Abtak Media Google News

બીસીસીઆઈએ વન-ડે માટે રોહિત શર્માને યથાવત રાખી  ટીમની જવાબદારી સોંપી !!!

વર્ષ 20023 ના વનડે વિશ્વકપને ધ્યાને લઈ ભારતીય ટીમમાં અનેક બદલાવો કરવામાં આવી રહ્યા છે અને બીસીસીઆઈ આ વાતને અત્યંત ગંભીરતાથી પણ લઈ રહ્યું છે ત્યારે શ્રીલંકા સિરીઝ શરૂ થાય તે પૂર્વે જ વન-ડે અને ટી ટ્વેન્ટી માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે ટી20 સિરીઝ રમશે અને બીસીસીઆઈ એ રોહિત શર્માને વન-ડે ના સુકાની તરીકે ની જવાબદારી પણ યથાવત રીતે સોંપી છે.

બીસીસીઆઈ દ્વારા શ્રીલંકા પ્રવાસને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકા સામેની 3 મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર થઈ છે. વનડે શ્રેણીમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તમામ સિનિયર ખેલાડીઓ આ ટીમનો ભાગ છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ વનડે વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે. પરંતુ અહીં સૌથી મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાએ ઋષભ પંતને ફરી એકવાર તક આપી નથી. તેને વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને હવે ફરી એકવાર કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડી પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ આવતા મહિને શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી20 શ્રેણી અને ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. હાર્દિક પંડ્યા ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે. જ્યારે સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટનશિપ મળી છે. જોકે, વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માત્ર રોહિત શર્મા જ કરશે.શિવમ માવી, મુકેશ કુમાર અને રાહુલ ત્રિપાઠી જેવા યુવા ખેલાડીઓને ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તક મળી છે. તે જ સમયે, કેએલ રાહુલ અને ઋષભ પંત ટી20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાનો ભાગ નથી. આ સિવાય રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ પણ ટી-20 સિરીઝમાં નથી.

શ્રીલંકા માટે ભારતીય વનડે અને ટી20 માટે ટીમ જાહેર

ટી 20 :

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

વનડે :

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.