Abtak Media Google News

તેનું વજન 5,165 કિલોગ્રામ,

તેની અંદર બે પાઇલટ્સને બેસવાની જગ્યા હોય છે

અમેરિકાથી ભારતને પ્રથમ અપાચે ગાર્ડિયન અટેક હેલિકોપ્ટર મળ્યું છે. અમેરિકાના એરિઝોનામાં સ્થિત પ્રોડક્શન ફેસિલિટી સેન્ટરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ હેલિકોપ્ટર મેળવ્યું. ભારતે અમેરિકાની સાથએ 22 અપાચે ગાર્ડિયન અટકે હેલિકોપ્ટરનો કરાર કર્યો છે. ભારતીય વાયુસેનાએ આ પ્રસંગે ટ્વીટ કરીને કહ્યું, આ વર્ષે જુલાઇ સુધી હેલિકોપ્ટરની પ્રથમ બેચ ભારત મોકલવાનો પ્રોગ્રામ છે.

એર-ક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂએ અલબામા સ્થિત અમેરિકન સેનાના ટ્રેનિંગ ફેસિલિટીમાં પ્રશિક્ષણ લીધું હતું. અપાચે ગાર્ડિયન મલ્ટી રોલ ફાઇટર હેલિકોપ્ટર છે. જે 284 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેમાં બે હાઇ પર્ફોર્મન્સ એન્જિન લગાવેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.