Abtak Media Google News

૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ના ડેટા પરથી તથ્ય ફલિત થયું

છેલ્લા ૧૦ વર્ષમાં ભારત વધુ હેલ્ધી બન્યું છે સરકારી ડેટા જણાવે છે કે બાળમૃત્યુદર ઘટયો છે. લોકોની તબિયત ટનાટન છે તેનો આ સંકેત છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ તથ્ય બહાર આવ્યું છે.

પોપ્યુલેશન રેટમાં પણ પોઝીટીવ ચેન્જ જોવા મળ્યો છે હેલ્થ સેક્રેટરી સી.કે. મિશ્રાએ માહિતી આપી હતી હરિયાણામાં સેકસ રેશિયો સુધર્યો છે. ૨૦૦૫-૦૬માં પ્રતિ ૧૦૦૦ છોકરાવે ૭૬૨ છોકરીઓ જન્મી છે. નહીતર અહી ખૂબ મોટો ફેર હતો. ૨૦૧૪-૧૫માં દર ૧૦૦૦ છોકરાવે ૮૩૫ છોકરીઓ જન્મી છે.

ભારતનો કુલ ફર્ટિલિર્ટીટી ૨.૨%થી વધુ ૨.૭% થયો છે. આ સિવાય ઈમ્યુનાઈજેશનની ટકાવારી વધીને છેક ૭૦%એ પહોચી ગઈ છે. ૨૦૦૫-૦૬ના આંકડા પ્રમાણે આ ટકાવારી ૪૪ ટકા હતી. મતલબકે માત્ર ૪૪ ટકા બાળકો સ્વસ્થ જન્મતા હતા. અત્યારે આ ટકાવારી લગભગ બમણી છે.

ટૂંકમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૨૦૦૫/૦૬થી ૨૦૧૫-૧૬ દરમિયાન નબળા જન્મતા બાળકો, ૮ વર્ષથી ઓછી વયમાં જ કુપોષણનો ભોગ બનીને મોતને ભેંટતા બાળકો, જન્મતાવેત મૃત્યુ પામતા બાળકો, પોલીયોનો ભોગ બનતા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એકંદરે કહી શકાય કે ભારત હેલ્ધી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.