Abtak Media Google News

ભારત પર પરાજયનું સંકટ: પાંચમી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે આપેલા લક્ષ્યાંક સામે ભારત ટકી શકશે ?

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતી ભારતીય ટીમ આઠમાં ક્રમની ઈંગ્લેન્ડ પ્રવાસમાં શરમજનક દેખાવ કર્યો છે. ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટમાં આપેલા ૪૫૪ રનના વિશાળ પડકાર સામે સ્ટાર બેટસમેન ફરી એકવાર શરણાગતી સ્વિકારી લેતા ચોથા દિવસને અંતે ભારતનો સ્કોર ૫૮ રનમાં ૩ વિકેટ થઈ ગયો હતો. શિખર ધવને સારો સ્કોર નહીં કરવાનો સિલસિલો આગળ ધપાવ્યો હતો અને માત્ર ૨ રને પેવેલિયનની વાટ પકડી હતી.

બીજી તરફ ચેતેશ્ર્વર પુજારા અને કેપ્ટન વિરાટ કોહલી ખાતુ ખોલ્યું જ ન હતું અને એક તબકકે ભારતનો સ્કોર ૧ રનમાં ૩ વિકેટ થઈ ગયો હતો. અગાઉ ઈંગ્લેન્ડે ચોથા દિવસનો પ્રારંભ ૪૩ ઓવરમાં ૨ વિકેટે ૧૧૪થી કર્યો હતો.

કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટેર કૂક અને જો રૂટે ભારતીય ટીમને દાઝયા પર ડામ દેતા ત્રીજી વિકેટ માટે ૨૫૯ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતની સન્માનની સીરીઝ પણ હારના દ્વાર પર ઉભી હોય તેવો ઘાટ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.