Abtak Media Google News

જૂનથી થશે અમલ: આ પ્રકારનું પ્રથમ એરપોર્ટ બનશે

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે મુસાફરોએ ભોજન માટે પરેશાન નહીં થવું પડે. તેઓ અહીં પહોંચતા પહેલાં પોતાની પસંદગીનું ભોજન ઓર્ડર કરી શકશે. એરપોર્ટ પહોંચતાં જ મુસાફરોને ભોજન ડિલિવર કરી દેવાશે અથવા તેઓ રસ્તામાંથી પણ કલેક્ટ કરી શકશે.

મુસાફરો જૂનથી આ સર્વિસનો લાભ લઈ શકશે. મુંબઈ એરપોર્ટ પ્રવક્તાએ ગુરુવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મુંબઈ દેશનું પહેલું એરપોર્ટ હશે જ્યાં આ સર્વિસ મોબાઈલ એપની મદદથી મળશે. ગ્રેબ એન ગો નામના એપર પર મુસાફરો એડવાન્સમાં તેમનું ભોજન ઓર્ડર કરી શકશે અને એપથી બિલ પણ ચૂકવી શકશે. એરપોર્ટ ટર્મિનલ ૧ અને ૨ પર આ સુવિધા માટે આઉટલેટ લગાવાશે.

આ ઉપરાંત મુસાફરો અહીં એપ ડાઉનલોડ કર્યા વિના પણ ભોજન ઓર્ડર કરી શકશે. એ માટે મોબાઈલ ફોનથી આઉટલેટમાં હાજર ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. આ સુવિધાથી મુસાફરોને તાજું અને ગરમ ખાવાનું મળશે. સૂત્રોના જણાવ્યાનુસાર, એક અભ્યાસ પ્રમાણે વારંવાર હવાઈયાત્રા કરનારા ૯૦% લોકો મોડી રાત્રે હવાઈ મુસાફરી કરે છે. દિવસે તેઓ વ્યસ્ત હોય છે.

આ કારણસર ભોજનને લઈને તેઓ તકલીફમાં મુકાય છે. આ મુશ્કેલી દૂર કરવા સીએસએમઆઈએ અને ગ્રેબ એન ગોએ મળીને ઓર્ડર અહેડ નામની સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેથી હવે પ્રવાસીઓને બોર્ડિંગ ગેટ પર જ ભોજન મળી જશે. આ સુવિધા પિક અવર્સમાં પણ ચાલુ રહેશે. આ એપ આઉટલેટના સ્પેશિયલ એક્સપ્રેસ પિકઅપ કાઉન્ટરો પરથી પણ ભોજન આપવાનો વિકલ્પ આપે છે.

લો-કોસ્ટએરલાઈન્સ ભોજન નથી આપતી

ફૂલ સર્વિસ આપતી એરલાઈન્સ મુસાફરોને ભોજન પૂરું પાડે છે, પરંતુ સસ્તા ભાડાંની એરલાઈન્સ આ સુવિધા આપી શકતી નથી. ખર્ચનું દબાણ વધવાથી એરલાઈન્સ આ પ્રકારના નિર્ણયો લેવા મજબૂર હોય છે. આ સિવાય એરલાઈન્સ કંપનીઓ ૬૦ મિનિટ અને ૬૧થી ૯૦ મિનિટ સુધીના ઈકોનોમી ક્લાસમાં ગરમ ભોજનની સુવિધા નથી આપતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.