Abtak Media Google News

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ ભારતીય ટીમ ટી20 સિરીઝ જીતવા મેદાને ઉતરશે

ટેસ્ટ અને વનડે બાદ હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝનો પ્રથમ મેચ આજે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. ભારત કેરેબિયન ઘરતી પર ટેસ્ટ, વનડે અને ટી20 મેચ રમવા આવી છે. આ પહેલા ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી અને 3 મેચની વનડે સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ ટી20માં યજમાન વિન્ડીઝ સાથે ટકરાશે.

Advertisement

રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. જ્યારે 15 સભ્યોની ટીમમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને ફાસ્ટ બોલર મુકેશ કુમાર એવા ખેલાડી છે, જેઓ પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. જો યશસ્વી જયસ્વાલને તક મળશે તો તે ટી20માં ડેબ્યૂ કરશે. જ્યારે તિલક વર્માને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.

ટેસ્ટ અને વનડેની સાથે સાથે ટી20 ફોર્મેટમાં પણ ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ સામે દબદબો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 8 દ્વિપક્ષીય ટી20 સિરીઝ રમાઈ હતી તેમાંથી ભારતીય ટીમે 6 સિરીઝ જીતી છે, જ્યારે 2માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (સુકાની), ઈશાન કિશન ( વિકેટકીપર ), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન,  અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, તિલક વર્મા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.