Abtak Media Google News

સોનાના વ્યાપરીઓ ઉપર વહેલી સવારથીજ ટીમ ત્રાટકી , ખુબજ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા

આવકવેરા વિભાગ દ્વારા 30 થી વધુ  સ્થળોએ દરોડા પાડ્યા હતા.દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સુધી આવકવેરા વિભાગે વ્યાપક દરોડા પાડ્યા છે. આ દરોડા સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા જ્વેલર્સ  પર કરવામાં આવી   છે. આઈટી વિભાગનું કહેવું છે કે આ બુલિયન વેપારીઓએ ગેરકાયદેસર રીતે પૈસા જમા કરાવ્યા હતા અને તેનો ઉપયોગ રિયલ એસ્ટેટમાં કર્યો હતો. દરોડા દરમિયાન સોનાના વેપારીઓ પાસેથી તમામ વ્યવહારો અને અન્ય દસ્તાવેજો મંગાવવામાં આવ્યા હતા, સાથે જ આવકવેરા અંગેની સંપૂર્ણ માહિતી પણ લેવામાં આવી હતી. એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આવનારા દિવસોમાં આ અસર ચોપરેશન કેટલા સમય સુધી ચાલે તેનો કોઈ અંદાજ નથી પણ ખૂબ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો સામે આવશે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ મોટા પાયે સોનાની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા બુલિયન વેપારીઓ સામે આ કાર્યવાહી કરી છે. આ દરોડા ઉત્તર પ્રદેશના લખનૌ, ગાઝિયાબાદ, નોઈડા, કાનપુર, પશ્ચિમ બંગાળના કોલકાતા અને દિલ્હી સહિત ઘણા શહેરોમાં કરવામાં આવ્યા હતા. આ માટે આવકવેરા વિભાગની ઘણી ટીમો બનાવવામાં આવી હતી, જેમણે એક જ સમયે દેશના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

બુલિયન ટ્રેડર્સ સાથે સંકળાયેલા રિયલ એસ્ટેટ ટ્રેડર્સના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે વેપારીઓના નામ પૂછપરછ અને દરોડા બાદ સામે આવી રહ્યા છે તેમના ઘરે પણ ટીમો પહોંચી રહી છે. આવકવેરા વિભાગનું કહેવું છે કે આ વેપારીઓએ કરવેરાની જંગી હેરાફેરી અને સોનાના ખરીદ-વેચાણથી મેળવેલા ગેરકાયદેસર નાણાંનું રિયલ એસ્ટેટ બિઝનેસમાં રોકાણ કર્યું હતું. જેથી કરીને આ લોકો આવકવેરા વિભાગના રડારમાં ન આવે.હાલમાં આ દરોડામાં શું મળ્યું છે તેની માહિતી આવકવેરા વિભાગે આપી નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.