Abtak Media Google News

દિલ્હી હજુ જોજનો દુર…

દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સપનું સેવ્યું છે તેને પુરું કરવા માટે ભારત દેશ દ્વારા ૯ ટકાનાં વિકાસે આગળ વધવું પડશે તો જ આવનારા વર્ષોમાં જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે તેને ચરિતાર્થ કરી શકાશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીને પહોંચવા માટે દેશે પ્રતિ વર્ષ ૯ ટકાનાં વિકાસે કાર્યો કરવા પડશે જેથી જીડીપીમાં પણ વધારો થઈ શકે. ભારત દેશ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ૭ ટકાનાં ગ્રોથથી વિકાસ કરવો પડશે જેથી ૨૦૨૦ સુધીમાં ભારત ૩ ટ્રિલીયન ડોલરની ઈકોનોમી સુધી પહોંચી શકશે. હાલ ભારત દેશની ઈકોનોમિ ૨.૭ ટ્રિલીયન ડોલર પર સિમિત રહી છે.

ભારત દેશ દ્વારા પાંચ વર્ષ સુધી પ્રતિ વર્ષ જો ૯ ટકાનાં ગ્રોથથી વિકાસ કરશે તો નાણાકીય વર્ષ ૨૦૧૯માં ભારત ૩.૩ ટ્રિલીયન ડોલરની ઈકોનોમીએ પહોંચશે. જયારે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૩.૬ ટ્રિલીયન ડોલર, ૨૦૨૪માં ૪.૧ ટ્રિલીયન ડોલર અને ૨૦૨૫માં ૫ ટ્રિલીયન ડોલરે પહોંચશે તેવી આશા સેવવામાં આવી રહી છે. મોનીટરી પોલીસી ફ્રેમ વર્ક આધારે ભારત દેશનો ફુગાવો ૪ ટકા રહે તે દિશામાં હાલ પગલા લેવામાં આવી રહ્યા છે. ૨૦૧૮-૧૯નાં વર્ષ માટે રોકાણોનો દર ૩૧.૩ ટકા રહેશે તેવી આશા સેવવામાં આવી રહી છે. ભારત દેશનાં ઈન્ક્રીમેન્ટલ કેપીટલ આઉટપુટ રેશિયોની જો વાત કરવામાં આવે તો હાલ તે ૪.૬ ટકાનો છે ત્યારે આઈસીઓઆરની એવરેજ નાણાકીય વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ વચ્ચે ૪.૨૩ ટકા રહી છે. જયારે ભારત દેશે નાણાકીય વર્ષ ૨૦૧૨માં રોકાણોનો દર ૩૯.૬ ટકા રહ્યો હતો.

હાલ જે રીતે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીની વાત કરવામાં આવે છે ત્યારે સર્વપ્રથમ તો ભારત દેશમાં ઉત્પાદકતા વધારો કરવાની જ‚ર છે જો તે યોગ્ય પ્રમાણમાં થશે તો ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીને પહોંચવા માટે આશીર્વાદ‚પ સાબિત થશે. સાથો સાથ રોજગારીમાં વધારો, રોકાણો સહિતનાં મુદાઓને પણ દેશ દ્વારા ધ્યાને લેવા પડશે ત્યારે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ભારત માટે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન જોજનો દુર હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.