અમદાવાદમાં પ્લાસ્ટિક ઉત્પાદકો પર આવકવેરા વિભાગના દરોડા

7 સ્થળો પર આઇટીનું સર્ચ ઓપરેશન : રાજકોટની ટીમ પણ દરોડામાં જોડાઈ

 

છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા સમગ્ર રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ખૂબ જ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો અને ખૂબ મોટા પ્રમાણમાં રોકડ પણ કરચોરી પેટે બહાર લાવવામાં આવી છે. ત્યારે હજુ પણ આવનારા સમયમાં આવકવેરા વિભાગ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં. હાલ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે પ્લાસ્ટિક ઉત્પાદકો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને વહેલી સવારથી જ અમદાવાદમાં સાત સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે આ તપાસનો ધમધમાટ આગામી સમયમાં પણ યથાવત રહે તો નવાઈ નહીં અને ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં પણ આશ્ર ચોપરેશન હાથ ધરાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

પ્લાસ્ટિક ઉત્પાદકો જીએસટી અને આવકવેરાને લઈ ખૂબ મોટા પ્રમાણમાં ઘરચોરી કરતા આવ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે બાતમીના આધારે આ જોયેલી સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા પ્લાસ્ટિક ઉત્પાદકો અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવશે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. સર્ચ ઓપરેશનમાં મોટા માથાના નામ સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે. દરોડા દરમિયાન વિવિધ જમીનોને લગતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેમાં ડોક્યુમેન્ટની ચકાસણી બાદ મોટા ધડાકાની સંભાવના છે.

સર્ચ ઓપરેશનના પ્રથમ દિવસ આ પહેલા વિભાગની ટીમ દ્વારા તમામ જરૂરી દસ્તાવેજોને પણ અંગે અને ફીઝ કરી લેવામાં આવ્યા છે એટલું જ નહીં ડિજિટલ માહિતીઓ પણ હાલ આવકવેરા વિભાગની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે.આવનારા દિવસોમાં પણ પ્લાસ્ટિક ઉત્પાદકો ઉપર વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી પૂર્ણ શક્યતાઓ હાલ જોવામાં આવે છે. આવકવેરા વિભાગ દ્વારા જે સરચ ઓપરેશન પ્લાસ્ટિક ઉત્પાદકો ઉપર પાડવામાં આવ્યું તેનાથી એ વાત સ્પષ્ટ છે કે ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પણ સામે આવશે અને આ સર્ચ ઓપરેશન ધરાવતા અન્ય પ્લાસ્ટિક ઉત્પાદકોમાં પણ ડરનો માહોલ વ્યાપે ઉઠ્યો છે.