Abtak Media Google News

ઘરેલુ ગેસ રસોઇના સબસિડીવાળા ગેસ સિલેન્ડરમાં 2.08 રૂપિયા જ્યારે સબસિડીવિનાના ગેસ સિલેન્ડરમાં 42.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસસિલેન્ડરની કિંમતમાં ત્રણ મહીના બાદ વધારો કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ એક જાણકારીમાં આ માહિતી મળી છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફ્યુઅલની માગ વધતા કિંમત પર પ્રભાવ પડતા આ વધારો કરવામાં આવ્યો છે.

ગેસ સિલેન્ડરની કિંમતમા વધારા બાદ એક માર્ચથી 14.2 કિલોગ્રામના સબસિડીવાળા રસોઇ ગેસ સિલેન્ડરની કિમંત દિલ્હી ખાતે 495.61 રૂપિયા થશે જે અત્યારે 493.53 રૂપિયા છે. જ્યારે સબસિડીવગરના સિલેન્ડર હવે 701.50 રૂપિયામાં મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.