Abtak Media Google News

ડુંગળીનાં ભાવ ઘટાડવા સરકાર પ્રયત્નશીલ પણ કુદરતથી કોન જીતી શકે: રામ વિલાસ પાસવાન

હાલ ભારત દેશને જો કોઈ રડાવતું હોય તે બીજુ કોઈ નહીં પરંતુ ડુંગળી છે. ડુંગળીનાં વધતા જતા ભાવનાં કારણે સરકાર દ્વારા ડુંગળીની હોલ્ડીંગ કેપેસીટી વધારવા માટેનું સુચન કરવામાં આવ્યું છે. હાલ ડુંગળીનાં પ્રતિ કિલોનાં ભાવ ૮૦ થી ૯૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે ત્યારે જે રીતે વેપારીઓ દ્વારા ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે છે તેની લીમીટ જાળવવા માટે સરકાર હાલ વિચાર કરી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. દેશનાં ફુડ એન્ડ કન્જયુમર અફેર મીનીસ્ટર રામવિલાસ પાસવાને જણાવતાં કહ્યું હતું કે, ડુંગળીનાં ભાવ કયારે ઓછા થશે તેનું કોઈ પણ પ્રકારનું અનુમાન લગાવી શકાય તેમ નથી ત્યારે સરકાર મહતમ પગલાઓ લઈ રહ્યા છે જેથી ડુંગળીનાં ભાવમાં ઘટાડો થઈ શકે.

આ તકે મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદયો છે જયારે ૧.૨ લાખ ટનની આયાત સરકાર દ્વારા કરવામાં આવશે જેથી ડુંગળીનાં ભાવોને નિયંત્રણમાં લાવી શકાય. હાલ ડુંગળીનાં ભાવો દેશનાં પ્રમુખ ગામોમાં ૭૦ થી ૮૦ રૂપિયા કિલો ભાવે વેચાઈ રહી છે ત્યારે રીટેલ અને હોલસેલરોને ડુંગળીનો સંગ્રહ ઓછા પ્રમાણમાં કરવામાં આવે તેમ પણ જણાવવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં સરકાર દ્વારા રીટેઈલર  અને હોલસેલરો ઉપર સ્ટોક હોલ્ડીંગ લીમીટ અમલી બનાવવામાં આવી હતી જેમાં રીટેઈલરો ડુંગળીનો જથ્થો ૧૦૦ કવીન્ટલ (૧૦,૦૦૦ કિલો)નો રાખી શકશે જયારે હોલસેલરોને ૫૦૦ કવીન્ટલ (૫૦,૦૦૦ કિલો)નો જથ્થો સંગ્રહ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણય ઈન્ટર મિનિસ્ટરીયલ મીટીંગ મારફતે લેવામાં આવ્યો હતો જેનાં અધ્યક્ષ સ્થાને ક્ધઝયુમર અફેર્સનાં સેક્રેટરી એ.કે.શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ સમગ્ર દેશમાં ડુંગળીનાં ભાવોનાં નિયંત્રણ માટે નજર કેન્દ્રિત કરી રહ્યા છે.

Admin Ajax 2

ક્ધઝયુમર અફેર સેક્રેટરીએ તમામ રાજયનાં ચીફ સેક્રેટરીને પત્ર લખી સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેઓ તેમનાં રાજયમાં સ્ટોક લીમીટને ઘટાડો કરે અને ઉપલબ્ધ સ્ટોક અનુસાર ભાવ પર નિયંત્રણ રાખે. તેઓએ પત્રમાં જણાવતા કહ્યું હતું કે, સ્ટોક લીમીટનો મુદ્દો સ્પષ્ટપણે દર્શાવાય જેથી ડુંગળીનાં વપરાશ અને તેનાં ખોટા ભાવો લોકોને તકલીફમાં ના મુકે. મળતી વિગતો મુજબ ડુંગળીનું પહેલુ શીપમેન્ટ ઈજીપ્તથી ડિસેમ્બરનાં બીજા વિકમાં આવશે જેમાં પબ્લીક સેકટર સંસ્થાઓએ ડુંગળીની ૬૦૯૦ ટનની આયાત માટે કોન્ટ્રાકટ પર સાઈન કરવામાં આવ્યો છે. ડુંગળીનાં વધતા જતા ભાવોને કારણે કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, દેશભરમાં ડુંગળીનાં ભાવ ઉપર નજર રાખવામાં આવી રહી છે જેમાં ૫ યુનિયન મિનિસ્ટરોની પેનલ પણ બનાવવામાં આવી છે જેનાં અધ્યક્ષ તરીકે દેશનાં ગૃહમંત્રી અમિત શાહ છે. આ મંત્રીઓની પેનલમાં નાણામંત્રી, એગ્રીકલ્ચર ક્ષેત્રનાં મંત્રી, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચ મંત્રીઓ દ્વારા ડુંગળીનાં ભાવો અંગેની એક બેઠક પણ યોજાઈ છે ત્યારે બીજી બેઠક આવનારા નજીકનાં સમયમાં યોજાશે તેવી માહિતી મળી રહી છે. રામવિલાસ પાસવાને માહિતી આપતા જણાવ્યું હતું કે, વરસાદની સિઝન મોડી આવતા ગત વર્ષની સરખામણીમાં ડુંગળીનાં ઉત્પાદનમાં ૨૬ ટકાનો ઘટાડો થયો છે જે ૫.૨ મિલીયન ટન સુધી પહોંચશે. હાલ સરકારે ૫૭,૦૦૦ ટન ડુંગળીને લીકવીડેટ કરી દીધેલી છે જેથી સરકારે ડુંગળીની આયાત કરવાનો વિચાર કર્યો છે. ઈજીપ્તથી આવતી ડુંગળીઓની સ્ટોરેજ ફેસીલીટી ઉપર પણ હાલ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ તકે એમએમટીસી દ્વારા મળતી વિગતો મુજબ તર્કી, હોલેન્ડથી આવતી ડુંગળીઓ લાંબા સમય સુધી જળવાય રહે તે દિશામાં હાલ પગલા પણ લેવાઈ રહ્યા છે.

ડુંગળી હવે ચોરને ન્યાલ કરી દે છે રોકડની બદલે ડુંગળીની ચોરી કરી

ગરીબોની કસ્તુરી અને અમીરોનાં ભોજનનું ઘરેણુ ગણાતી ડુંગળીનાં ભડકે બળતા ભાવ વચ્ચે પશ્ચિમ બંગાળનાં સુહાટાની એક દુકાનમાંથી તસ્કરોએ ચોરી તો કરી પણ તસ્કરોએ શાકભાજીનાં વેપારીને એ વાત ચોંકાવી દીધા હતા કે ૧૦૦ કિલો ડુંગળી ચોરી ગયેલા તસ્કરોએ રૂપિયા ભરેલા ગલ્લામાંથી રોકડને હાથ પણ અડાડયા વગર માત્ર ૫૦ હજારની ડુંગળી, લસણ અને આદુ સિવાય કોઈ વસ્તુને હાથ અડાડયા વગર ડુંગળી જાણે સોનાના મુલ્યાની હોય તેમ માત્ર ડુંગળી પર જ હાથ અજમાવ્યો હતો. પશ્ર્ચિમ બંગાળમાં અત્યારે ડુંગળી રૂ.૧૦૦ કિલોનાં ભાવ વેચાઈ રહી છે ત્યારે તસ્કરોને રૂપિયા કરતા પણ ડુંગળીનું મહત્વ વધી ગયું હોય તેમ પૂર્વ મીહનાં પુર જીલ્લામાં શાકભાજીનાં વેપારીની દુકાનમાંથી તસ્કરો પૈસા નહીં પણ ડુંગળી ચોરી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં સુરક્ષામાં દુકાન ધરાવતા અક્ષયદાસે મંગળવારે જયારે દુકાન ખોલી ત્યારે ચીજ વસ્તુઓ વેરવિખેર દેખાઈ હતી અને કંઈ અજગતુ થયાનું જણાતા કરેલી તપાસમાં સોમવારે રાત્રે દુકાનમાં તસ્કરો ત્રાટકયા હોવાનું જાણમાં આવતા વેપારીએ દુકાનમાંથી શું-શું ચોરાયું છે તેની તપાસ કરતા ગલ્લામાં પડેલા નાણા હેમખેમ હતા. દુકાનમાંથી ડુંગળી ગાયબ હતી. અક્ષયદાસનાં જણાવ્યા મુજબ તસ્કરો દુકાનમાંથી ૫૦ હજારની ડુંગળી અને થોડુક લસણ અને આદુ ચોરી ગયા હતા. તસ્કરોએ ગલ્લામાંથી એક પણ પૈસાને હાથ પણ અડાડયો નહતો. સુતહારની આ ચોરીએ દેશમાં ડુંગળીની કિંમત રોકડ રૂપિયાથી પણ વધું હોવાનું સિઘ્ધ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.