Abtak Media Google News

ભારત અને ફ્રાન્સની વચ્ચે અત્યાર સુધી સૌથી મોટી નેવલ પ્રેક્ટિસ વરુણ અંતિમ દોરમાં રાફેલ સોદા પર રાજકીય વિવાદની વચ્ચે કર્ણાટકની પાસે પિગોએન દ્વિપ પર યુદ્ધાભ્યાસ

ભારત અને ફ્રાન્સની વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી નેવલ પ્રેક્ટિસ વરુણ પોતાના અંતિમ દોરમાં છે. ૫૯ હજાર કરોડ રૂપિયાના રાફેલ સોદાને લઇને ચાલી રહેલા રાજકીય વિવાદની વચ્ચે કર્ણાટકની પાસે પિગેઓન દ્વિપ સમુહ પર આ યુદ્ધાભ્યાસ પોતાની સંપુર્ણ ક્ષમતા સાથે ચાલી રહ્યો છે. ભારત અને ફ્રાન્સની નેવી મરિન આ ડ્રીલના તમામ પાસાનું પરિક્ષણ કરી રહી છે. તેમાં સબમરિનને નષ્ટ કરવાની ક્ષમતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જે હિન્દ મહાસાગરમાં ચીનના વધતા પડકારોને પહોંચી વળવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે આ સંયુક્ત અભ્યાસ કરી રહ્યા છે. આ સૈન્ય અભ્યાસમાં એરક્રાફ્ટ કેરિયર, વિનાશક સબમરિન વગેરે પણ સામેલ છે. ભારતીય ડિફેન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશ પોતાના એરક્રાફ્ટ કેરિયરનો ઉપયોગ કરશે. વરુણ સી ડ્રીલ હેઠળ ગોવા અને કરવરમાં ૧ મેથી સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થઇ ગયો હતો.

ભારત તરફથી આઇએનએસ વિક્રમાદિત્ય અને મિગ-૨૯ઊં ફાઇટરની સાથે એફએનએસ ચાર્લ ડિ ગુએલની સાથે રાફેલ-એમ નૌકાદળ જેટ અને બીજા યુદ્ધ ઉપકરણોનો પ્રયોગ અભ્યાસ દરમિયાન કરવામાં આવી રહ્યો છે. આ એક ઉચ્ચ સ્તરીય નૌસૈનિક અભ્યાસ છે. નૌકાદળે જણાવ્યું કે, તેમાં ગ્રુપ ઓપરેશનની સાથે એન્ટી સબમરિન યુદ્ધ રણનીતિઓનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

ફ્રાન્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી ચીન વધારી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ અને અમેરિકાની સાથે સૈન્ય સહયોગ વધારવા પાછળ ભારતની ચીનને સાધવાની પણ યોજના છે. ફ્રાન્સનું એક નૌકાદળ સ્ટેશન યુએઇના અબુ ધાબીમાં પણ છે. તેની સાથે જ દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં પણ પોતાનું નૌકાદળ સ્ટેશન સ્થાપિત કરવામાં આવે છે. અમેરિકા અને ફ્રાન્સની સાથે ભારતની રાજકીય ભાગીદારીનું ડિપ્લોમેટિક લક્ષ્ય પણ છે. હિન્દ મહાસાગરમાં ચીનની વધતી દખલને અટકાવવા માટે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે.

ભારત અને ફ્રાન્સ મળીને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ડિપ્લોમેટિક વિઝન હેઠળ પરસ્પર સહયોગ વધારવાની દિશામાં સક્રિય પગલાં ઉઠાવવાની યોજના પર ૨૦૧૮થી જ કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રમાં ચીન પોતાની તાકાત વધારવા પર ભાર મુકી રહ્યું છે અને દિબયોતીમાં પોતાનું પ્રથમ સૈન્ય ઓગસ્ટ ૨૦૧૭માં સ્થાપિત કર્યુ.

બંને નૌકાદળોનો આ યુદ્ધાભ્યાસ ૧૦ મે સુધી ચાલશે. આ યુદ્ધાભ્યાસના આગામી ચરણમાં આ મહિનાના અંતમાં દિબયોતીમાં ભારત અને ફ્રાન્સના જંગી જહાજ એકઠાં થશે.આ અભ્યાસનું બીજું ચરણ આફ્રિકન દેશ જિબૂતીમાં મે મહિનાના અંતમાં આયોજિત થશે. નૌસૈનિક તાકાતના મામલે ફ્રાન્સનું વિશ્વમાં છઠ્ઠું સ્થાન છે. ત્યારબાદ ભારતનો નંબર આવે છે. આ યાદીમાં પ્રથમ સ્થાન અમેરિકાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.