Abtak Media Google News

ટુ-વ્હીલરમાં સર્વિસ સ્ટેશનનો રોલ કેટલો મહત્વનો ?

સર્વિસ સ્ટેશનોની ગેર માન્યતા કેટલી? શું વર્કશોપમાં ખોટુ થઇ રહ્યું છે?

આજે ઘરે ઘરે એક બે નહી પરંતુ વ્યકિત જેટલા ટુ વ્હીલરો છે. ત્યારે ભાગ્યે જ કોઈ વ્યકિત પોતાના ટુ વ્હીલર્સની કાળજી લેશે મોટાભાગે લોકો ઓઈલ, કલ્ચ, બ્રેક, ટાયર સહિતની બાબતોમાં બેદરકાર રહેતા હોય છે. ત્યારે ટુ વ્હીલર્સોની સમયસર સર્વિસ કરાવવાનું ઓટો મોબાઈલના તજજ્ઞો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રાહકો જયારે ટુ વ્હીલર્સની ખરીદી કરે છે. ત્યારબાદ તેઓ સર્વિસ તરફ ધ્યાન દેતા નથી હોતા. કયાંકને કયાંક લોકોનાં મનમાં કંપનીના સર્વિસ વર્કશોપ પર પૂરતો વિશ્ર્વાસ નથક્ષ જેને પગલે ટુ વ્હીલર્સનું આયુષ્ય જલ્દી ઘટતુ હોય છે. ટુ વ્હીલર્સ ઓટો ડિલરના જણાવ્યા અનુસાર બાઈકની સર્વિસમાં સ્ટેશનનો ખરેખર મહત્વનો ભાગ ભજવે છે. હાલમાં લોકો વર્કશોપમાં સર્વિસ કરાવવા ડર અનુભવે છે. પરંતુ ઓટો મોબાઈલ્સ કંપનીના મેનેજર સાથે ‘અબતક’ની વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતુ કે કંપનીઓનાં સર્વિસ સ્ટેશનોમાંથી, ઓઈલ, પેટ્રોલ, ડિઝલ, સ્પેરપાર્ટસની ફેરબદલ થતા હોવાની વાત માત્ર અફવા છે. વર્કશોપમાં વૈજ્ઞાનિકક પધ્ધતિ અનુસાર ગાડીની જરૂરીયાત મુજબ સર્વિસ કરવામાં આવે છે.

નિયમિત સર્વિસ કરાવતા ગ્રાહકોને પાંચ વર્ષની વોરન્ટી: શૈલેષ મહેતા

 

3 15

આન હોન્ડા જનરલ મેનેજર શૈલેષ મહેતાએ જણાવ્યું કે ગાડી લીધા બાદ કંપની તરફી પાંચ સર્વિસ ફ્રી આપવામાં આવે છે. પાર્ટ બદલવાનો તા ઓઈલ બદલાવવાનો જ ચાર્જ લગાવવામાં આવે છે જે લોકો રેગ્યુલર સર્વિસ કરાવે છે તેમને પાંચ વર્ષ માટેની વોરંટી આપવામાં આવે છે. અવા ૫૦૦૦૦ કિ.મી. ચાલે ત્યાં સુધી કંપની વોરંટી આપે છે. કસ્ટમરને સર્વિસ ઉપરાંત ઓઈલ કસ્ટમરની સામે જ બદલી આપવામાં આવે છે. ગ્રાહકો આન હોન્ડામાંથી બાઈક ખરીદવાનું પસંદ કરશે કારણ કે, સર્વિસ સારી છે. ઉપરાંત રોજ ૧૦૦ થી ૧૫૦ ગાડીઓ સર્વિસ માટે આવે છે. સર્વિસ કર્યા બાદ એક પછી એક વસ્તુ ગ્રાહકને સમજાવવામાં આવે છે કે, સર્વિસ કયારે કરાવવી ઉપરાંત તેઓના વર્કશોપની મુલાકાત પણ ગ્રાહકોને કરાવામાં આવે છે. વર્કશોપ અને શો-રૂમ સો હોવાથી કોઈપણ કસ્ટમરને સરળતાથી બંનેની મુલાકાત લેવાય છે. આધુનિક યુગને ધ્યાનમાં લઈને તમામ વસ્તુઓ નવી સીસ્ટમ પ્રમાણે જ છે. ઉપરાંત કમ્પ્યુટરાઈઝ સીસ્ટમ છે જેથી કસ્ટમર તેની ખરીદી ઉપરાંત સર્વિસ અંગેની તમામ વિગત મેળવી શકે.

5 9

આન હોન્ડા ફલોર સુપરવાઈઝર સંદિપ ઠાકોર સર્વિસ વિશે જણાવ્યું કે, ફ્રિ સર્વિસ, પેડ સર્વિસ, એકસીડન જોબ, માઈનર જોબ, મેજર જોબ તમામ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે. સર્વિસ માટષના આધુનિક સાધનો છે. જનરલ ટુલ્સ મેજર ટુલ્સ તમામ વસ્તુ ઉપલબ્ધ છે. કંપનીએ આપેલ તમામ સ્પેરપાર્ટ અવેલેબલ છે. લોકોની માન્યતા છે કે સ્પેરપાર્ટ કાઢી લેવામાં આવે છે તો આ માન્યતા તદ્દન ખોટી છે. જૂના સ્પેરપાર્ટ તદ્દન ખોટી છે. જૂના સ્પેરપાર્ટ પરત આપી દેવામાં આવે છે. રોજની ૧૧૦ની આજુબાજુ ગાડીઓ આવે છે તા ૩૬ લોકોનો સ્ટાફ છે જે લોકોની ગાડીઓ સર્વિસ ટાઈમ થઈ ગયો છે. પરંતુ તેઓ અજાણ છે અવા કોઈ કોરણસર પહોંચી ન શકયા તેમના માટે રોજે સીઆરએમમાથી ૩૦૦ જેટલા ફોન કોલ કરવામાં આવે છે. જેથી તેઓ તેમના વાહનની સર્વિસ કરાવી જાય.

આન હોન્ડા ડિરેકટર મેનેજર પુનીત શર્માએ જણાવ્યું કે, ગ્રાહકો ખરીદી માટેનો આગ્રહ આન હોન્ડામાં રાખે છે. કારણ કે, સર્વિસ કવોલીટી સારી છે. ઉપરાંત ભારતનો મોટો સર્વિસ નેટવર્ક છે. લો મેન્ટેનસ કોસ્ટ વાહનોમાં જોવા મળે છે. ઉપરાંત અગત્યની બાબત એ છે કે વાપર્યા બાદ વેંચતા સારી કિંમતે વેચાણ થાય છે. ગ્રાહકો માટે વેઈટીંગમાં બેસવા માટે કસ્ટમર લોન્ચ બનાવાયું છે. જેમાં ટી.વી., એ.સી.ની સુવિધા પણ આપવામાં આવી છે. લેટેસ્ટ ઉપરાંત અપડેટેડ વર્કશોપ છે. પાંચ વર્ષ માટે કંપની વોરંટી આપવામાં આવે છે તો આ સર્વિસ માત્રને માત્ર હીરો જ આપે છે.

ગ્રાહકોએ સમયસર સર્વિસ કરાવવી જોઈએ: અમીત મકવાણા

8 3વિકાસ યામાહાના સર્વિસ સેન્ટરનાં વર્કશોપ મેનેજર અમિત ગીરીષભાઈ મકવાણાએ જણાવ્યું કે, વાહનમાં સર્વિસ અંગે જણાવ્યું કે કંપની ટોટલ છ સર્વિસ ફ્રી આપે છે. લોકોની માન્યતા એવી હોય છે કે, ઓઈલ કંપની બદલી આપતી નથી ઉપરાંત સ્પેરપાર્ટ પણ બદલાવી નાખે છે.

7 3

આ માન્યતા તદ્દન ખોટી છે. ઉપરાંત જણાવ્યું કે, કસ્ટમરની સામે જ ઓઈલ પણ બદલી આપવામાં આવે છે. તેમની સ્પેશ્યાલીટી એ છે કે તેઓ ત્રણ દિવસ અગાઉ બુકિંગ લેવામાં આવે છે. જનરલ સર્વિસમાં કલચ, બ્રેક ચેક કરી આપવામાં આવે છે અને છેલ્લે ગાડી પોલીસીંગ કરી આપવામાં આવે છે. ઉપરાંત જણાવ્યું કે, કસ્ટમર તેમની ગાડી સર્વિસમાં ધ્યાન આપતા ની તો આ ગાડી માટે નુકશાનકારક નિવડે છે.

રોયલ ઈનફીલ્ડ બાઈકના તમામ મોડલ અને એસેસરીઝ ઉપલબ્ધ: પ્રશાંતસિંહ ચૌહાણ

રાજકોટમાં કાલાવડ રોડ પર દેવ મોટર્સ રોયલ ઈનફીલ્ડનાં ઓનર પ્રશાંતસિંહ અજીતસિંહે ચૌહાણએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે અહી સેલ્સ અને સર્વીસ બંને સુવિધાઓ પુરી પાડવામા આવે છે.

2 16

ઉપરાંત એસેસરીઝ પણ સારી રેન્જમાં પૂરી પાડવામાં આવે છે. રોયલ ઈનફીલ્ડ અલગ અલગ ૧૦ પ્રકારનાં મોડલ્સ આવે છે. શરૂઆત સ્ટાંડર્ડથી થાય છે. આ ઉપરાંત રોયલ ઈનફીલ્ડ કંપની ઈન્ટરસેપ્યર અને કોનિડનેટર જીટી ૬૫૦ પેરેલેલ કિલન સિલેન્ડરમાં આ બે મોડેલ્સ લોંચ કરવા જઈ રહ્યું છે. રોયલ ઈનફીલ્ડમાં ૫ સ્ટેપ પ્રોસેસ છે. કસ્ટમર આવે, બુકિંગ કરાવે, ટેસ્ટ ડ્રાઈવ કરે, ફોલોઅપ થાય અને પછી ડીલીવરી થાય. આ ઉપરાંત ૭ સર્વિસ આપવામાં આવે છે. પહેલી ૪ સર્વિસ ફ્રિમાં હોય છે. અને બાકીની ૩ પેઈડ હોય છે. વિશેષમાં જણાવ્યું કે સર્વિસ અંગે ઘણા લોકોમાં એવી ગેરસમજ હોય છેકે પાર્ટસ કાઢી લેવામાં આવે છે. ઓઈલ દદલવામાં આવતું નથી, પહેલી જ સર્વિસમાં ઓઈલ બદલવાનું કહે છે, ખાસ કરીને પહેલી સર્વિસ ૫૦૦ કીમી પર હોય છે, બીજી ૩૦૦૦ કી.મી., ત્રીજી ૬૦૦૦ કી.મી. ચોથી ૯૦૦૦ આમ દર ૩૦૦૦ કી.મી. પર આવે છે. પહેલી સર્વિસ ૫૦૦ કીમી પર નવું એન્જિન સ્ટાર્ટ થયાના કારણે એમરી થતુ હોય છે, માટે ઓઈલ બદલવું જરૂરી હોય છે. જે ગ્રાહક અને વાહન બંને માટે ફાયદાકારક છે. વિશેષમાં જણાવ્યું કે અહી શો રૂમમાં બધાજ પ્રકારનાં રોયલ ઈનફીલ્ડનાં મોડલ્સ અને એસેસરીઝ ઉપલબ્ધ છે. દરેક મોડલ્સની ટેસ્ટ ડ્રાઈવ પણ આપે છે. આ ઉપરાંત શો રૂમની બાજુમાં આવેલ સર્વિસ સ્ટેશનમાં ગ્રાહકને વાહનની સર્વિસ માટે ફોલોઅપ આપે છે. જોબ કાર્ડ ઓપન કરીને કઈ વિશેષ પ્રોબ્લેમ હોય તો તે પણ સોલ્વ કરવામાં આવે છે. વિશેષમાં જણાવ્યું કે ગ્રાહક ર્લાજ છે. ત્યાં ગ્રાહક બેસીને વાહનની સર્વિસની પ્રોસેસ જોઈ પણ શકે છે.

B
રોયલ ઈનફીલ્ડના ગ્રાહક દિલીપભાઈ ગીડાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ રોયલ ઈનફીલ્ડ ૩૫૦ હોર્સ પાવરનું બુલેટ ધરાવે છે. જે સ્ટેશનમાંથી સર્વિસ માટે રેગ્યુલર ટાઈમે ફોન આવ્યા બાદ રેગ્યુલર સર્વિસ પૂરી પાડે છે. સ્પેર પાર્ટસ કે ફોલ્ટ હોય તો તે રીન્યુ કરીને આપે છે. જે અમે રૂબરૂ જોઈ પણ શકીએ છીએ. વિશેષમાં જણાવ્યું કે અહી સ્ટેશનમાં જ સર્વિસ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ જે બહારની સર્વિસ કરતા વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે.

A 1

રોયલ ઈનફીલ્ડનાં તેજસ નથવાણી જે ઓથોરાઈઝડ વર્કશોપનાં વર્કમેનેજરએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે અહી ગ્રાહકનું વાહન રિસિવ કરે છે, ત્યારબાદ ટેકનીશ્યન અને સર્વિસ એડવાઈઝર દ્વારા વાહન ચેક કર્યા બાદ અને ગ્રાહકની ફરિયાદ સાંભળે છે. ત્યારબાદ ગ્રાહકને ખર્ચ અંગેનો એસ્ટમેટ આપે છે. વિશેષમાં જણાવ્યું કે ગ્રાહક માટે પણ ખાસ એવી સગવડ ઉપલબ્ધ છે કે તેઓ પોતાના વાહનની સર્વિસ રૂબરૂ જોઈ શકે છે. અહી તમામ સ્પેરપાર્ટસનો સ્ટોક, પોલીસી પણ છે. ઉપરાંત જે વાહનમાંથી સ્પેર પાર્ટસ બદલવામાં આવે છે.તેમાંથી જુના સ્પેર પાર્ટસ ગ્રાહકને પરત કરવામાં આવે છે. અહી વર્કશોપની ખાસીયત એ છે કે તે ઓટોમેટીક છે જેમાં હાઈડ્રોલીક રેમ્સ, સ્પેશ્યલ ટુલ્સ ટ્રોલી, હાયર એકિસલેટર, છે. હોમ વોશિંગ ટેકનોલોજી છે જે રાજકોટમાં બીજે કયાય ઉપલબ્ધ નથી આ સર્વિસ સ્ટેશન સીસીટીવી કેમેરાની હેઠળ છે. જેનાથી વર્ક પર નજર રહે.

હોન્ડાની પ્રથમ ચાર સર્વિસ તદન ફ્રી: મિત્તલ ઠુમ્મર

D
રાજકોટ હોન્ડા મિતલ ઠુમ્મરે જણાવ્યું હતું કે તેઓ કસ્ટમરને સર્વિસ ઉત્તમ આપવામાં આવે છે. ઉ૫રાંત જયારે કોઇ કસ્ટમર ખરીદી માટે આવે તો તેમને સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવે છે. સર્વિસમાં હોન્ડામાં ચાર ફ્રી સર્વિસ આપવામાં આવે છે પહેલી સર્વિસ એક મહીના બાદ કરાવવામાં આવે છેC

બીજી ત્રણ સર્વિસ ચાર ચાર મહીનાનાં ગાળામાં કરવામાં આવે છે. પેમેન્ટ કંપની સર્વિસનું લેતી નથી. માત્ર ઓઇલ ચેન્જ કરવાનું પેમેન્ટ લે છે. કસ્ટમરની ગેરમાન્યતા તદ્દન ખોટી છે કે સ્પેરપાર્ટ કાઢી લેવામાં આવે છે તે તદ્દન ખોટી વાત છે.

રાજશ્રી બજાજના તમામ કારીગરો કુશળ: નિરજ કુબાવત

EF


રાજશ્રી બજાજ શો રૂમના વર્કશોપ મેનેજર નિરજ કુબાવતએ જણાવ્યું કે છેલ્લા ૧૯ વર્ષથી રાજશ્રી સારી કામગીરી આપી રહી છે. દરેક ફ્રિ સર્વીસમાં શું કરવું પેટ સર્વીસમાં શુ કરવાનું તેના બેઈઝ પર કામ થાય છે. દરેક કારીગરો બજાજ ટ્રેનીંગ સેન્ટરમાં ટ્રેઈન થયેલા છે. પુનાથી ટ્રેનીંગ ઓફીસર આવે છે. અને ટ્રેનીંગ આપે છે ઉપરાંત જણાવ્યુંં કે લોકો માનતા હોય છે કે સર્વીસ ટાઈમે નવા સ્પેરપાર્ટ કાઢી જુના તેમાં નાખવામા આવે છે. તે માન્યતા ખોટી છે. તેના માટે કંપની પર ભરોશો હોવો જોઈએ બજાજના વાહનો માટે ત્રણ ફ્રી સર્વીસ ઉપલબ્ધ છે. પહેલી ૫૦૦થી ૭૦૦ કી.મી. બીજી સર્વીસ ૪૫૦૦ થી ૫૦૦૦ કી.મી. અને ત્રીજી સર્વીસ ૯૫૦૦ થી ૧૦૦૦૦ કી.મી. આપવામાં આવે છે.

ઉપરાંત ચાર પેટ સર્વીસીસ બીજા એક વર્ષ માટે આપવામાં આવે છે. બજાજની ગાડીઓ વેલ મેન્ટઈન ગાડીઓ છે. દર ચાર મહિને વાહનની એક સર્વીસ આવે છે. સર્વીસનો ચાર્જ મોડેલ વાઈઝ અલગ અલગ જોવા મળે છે. અત્યારનાં સમયમાં બજાજ પાસે એલએનડી બાઈક છે. ઉપરાંત મીડલ કલાસ માટેની બાઈકસ પણ છે. તેમ દરેકનાં સર્વીસ ચાર્જીસ અલગ અલગ હોય છે. ચાર્જીસ ૧૩૦ થી સ્ટાર્ટ થાય છે. એલએનડી બાઈક ૫૦૦ રૂ. સુધીમાં સર્વીસ કરી આપવામાં આવે છે. કંપનીએ જે રીકવાયરમેન્ટ આપેલ હોય તેના માટે ચેક પોઈન્ટ આપેલા છે. તે ચેક પોઈન્ટને ધ્યાનમાં લઈ કારીગર દ્વારા સર્વીસ આપવામાં આવે છે. કંઈ સર્વીસમાં બાઈકની શું જરૂરીયાત છે.તે જોવામાં આવે છે. કે જેથક્ષ બાઈકમાં કોઈપણ પ્રકારની સર્વીસ રહી ન જાય.

ગ્રાહકોની નજર સામે જ સર્વીસ કરવામાં આવે છે: દીપ રાવલ

1 25

 રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલ પંજાબ હોન્ડામાં અબતક સાથેની વાતચીત દરમિયાન સર્વીસ સ્ટેશનનાં મેનેજર દીપ રાવલ જણાવ્યું કે અહી આફટર સેલ્સ સર્વીસ આપવામા આવે છે. ગ્રાહકની નજર સામે જ ઓઈલ, સ્પેરપાર્ટસ બદલાવવા જેવી પ્રોસેસ પણ કરવામાં આવે છે.2 17

જેથી ગ્રાહકનાં મનમાંકોઈ માન્યતા રહેલી નથી. અહી સ્પેર પાર્ટસ અંગેની માહિતી પર આપવામા આવે છે. ગ્રાહકને વાહનની સર્વીસ માટેનો કોલ કરીને બોલાવવામાં આવે છે. ૧૦ દિવસ મોડુ થાય તો પણ સર્વીસ પુરી પાડવામાં આવે છે.

1 24આ ઉપરાંત સર્વીસ માટે ૧ વર્ષનો એમ.સી. બેસનો કોન્ટ્રાકટ કરીને પાર્ટસ, લેબર પર ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. વિશેષમાં જણાવ્યું કે એકિસ્ડેન્ટ માટે બધી ઈન્સ્યુરન્સ કંપની સાથે ટાઈઅપ હોવાને કારણે કેસ પ્રોસીજરમાં પણ સરળતા રહે છે. અહી બધક્ષ જ જાતનાં સ્પેરપાર્ટસ પણ ઉપલબ્ધ છે.

ગ્રાહકને પીક-અપ-ડ્રોપ અને એકસપ્રેસ સર્વિસની સુવિધા: હેતલ જાની

3 16
રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલ જીવરાજાની ઓટોમોબાઈલનાં સર્વીસ એડવાઈઝર હેતલબેન જાનીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે અહી ગ્રાહકને પીક-અપ-ડ્રોપ અને એકસપ્રિસ સર્વિસ આપવામાં આવે છે. એકસપ્રેસ સર્વિસ જે ૧ કલાકમાં પરત કરવામાં આવે છે.5 10

ફ્રી સર્વિસ પૂરી થઈ ગયા બાદ એએમસી સુવિધા પણ પુરી પાડવામા આવે છે. એકસીડેન્ટલ કેસમાં પણ પ્રોસીજરમાં પણ મદદ કરે છે. આ ઉપરાંત સ્પેરપાર્ટસ બદલાવી ને જુના સ્પેરપાર્ટસ ગ્રાહકને પરત કરવામાં આવે છે.

ગ્રાહકોની નજર સામે ઓઈલ બદલાવવામાં આવે છે: સાગર મોનાની45 3



માધવ સુઝુકી શો-રૂમના ઓનર સાગર મોનાનીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સુઝુકી શો-રૂમના ગ્રાહકોની ખરીદીથી લઈને તમામ સર્વિસ આપવામાં આવે છે. ગ્રાહકોની તમામ જરૂરીયાતોને પણ ખાસ ધ્યાને લેવામાં આવે છે અને સર્વિસ પણ સંતોષકારક રીતે આપવામાં આવે છે.46 1

ઓઈલ બદલતી વખતે ગ્રાહકોની નજર સામે જ ઓઈલ બદલાવવામાં આવે છે જેથી લોકો અસમંજસમાં ન રહે અને તેઓને પુરો સહકાર આપવામાં આવે છે.

ક્રિષ્ના ટીવીએસ શો-રૂમમાં ૩૦૦ રૂપિયામાં ઉત્તમ સર્વિસ: સંજય મોળપરા

સર્વીસ મેનેજર સંજય મોળપરા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે જણાવ્યું છે કે સ્કુટરની સર્વિસને લઇને તેઓએ જણાવ્યું છે કે સ્કુટરમાં ચાર સર્વિસ ફી આવે છફેે. જેમાં પેલી સવિસ ૭૦૦ કી.મી. સ્કુટર વાપર્યા બાદ આપવામાં આવે છે ત્યારબાદ ૨૫૦૦ થી ૩૦૦ કી.મી. અથવા ૩ મહીનો સર્વિસ રેસીયો હોય છે. ઓઇલ બદલવાની વાત કરીએ તો પહેલી વખત ૫૦૦ કી.મી. ચલાવ્યા બાદ ઓઇલ બદલાવવામાં આવે છે બીજી વખત ર૦૦૦ થી ૨૫૦૦ કી.મી. એ ઓઇલ બદલાવવુ જોઇએ સર્વિસ કસ્ટમરની સામે જ અપાય છે. 47

ઉપરાંત કસ્ટમર બેસે તેમની સામે જ ઓઇલ ચેન્જ કરી દેવામાં આવે છે. ૮૦ ટકા કસ્ટમરની સામે જ કરી આપવામાં આવે છે. કસ્ટમર વિચારે છે કે કંપનીમાં જ પ્રોપર સર્વિસ થાય છે.પરંતુ ક્રીષ્ના ટીવીએસ શો રુમમાં સર્વિસ ચાર્જ ૩૦૦ માં ઉત્તમ સર્વિસ કરી આપે છે.48

પરમાર ચિરાગ કે જે પોતાના વાહનની સર્વિસ  માટે આવેલા હતા બાદ તેમણે જણાવ્યું છે સવારે વાહન સર્વિસ માટે આપવામાં આવે તો બપોર સુધીમાં સર્વિસ થઇ જાય છે અને સર્વિસ યોગ્ય રીતે કરી આપવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.