Abtak Media Google News

વિશ્વભરની માંગને પહોંચી વળવા આરોગ્ય મંત્રાલયે બે દવા કંપનીઓને ૧૦ કરોડ હાઇડ્રોકસી કવોરોકિવાઇન બનાવવાનો ઓર્ડર આપ્યો

વિશ્વભરમાં અત્યારે કોરોના મહામારીના કહેર વચ્ચે હજુ આ વાયરસની નિશ્ર્ચિત દવા હાથ લાગી નથી. ત્યારે તેના ઇલાજમાં કંઇક અંશે કારગત નિવડી રહેલી મેલેરીયા વિરોધી દવા હાઇડ્રોકસી કલોરોકિવાઇન માટે વિશ્વમાં ભારત સૌથી મોટું ઉત્પાદક રાષ્ટ્ર છે. કોવિદ-૧૯ ની સામેની  લડતમાં ગેમચેન્જર બનતી એન્ટી મેલેરીયા ડ્રગ હાઇડ્રોકસી કલોરોકવાઇન માટે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ ભારતને આ દવાની નિકાસમાં છુટ આપવા માટે હિમાયત કરી છે. ભારત આ દવાનું ઉત્પાદન મહત્તમ કરવાનું નકકી કર્યુ છે. ભારતમાં હાઇટ્રોકકસી કલોરોકવાઇન જેવી અર્ન્કક દવાઓના નિકાસ પર પ્રતિબંધ મુકયો હતો. જેમાંથી મેલેરીયા વિરોધી દવાને પ્રતિબંધમાંથી મુકિત આપવાનું નકકી કરવામાં આવ્યું છે.

આઇ.પી.એ.ના મહાસચિવ સુદર્શન જૈનના મતે ભારત વિશ્વના કુલ નિકાસની ૭૦ ટકા હાઇડ્રોકસી કલોરોકિવાઇનનું ઉત્પાદન કરનાર અને સૌથી મોટો નિકાસકાર દેશ છે દેશમાં દર મહિને ૪૦ ટન હાઇડ્રોકસી કલોરોકવાઇનની ર૦૦ મીલીગ્રામની એક એવી ર૦ કરોડ ગોળીઓનું ઉત્પાદન થાય છે. આ દવા અનેક પ્રકારના રોગોને શરીરની પ્રતિકારક શકિત સાથે પ્રર્સવિતિત થવાની ક્ષમતા ધરાવતા આથી રાઇટસ, લુયુસ જેવા દર્દમાં કામ આવે છે.

ભારતમાં હાઇડ્રોસી કલોરોકિવાઇનના ઉત્પાદન આઇ.પી.સી.એ. ને લેબોરેટરી વેલ્સ ફાર્માસીટીકલ જેવી કંપનીઓમાં થાય છે. જૈને વધુમાં જણાવ્યું છે કે આ સમય સલામતીની સાવચેતીનો છે જો માંગ વધે તો કંપની તેનું ઉત્પાદન વધારવા બંધાયેલી છે.

અત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લેબોરેટરી અને જાયડસ કેડિલાને ૧૦ કરોડ ગોળીઓનો ઓર્ડર આપી દીધો છે. આ દવા મેલેરીયાનો ઉપદ્રવ ન ધરાવતા વિકિસત દેશો જેવા કે અમેરિકામાં થતો નથી. આ દવા જુના જમાનાથી મેલેરીયા માટે અસરકારક છે પરંતુ આડઅસરોના કારણે કેટલા દેશોમાં તેના પર પ્રતિબંધ છે હવે કોરોનામાં દવા અસરકારક સાબિત થતા તેની માંગ વધી છે. ભારતની

કંપનીઓ ચીનના સહયોગથી દવાઓ બનાવે છે. એકટયુવફાર્માસીટીકલ ઇન્ગ્રેડીએનટ એ.પી.આઇ. નો કામો માલ ૭૦ ટકા જેટલો ભારત ઉપાડે છે. ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતીના પગલે ભારત ધરેલું જરુરીયાતો બાદ તેની નિકાસ કરવા તૈયારી કરી છે.

ગયા મહિને અમેરિકાના ખોરાક અને ઔષધ તંત્રએ ૩ વર્ષના પ્રતિબંધ હટાવીને હાઇડ્રોકસી કલોરો કિવાઇનના  ના ઉત્પાદનનો માટે દરવાજા ખોલ્યા હતા. હવે જીયડસ કેડિલાને પણ હાઇડ્રોકલી કલોરોકિવાઇનના ઓર્ડર મળ્યો છે. ભારત હાઇડ્રોકસી કલોરોકિવાઇનના નિકાસ કાર દેશોમાં સૌથી આગળ છે. એપ્રિલથી જાન્યુ. ૨૦૧૯-૨૦ ના સમયગાળા દરમિયાન ભારતે ૧.૨૨ બિલિયન ડોલરની નિકાસ કરી હતી હવે આ આંકડો ૫.૫૦ બિલિયન ડોલર સુધી પહોચવા જઇ રહ્યો છે. આ દવા કોરોના માટે અસરકાર માનવામાં આવે છે. આ દવાનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદન છે. કોરોનાના એક દર્દી માટે ૧૪ ગોળીનો કોષ આવશ્યક છે ત્યારે ૭૧ લાખ સઁક્રમિત દર્દીઓ માટે સરકારે ૧૦ કરોડ ગોળીઓનો ઓર્ડર આપ્યો.

ભારતે શ્રીલંકાને કોરોના સામે અસરકારક ૧૦ લાખ ટન દવાઓ મોકલી

વિશ્વભરમાં ફેલાયા કોરોનાના કહેરમાં ભારત અત્યારે આખા જગત માટે ભાગ્યાનો ભેરૂ તરીકે સાથ આપી રહ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સહાયની વિનંતીના પગલે ભારતે મેલેરિયા વિરોધ દવાના નિકાસના પ્રતિબંધ હટાવવાના નિર્ણય લીધો છે. ત્યારે મંગળવારે ભારતે કોરોના વાયરસના જંગમાં મદદરૂપ થવા શ્રીલંકાને ૧૦ ટન આવશ્યક જીવનરક્ષક દવાઓના જથ્થાની ભેટ આપી હતી. શ્રીલંકામાં ૧૮૦ લોકોને કોરોના ચેપ અને છ લોકોના મૃત્યુ થયા છે. આરોગ્ય નિષ્ણાંતોએ એવો ભવ્યવ્યકત કર્યો છે કે આ મહિનાના અંત સુધીમાં આ મહામારી વધુ વકરસે શ્રીલંકા સરકારની વિનંતીના પગલે ભારતે મંગળવારે એરઇન્ડિયાના ટેડ પ્લેનમાં આ સહાય રવાના કરી હતી. આ ઉપરાંત ભારતે શ્રીલંકાને હજુ વધુ સહાયની જરૂરિયાત હોય તો મિત્રભાવે પાડોશીના નાતે પૂરી પાડવાની વ્યરતાં બતાવી હતી. ૧૫મી માર્ચ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સાર્ક દેશોના નેતાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધીને પસારના સહકારની ભાવના વ્યકત કરી હતી. તેને પાળી બતાવી છે. ભારત કોરોનો ભંડોલમાં ૧૦ મિલિયન ડોલરનુ અનુદાન જાહેર કર્યું હતું. આરોગ્યમંત્રીલયે જણાવ્યુ હતુ કે ભારત કોરોના સામે ઓનલાઇન તાલીમ માટે ગાંધીનગરમાં સાર્કદશે માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરશે. શ્રીલંકા આ તમામ પરિયાજનાનું સૌથી વધુ હકદાર હોવાનુ જાહેર કર્યુ છે. શ્રીલંકાના તબીબોએ જયારે માર્ચના રોજ પ્રથમ કેસ આવ્યો ત્યારે જૂન મહિનામાં આ મહામારી વકરશે. તેવી દહેશત વ્યકત કરી હતી. એક અઠવાડિયામાં દર્દીઓની સંખ્યા ૫૦માંથી ૧૦૦ થઇ જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.