Abtak Media Google News

પીએમ મોદીએ કહ્યું કે, રશિયાની સાથે પોતાના સંબંધોને ભારતે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિક આપી છે. ઝડપથી બદલાતી દુનિયામાં આપણાં સંબંધો ખૂબ મહત્વના છે. વૈશ્વિક મામલે અમારા સહયોગને એક નવો હેતુ મળ્યો છે. પીએમએ કહ્યું કે, બંને દેશો વચ્ચે નેચરલ રિસોર્સ, HRD, સૌર ઉર્જા, ટેક્નોલોદી, દરિયાથી લઈને અંતરિક્ષ સુધીના ઘણાં મહત્વના સમજૂતી કરાર થયા છે.

ભારત અને રશિયા વચ્ચે બહુપ્રતિક્ષિત S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ડીલના સમજૂતી કરાર થઈ ગયા છે. આ ડીલ અંતર્ગત ભારત રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના 5 સેટ ખરીદશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વીપક્ષીય વાર્તા પછી નવી દિલ્હીમાં આ ડીલ પર સમજૂતી કરાર થયા છે. આ સહિત ભારત અને રશિયા વચ્ચે કુલ 8 સમજૂતી કરાર થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.