Abtak Media Google News

ચહલ-કુલદીપના હુમલાને ખાળવા આફ્રિકા મરણિયું

ચહલ અને કુલદીપે સાથે મળીને કુલ ૨૧ વિકેટ ઝડપી છે. તેમણે ત્રણેય વનડેમાં તરખાટ મચાવ્યો છે એટલે હવે આફ્રિકાના બેટધરોને તેઓ ‘સપના’માં આવે છે. મતલબ કે તેમનાથી ડરી રહ્યા છે. એટલે જ તો ઈજાગ્રસ્ત ડીવીલીયર્સને પરત બોલાવાયો છે. ટૂંકમાં ચહલ કુલદીપના હુમલાને ખાળવા આફ્રિકા મરણીયું બન્યું છે.

Advertisement

ભારતીય ટીમ

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અજિંકય રહાણે, એમએસ ધોની, કેદાર જાદવ, હાર્દિક પંડયા, ભુવનેશ્ર્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ.

સાઉથ આફ્રિકાની ટીમ

હાશિમ આમલા, એડેન માર્કરમ, જેપી ડુમિની, એબી ડીવીલીયર્સ, ફરહાન બેહરદન, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, એડિલે ફેહલુકવાયો, કાગિસો રબાડા, મોર્ને મોર્કલ, ઈમરાન તાહિર.

ભારતીય ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે ટેસ્ટ સીરીઝમાં વ્હાઈટ વોશ થતા થતા બચી ગયો જો કે વન ડે સીરીઝમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને ભાર પડી રહી છે. ભારતીય ટીમ આજે ઈતિહાસ બદલવા માટે ઉત્સુક છે.

સાઉથ આફ્રિકાની જમીન પર વનડે સીરીઝ પર કબજો જમાવવા માટે ભારતીય ટીમે માત્ર ૧ મેચ જીતવાની જ‚ર છે. ૬ મેચની વનડે સીરીઝમાં ભારતીય ટીમ ૩-૦થી આગળ છે. અગાઉ ૨૦૧૦-૧૧માં મહેન્દ્રસિહ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ૨-૧થીલીડ મેળવી હતી. પણ ૨-૩થી સીરીઝ ગુમાવવી પડી હતી.

દ્વિપક્ષીય વનડે સીરીઝમાં ૧૯૯૨-૯૩ પછી ભારતીય ટીમે પહેલી વખત આફ્રિકાની જમીન પર ત્રણ મેચ પર વિજય મેળવ્યો છે. હવે ચોથી મેચ જીતને આઈસીસી વનડે રેન્કિંગમાં પહેલા નંબરે આવવા માટે ભારતીય ટીમ એડીચોટીનું જોર લગાવી દેશે.

ત્રીજી વનડે પહેલા ભારતીય ઓપનર શિખર ધવને કહ્યું હતુ કે ટીમ દરેક મેચ જીતવા માગે છે. વધુમાં ધવને કહ્યું કે અન્ય મેચમાં પણ આક્રમકતા યથાવત રહેશે.

ચાઈનામેન કુલદીપ યાદવ અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે સાથે મળીને ત્રણ વનડે મેચમાં ૨૧ વિકેટ ખેડવી છે. દક્ષિણ આફ્રિકાએ ન્યુઝીલેન્ડસના પાંચ વિવિધ સ્પિનરો સાથે અભ્યાસ કર્યો હતો. તેમ છતા ચહલ અને યાદવનો સામનો નથી કરી શકતા.

સાઉથ આફ્રિકન ટીમ આજે પિન્ક જર્સી પહેરીને રમવા માટે મેદાનમાં ઉતરશે. મોટાભાગના દર્શકો પણ ગુલાબી રંગના કપડા પહેરીને સ્ટેડિયમમાં આવશે. બ્રેસ્ટ કેન્સર વિ‚ધ્ધ લોકોને જાગૃત કરવાના અભિયાનને સપોર્ટ કરવા માટે ટીમ સાઉથ આફ્રિકા પિંક ડ્રેસ જર્સી પહેરીને રમવા ઉતરે છે.

સાઉથ આફ્રિકાના બેટસમેન એબી ડિવિલિયર્સે વાપસી કરી છે. ઈજાના કારણે ડિવિલિયર્સ આગળની ત્રણ મેચ નહોતો રમી શકયો. જો એબીડી આજે રમે તો ત્રીજા નંબર પર ઉતરશે અને જેપી ડયુમિનિ ચોથા નંબર પર રમશે.

૨૦૧૧માં પહેલી વખત પિંકડેનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આજે છઠ્ઠી વખત પિંક જર્સી પહેરીને સાઉથ આફ્રિકન ટીમ મેદાનમાં ઉતરશે. દક્ષિણ આફ્રિકા પિંજ જર્સીમાં રમાયેલી એક પણ મેચ હાર્યું નથી ડિવિલિયર્સે ૨૦૧૫માં વેસ્ટ ઈન્ડિઝ વિરૂધ્ધ ૪૪ બોલમાં ૧૪૯ રન ફટકાર્યા હતા. આની પહેલા ૨૦૧૩માં ભારત વિરૂધ્ધ ૪૭ બોલમાં ૭૭ રન ફટકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.