Abtak Media Google News

ઇન્ફોસીસના સી.ઇ.ઓ.ને નાણા મંત્રાલય દ્વારા ‘સમન્સ’ આવ્યાના કલાકો બાદ થયું પોર્ટલ ઉપલબ્ધ

તાજેતરમાં જ ફેન્સેસીસ દ્વારા નવુ ઇન્કમ ટેકસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જો કે પહેલા પણ એક પોર્ટલ હતું જ છતાં સરકાર અને નાણામંત્રી દ્વારા ઇન્ફોસીસ નવું જ ઇન્કમ ટેકસ પોર્ટલ વિકસાવવાનો પ્રોેજેટક આપવામાં આવ્યો હતો. મોટા ભાગના ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ટેકસ ક્ધસલટન્ટનું માનવું છે કે જુનુ ઇન્કમ ટેકસ પોર્ટલ હતું તે બરાબર જ હતું,  હા એમાં કોઇ નવા અપડેટસ લાવી શકીએ, નવા પોર્ટલની જો વાત કરીએ તો તે જયારથી લાઇવ થયું છે ત્યારથી જ ઘણી ખરી ટેકનીકલ ખામી રહી છે. આની ફરીયાદ તો તમામ પાસેથી રહી જ છે.

ગયા સપ્તાહના અંતમાં નવુ ઇન્કમ ટેકસ ફાઇલીંગ પોર્ટલ સંપૂર્ણપણે અપ્રાપ્ત રહ્યું હતું. સાથે જ તેના લોન્ચીંગના 77 દિવસ બાદ પણ સઁપૂર્ણ રીતે કાર્યરત થવાને કારણે મંત્રાલયમાં નારાજગી જોવા મળી રહી છે. આ તકે મંત્રાલયે ઇન્ફોસીસના મેનેજીંગ ડીરેકટર અને સી.ઇ.ઓ. સલીલ પારેખને નાણામંત્રી નિર્મલા સીતારમણને રૂબરૂમાં બોલાવ્યા હતા. નાણામંત્રીએ આજે એફએમ સમક્ષ સમજાવ્યું હતું કે નવા ઇ-ફાઇલીંગ પોટલ શરુ થયાના 2.5 મહિના પછી પણ પોર્ટલમાં ખામીઓ કેમ નથી ઉકેલવામાં આવી. હકીકતમાં તો 21/08/21 થી પોર્ટલ જ ઉલપબ્ધ નથી. આવકવેરા વિભાગે રર ઓગષ્ટના રોજ જણાવ્યુ હતું.

મંત્રાલયે 7 જુન ના રોજ ઇન્ફોસીી દ્વારા વિકસીત કરદાતા મૈત્રીપૂર્ણ એટલે કે ટેકસ પેપર ફેન્ડલી પોર્ટલ લોન્ચ કર્યુ હતું. જે કરદાતાઓને ઝડપી રિફંડ જારી કરવા માટે આઇ.ટી. રિર્ટનની તાત્કાલીક પ્રક્રિયા અને અન્ય ઘણી સુવિધાઓનું વચન આપે છે. પરંતુ ઘણ નિર્ણાયક કાર્યો પ્રથમ દિવસથી પ્રારંભિક ન હતા અને દાવો કરેલા અભ્યાસક્રમ સુધારવા છતાં સમસ્યાઓ વધતી રહી. ર1 ઓગષ્ટ.ે બપોરે ઇન્ફોસિસે જણાવ્યું હતું કે આઇ.ટી. પોર્ટલ આયોજીત જાળવણીને કારણે હાલના દુર્ગમ છે. રર ઓગષ્ટના રોજ કંપનીએ આયોજીત જાળવણી 1લીમાંથી સ્વીચ કરીને કહ્યું કે પોર્ટલ કટોકટી જાળવણી હેઠળ ચાલુ છે. નાણા મંત્રાલય લગભગ 100 મીનીટ પછી પારેખને ‘સમન્સ’ સાથે જાહેર થયું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.