Abtak Media Google News

પીછે પડ ગયા ઇન્કમટેક્ષ !!!

  • રાજકોટ, મોરબી, અમદાવાદ, વડોદરા સહિત કુલ 25થી વધુ સ્થળો પર વહેલી સવારથી તપાસ શરૂ
  • ખુબજ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સર્ચ ઑપરેશનમાં રાજકોટના એક ડઝનથી વધુ અધિકારીઓ જોડાયા

છેલ્લા ઘણા દિવસોથી આવકવેરા વિભાગ હરિયલ એસ્ટેટ ની સાથે સીરામીક ઉદ્યોગો ઉપર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી રહી છે તો એટલું જ નહીં Gએસટી વિભાગ દ્વારા પણ વ્યાપારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે સેન્ટ્રલ એજન્સી જેવીકે એરફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ને જે રીતે સત્તા સોંપવામાં આવી છે કે તેઓ કાર્યવાહી કર્યા બાદ એટેચ પણ કરી શકશે, થી રાજકીય લોકોની સાથે વ્યાપારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે. કેન્દ્ર સરકાર હાલ નાણાકીય ગુનાઓની સાથોસાથ પ્રોસિક્યુસન ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે હવે સરકાર પાસે દરેક ડેટા ઉપલબ્ધ હોવાથી ગણતરીની સેક્ધડમાં તમામ મુખ્ય કાર્યવાહી કરી શકે છે જેથી હવે ચોરી કરનાર વ્યાપારીઓની ખેર નથી.

ક્યુટોનના વાંકાનેર સહિતના યુનિટોની સાથે 6 સપ્લાય સ્પોટ ઉપર પણ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી

Untitled 1 143

ત્યારે ફરી આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન સીરામીક ઉદ્યોગ ઉપર કરવામાં આવ્યું છે. આ વખતે આવકવેરા વિભાગ દ્વારા મોરબીના જાણીતા ક્યુટોન ગ્રૂપ ઉપર ત્રાટક્યું છે. રાજકોટમાં રહેતા કંપનીના ડાયરેક્ટર અને ભાગીદારોના નિવાસ્થાન અને ઓફિસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે એટલું જ નહીં સિરામિક ગ્રુપના વાંકાનેર સહિતના યુનિટો અને છ જેટલા સપ્લાય સપોર્ટ ઉપર પણ આવકવેરા વિભાગ ની ટીમ પહોંચી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તો નવાઈ નહીં. આ મેગા સર્ચ ઓપરેશનમાં રાજકોટ થી એક ડઝનથી વધુ અધિકારીઓ કાર્યવાહીમાં જોડાયા છે અને વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ મોરબી સહિત અમદાવાદ અને વડોદરા ખાતે તેમના યુનિટો ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રીયલ એસ્ટેટ ની સાતોસાથ સીરામીક ઉદ્યોગ ઉપર દબાઈ બોલાવવામાં આવી રહી છે તેની પાછળનું મુખ્ય હેતુ એ છે કે આ તમામ પ્રકાર ની કંપનીઓ કે જે આ ક્ષેત્રે કામ કરી રહી છે તેમના દ્વારા કરચોરી ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે એને જેના ભાગરૂપે સરકારને જે આવક થવી જોઈએ તે થઈ શકતી નથી. સામે કેન્દ્ર સરકાર દ્વારા પણ વિવિધ સેન્ટ્રલ એજન્સીઓને પાવર વધુ આપી દેવાતા આ પ્રકારની સર્ચ અને સર્વેની કામગીરીમાં વધારો જોવા મળ્યો છે. અરે આજે મોરબી સિરામિક ઉદ્યોગમાં સર્ચની કામગીરી થતા સોંપો પડી  ગયો છે.

સર્ચ સાથે હવે એટેચમેન્ટ પણ થઈ શકશે

સરકાર હવે નાણાકીય ગુનાઓ ઉપર અંકુશ મેળવવા માટે કાર્ય હાથ ધરી રહ્યું છે ત્યારે હવે સરકાર સેન્ટ્રલ એજન્સીને પ્રોસીક્યુશન કરવાની પણ છૂટ આપી છે જેથી હવે સર્ચની સાથે એટેચમેન્ટ પણ થતા જોવા મળશે. જે લોકો સરકાર સાથે  નાણાકીય ફ્રોડ રહ્યા છે તેમને હવે સરકાર સહેજ પણ બક્ષે નહીં. સરકાર માટે સૌથી મોટો લક્ષ્ય એ છે કે જે રીતે ઉદ્યોગકારો કર ચોરી કરી રહ્યા છે અને નાણાકીય ફ્રોડ કરતા સહેજ પણ અચકાતા નથી તેમના ઉપર લાલ આંખ કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.