Abtak Media Google News

ગુજરાત આફ્રિકાના વિકાસમાં ભજવશે મહત્વપૂર્ણ ભૂમિકા

અમદાવાદની સિલ્વર કલાઉડ હોટલ ખાતે આફ્રિકા રોડ બિલ્ડર એસોસીએશન દ્વારા એક એવોર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કારણકે આફ્રિકા દેશના ઘણા ખરા એવા દેશો છે. જે આર્થિક રીતે પછાત છે. ઈન્ફ્રાસ્ટ્રકચરની અસુવિધાઓ છે ત્યારે આ તમામ દેશોમાં વિકાસ માટે જે કોઈ આફ્રિકાની કંપનીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય. તેમના પ્રતિનિધિઓ માટે એક એવોર્ડ વિતરણ કાર્યક્રમ અને કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આફ્રિકાના ખ્યાતનામ અને લોકચહિતા એવા અબ્બાખાન પણ ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ ફંકશનની જો વાત કરીએ તો નાઈઝીરીયા, સેનેગલ, મોઝામ્બીક, લીબ્યા સહિત અનેક દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના શહેરની આપવીતિ સંભળાવી હતી અને આફ્રિકાના જે પછાત દેશો છે તેવો વિકાસ કઈ રીતે થઈ શકે તે અંગે એક રાઉન્ડ ટેબલ ડિસ્કશન પણ કર્યું હતું.

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાય રહેલા આફ્રિકન ડેવલોપમેન્ટ બેંક સમિટમાં આફ્રિકાના ૫૪ જેટલા દેશોએ ભાગ લીધો હતો. જેનો મુખ્ય ઉદેશ્ય પોતાના ખંડનો વિકાસ થાય તે હતો. આ પ્રસંગે અનેકવિધ એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા. આ તકે આફ્રિકન દેશમાંથી સેનેગલ, નાઈઝીરીયા, ટેનઝેનીયા સહિત અનેક દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય અધિકારીઓ પણ ઉપસ્થિત રહી ભારત અને આફ્રિકાના દેશો કઈ રીતે વિકાસ સાધશે તે વિશે મહત્વપૂર્ણ નિર્ણયો તથા મહત્વપૂર્ણ એમઓયુ સાઈન કર્યા હતા. આ તકે એકઝીબીશન પણ અનેકવિધ કંપનીઓ દ્વારા રાખવામાં આવ્યું હતું. જેનાથી આફ્રિકાખંડને વિકાસમાં ખૂબ મદદ‚પ થાય તેવા સાધનો પણ ડિસપ્લેમાં રાખવામાં આવ્યા હતા.

આફ્રિકન ડેવલોપમેન્ટ બેંક સમિટની જો વાત કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે આફ્રિકાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભારત જ ભજવી શકે છે. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત કોઈ દિવસ આફ્રિકા સાથે હરિફાઈ નહીં કરી શકે પરંતુ સારા અને નરસા સમયમાં ભારત હરહંમેશ આફ્રિકાના ખંભેથી ખંભો મિલાવી સાથે રહેશે. આ તકે આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકના ચેરમેન દ્વારા પણ જણાવાયું હતું કે, ભારત એક એવો દેશ છે જેને ડામવા કોઈ સક્ષમ નથી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત હરહંમેશ આફ્રિકન દેશો સાથે રહેલો છે અને તેના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો એકઝીબીશનની વાત કરીએ તો અનેક મલ્ટીનેશનલ કંપનીઓએ ભાગ લીધો હતો અને આફ્રિકાના વિકાસ માટેના દ્વાર ખોલ્યા હતા. એકઝીબીશનના આકર્ષણનું કેન્દ્ર એક આઈટી કંપની હતી. જેઓની પાસે ૩૦૦૦થી લઈ દોઢ લાખ સુધીના કેમેરા છે. જે હજી ગુજરાતમાં પણ આવેલા નથી.

આ પ્રસંગે આઈડીએમસી કંપની દ્વારા જે યુનિટ ઉભુ કરવામાં આવ્યું છે તે યુનિટથી મિલકિંગ મશીન, બીએમસી મશીન, બલ્ક મિલ્ક કુલર જે તમામ મશીનો આફ્રિકામાં એકસ્પોર્ટ થાય છે. કારણકે આફ્રિકન દેશનું ધરોહર કૃષિ છે. ભારતની તુલનામાં આફ્રિકા કૃષિ ક્ષેત્રે ખૂબ જ પાછળ છે અને તેના વિકાસમાં તેઓએ ખુબ જ મહત્વપૂર્ણ ફાળો ભજવો પડશે. જે અન્વયે આફ્રિકન દેશના તમામ ડેલિગેટસો દ્વારા કૃષિના વિકાસનો મુદ્દો અગ્રેસર રહ્યો હતો. આ પ્રસંગે એગ્રીકલ્ચરલ, ફેસોનિકસ સહિત અનેક વિષયો ઉપર સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ભારત અને આફ્રિકાના બ્યુરોક્રેટસ ઉપસ્થિત રહ્યા હતા.

આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકના ચેરમેને તેની આગવી શૈલીમાં ગુજરાતની પ્રજાને વંદન કરી જણાવ્યું હતું કે, તેમની કેરિયર ૧૯૮૮માં ભારતમાંથી જ શ‚ થઈ હતી. જેથી તેઓ ભારતને તેમનું ઘર ગણાવ્યું હતું. વધુમાં જણાવતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં રોજગારીની ખૂબ જ વિશાળ તકો રહેલી છે તથા આફ્રિકામાં ગુજરાતી લોકો પણ દબદબો છે એટલે કહી શકાય કે આફ્રિકાના વિકાસમાં ગુજરાત હરહંમેશ પોતાનો સિંહ ફાળો ભજવી રહ્યો છે.

આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકની સમીટ સૌપ્રથમવાર આફ્રિકાખંડની બહાર યોજવામાં આવી છે. ૨૦૧૮માં આ સમીટ કોરીયા ખાતે યોજાશે. જેને અનુલક્ષી કોરીયા દેશ દ્વારા અત્યારથી જ તૈયારી શ‚ કરી દેવામાં આવી છે. અ‚ણ જેટલીએ જણાવ્યું હતું કે, ભારત હરહંમેશા આર્થિક રીતે વૈશ્ર્વિક સ્તરે અગ્રહરોળમાં રહ્યું છે. આફ્રિકાના દેશો ભારતની સાથે વાઈબ્રન્ટ પણ થઈ રહ્યા છે. ભારતની ખેતી વિશે જણાવતા કેન્દ્રીય વિત્ત મંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્ર્વના કૃષિ ઉત્પાદનમાં ભારત ૨ ટકાનો મહત્વપૂર્ણ ફાળો ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.