Abtak Media Google News

વર્ષ ૨૦૧૭૧૮ દરમિયાન ભારતે ૧૧ મીલીયન ટન એલપીજીની આયાત કરી

દેશના દરેક ગરીબના ઘર સુધી એલપીજી કનેકશન પહોચે અને મહીલાઓ ઘુમાડામુકત રસોઇ બનાવે તેવા હેતુથી શરુ થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાંધણ ગેસ યોજના રંગે લાવી છે. એલ.પી.જી (લીકવીફાઇડ પેટ્રોલીયમ ગેસ) રાંધણ ગેસની આયાતમાં વિશ્ર્વમાં ચીન બાદ ભારત બીજા ક્રમે પહોંચ્યું છે.

Advertisement

મોદી સરકારની ગરીબલક્ષી રાંધણ ગેસ યોજનાથી વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ભારતમાં એલપીજીની માત્રમાં ૮ ટકાનો વધારો થયો છે જેના પરિણામે ભારતની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે.

વૈશ્ર્વિક સ્તરે ફુડ ઓઇલમાં ભારતને પાછળ ધકેલી જાપાને અમેરિકા અને ચીન બાદ ત્રીજો નંબર હાંસલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા ઘણા વર્ષોમાં ભારતમાં ઇંધણનો વપરાશ વઘ્યો છે. ઇન્ટરનેશનલ એનજી એજન્સી અને ઓપેક એમ બંને ભારતમાં ઇંધણની માંગ સંતોષવામાં મુખ્ય ભાગ ભજવે છે.

સરકારી આંકડા મુજબ એલપીજી ની વર્ષ ૨૦૧૭-૧૮ માં ભારત સૌથી વધુ આયાત કરી છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૧ મીલીયન ટન આયાત કરાઇ છે. ઉજજવલ્લા યોજનાને પગલે પણ ઉર્જાની માંગ અને વપરાશમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય મીડીયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ ગયા વર્ષે ડીસેમ્બરમાં ભારતે ૨.૪ મીલીયન ટન એલપીજીની આયાત કરી હતી જે સૌપ્રથમ વખત ચીન કરતાં પણ વધારે નોંધાઇ હતી. ડીસેમ્બરમાં ચીને ૨.૩ મીલીયન ટન આયાત કરી હતી જો કે આયાતકારમાં ચીન કરતા ભારત હજુ પાછળ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં એનજી માર્કેટને બુસ્ટર ડોઝ આપવા મોદી સરકારે ઉજજવલ્લા યોજના શરુ કરાવી છે. જેથી હાલ એનજી માર્કેટ અને રાંધણ ગેસ યોજનાથી એલપીજીની માંગ વધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.