે ચીનનું આર્થિક સામ્રાજય હચમચી જાય તેવી શકયતા છે. ઉત્પાદન માટે વિશ્ર્વની ટોચની કંપનીઓ અત્યારે ચીનના અવેજી દેશો તરફ નજર દોડાવે છે. આ અવેજી દેશોની યાદીમાં ભારત ટોચના સ્થાને છે. જો ભારતમાં વેપાર કે ઉદ્યોગ સ્થાપવાની પ્રક્રિયા સરળ થઈ જાય તો ભારત ચીનની જેમ ઉત્પાદન ક્ષેત્રે વિકાસ ઝડપથી સાધી શકે. ઈઝ ડુઈંગ બિઝનેશમાં ભારતનો રેંક સારો રહ્યો છે. પરંતુ હવે સરકાર સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા રૂા.૧ લાખ કરોડની આવક રળવાનો પ્રયત્ન પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.