Abtak Media Google News

ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો…

વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન મોદીના સન્માનમાં પ્રેસિડેન્ટ બાઈડેને મુકેશ અંબાણી, સત્ય નાડેલા, નિખિલ કામથ સહિતના 400 મહાનુભાવોને નોતર્યા

2025માં ચંદ્ર ઉપર યાત્રા કરવા અમેરિકા સાથે ભારતે સંધી સાધી

ભારત થોડા સમયમાં જ વિશ્ર્વની ત્રીજી આર્થિક મહાસત્તા બની જશે

ફિલ્મ પાકીઝામાં પ્રિયતમાને એનું પ્રેમી ચાંદે પહોંચવાની સ્વપ્ન દેખાડી રહ્યો છે. પરંતુ મનુષ્યની ઇચ્છાશક્તિ હોય તો ચાંદ પણ ‘ઢુકડો’ થઇ જાય છે. આવું જ કંઇક છેલ્લા દશકામાં વડાપ્રધાન મોદી કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કૂટનીતીમાં ભારતની મોટી જીત સાબિત થઇ છે. વિશ્ર્વના તમામ દેશો આજે મોદીથી આકર્ષિત થઇ ગયા છે. ત્યારે અમેરિકાએ મોદી માટે લાલજાજમ પાધરી મોદીના આર્થિક વિકાસના સ્વપ્નોના પાંખો ઉપર ઉડાન ભરવા સજ્જ થઇ ગયેલ છે. ગઇકાલે વડાપ્રધાન મોદીએ અમેરિકાની કોંગ્રેસને સંબોધન કર્યું ત્યારે તમામ અમેરિકન સાંસદોએ એક બે નહિં પરંતુ બાર-બાર વખત સ્ટેન્ડિંગ એવેશન આપ્યું.

મોદીની બીજી વખતનું અમેરિકન સંસદનું સંબોધન ખૂબ જ મહત્વનું અને ઐતિહાસિક બની રહેશે. મોદીના સંબોધનના ખાસ મુદ્ાની ચર્ચા કરવામાં આવે તો છેલ્લા બે દશકામાં આતંકવાદીઓની વિશ્ર્વને જે ભરડો લઇ રહ્યો છે તેને શખ્તહાથે ડામી દેવા વિશ્ર્વ આખાને આહવાન કર્યું છે. આતંકવાદ, એ માનવ જીવન માટે દુશ્મન સમાન છે અને જે લોકો આતંકવાદને પાલે છે, પોષે છે તેવા લોકોને હાસ્યમાં ધકેલી દેવા વિશ્ર્વને આહવાન કરેલ છે. મોદી આતંકવાદની સાથેસાથે વૈશ્ર્વિક અર્થતંત્ર ઉપર પણ ધ્યાન આપવા આહવાન કરેલ છે. ભારત આર્થિક ક્ષેત્રે વિશ્ર્વની ત્રીજા નંબરની મહાસત્તા બનવા જઇ રહ્યું છે ત્યારે અમેરિકાના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને ભારતની આ આર્થિક યાત્રામાં જોડાઇ જવા આહવાન કરેલ છે.

1687483774328

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં પ્રેસિડેન્ટ બિડેન દંપતિએ ભારતના ઉદ્યોગપતિઓ અને અમેરિકાના ટોચના 400 લોકો સાથેનું ડિનર યોજેલ હતું. વડાપ્રધાન મોદીએ અમેરિકાના સંબોધનમાં ‘સ્કાય ઇઝ નોટ ધ લીમીટ’ મતલબ આકાશ એ મર્યાદિત નથી અને આકાશની પાંખ પણ ભારત-અમેરિકા સંધી કરી આકાશ ક્ષેત્રે ખૂબ જ મોટો અવકાશ સર્જી શકે તેમ છે.

વિશ્વ આજે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત અને અમેરિકા આ પડકારોને તકોમાં ફેરવીને વિશ્ર્વ માટે મોટો રાહ સર્જી શકે તેમ છે. વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ભારત અને વિશ્ર્વની જૂનામાં જૂની લોકશાહી અમેરિકા બંને સાથે મળી વિશ્ર્વને શાંતિ, સધ્ધરતા અને સ્થિરતા આપી શકે તેમ છે.  છેલ્લા દશકામાં ભારતે અનેક પડકારો વચ્ચે આર્થિક ક્ષેત્રે જે હરળફાણ ભરી છે. તેનાથી વિશ્ર્વ આખું અચબિંત થઇ ગયું છે.

2024ની લોકસભા ચૂંટણીને થોડા મહિનાઓ જ બાકી છે ત્યારે ભારતની આર્થિક અને આતંકવાદ ક્ષેત્રેના પગલાંઓ ખૂબ જ મહત્વના બની ગયેલ છે. અમેરિકન કોંગ્રેસને વધુમાં જણાવતા મોદીએ આ મારૂં નહિં પરંતુ 140 કરોડ ભારતવાસીઓનું સન્માન છે. ભારતની સાથેસાથે અમેરિકાએ પણ છેલ્લા દશકામાં જે પરિવર્તન કર્યું છે તે વિશ્ર્વને નવો રાહ ચિંધનારૂં બની રહેશે. મોદીએ અમેરિકન કોંગ્રેસને આર્થિકની સાથેસાથે સામાજીક આદાન-પ્રદાન માટે પણ ભાર આપ્યો છે અને ભારત-અમેરિકાની સંધી ખરેખર ‘વસુધૈવ કુટુંબકમ’ સાબિત થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.