Abtak Media Google News

ઝવેરચંદ મેઘાણી પ્રખ્યાત કવિ,સાહિત્યકાર તેમજ સ્વતંત્રીય સેનાની તરીકે અનેક લોકોના સંપર્કમાં આવ્યા અને ગામે- ગામે જય તેનાં કામ  લેખન કાર્યો થકી  ,લોકોના હ્રદયને સ્પર્શી ગયા હતા. ત્યારે તેમની સાથે જોડાયેલા  અનેક કવિ ,સ્વાતંત્રીય સેનાઓ પોતાના શબ્દો થકી ઝવેરચંદ મેઘાણીને તેમની  ભાવાંજલિ વ્યક્ત કરી હતી.

Advertisement

આવો જાણીએ કઈ રીતે :-

 

મહાત્મા ગાંધી દ્વારા ઝવેરચંદ મેઘાણીની  અપાયી ભાવાંજલિ :

Mahatma Gandhi

કાઠિયાવાડ ને ઓળખવા માં બહુ કુનેહ જોઈએ. ત્યાં ઈતિહાસ પડ્યો છે. નૂર પડ્યું છે.

ગુણ, ભક્તિ અને નેકદિલી છે. કળા, સૌંદર્ય વગેરે આ પ્રજામાં ઘણું ભર્યું છે,

જાની શોધખોળ પાછળ મેઘાણી ગાંડો હતા.

મારે મન મેઘાણી કૃષ્ણની બંસરી સમાન હતા.

 સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઝવેરચંદ મેઘાણીને  અપાયી ભાવાંજલિ:

Sardar Vallabhbhai Patel

ભારતની સ્વતંત્રતા યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિકો હતા.

એની વાણી માં વીરતા ભરેલી હતી.

ગુજરાતી સાહિત્યમાં એમણે નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. એ સાહિત્ય એમને અમર કરી રહેશે.

એના અચાનક ચાલી જવાથી ગુજરાતને ભારે ખોટ પડી છે. તે સહેજે પુરાય તેમ નથી.

માત્ર સંતોષની વાત એટલી જ છે કે જે સ્વતંત્રતાને માટે એ જિંદગીભર લડ્યા હતા

તે અચૂક આવી રહેલી જાણીને ગયા.

 

કાકાસાહેબ કાલેલકર દ્વારા ઝવેરચંદ મેઘાણીને  અપાયી ભાવાંજલિ:

Kaka Saheb Kalekar

કવિઓ, લેખકો,વાર્તાકારો તો ઘણાય પાકશે,

પણ શ્રી મેઘાણી જેવો સહૃદય અને સંસ્કારી કવિ-લેખક-વાર્તાકાર વિરલ જ રહેશે.

એમની વિદાય ગુજરાતી સમાજ ને ન પુરાય તેવી ખોટ છે.

કિશોરલાલ મશરૂવાળા દ્વારા ઝવેરચંદ મેઘાણીને  અપાયી ભાવાંજલિ:

Untitled 1 30

આવી દારુણ બીના સે માની શકાય ? મગજ બહેર મારી જાય છે.

દુનિયાભરમાં એકે એક ગુજરાતી કુટુંબ આ સાંભળીને આંચકો અનુભવે અને રડશે.

ગુજરાત ખરેખર રાંકડી : રતન એને રહ્યું નહિ.

 

સ્વામી આનંદ દ્વારા ઝવેરચંદ મેઘાણીને  અપાયી ભાવાંજલિ:

Swami Anand

મેઘાણી તો ગુજરાતનું અમૂલનું રત્ન અને મૂડી હતા. લોકો મને સાંભળીને ગાંડા બનતાં.

તે વધુ જીવ્યા હોત તો ગુજરાતની ઢંકાઈ ગયેલી સંસ્કાર-સમૃધ્ધિ ને હજી વધુ બહાર લાવત.

એમના જવાથી એક અદભુત પુરુષ ગયો છે. એક સાચો જાદુગર ગયો છે.

એમ ની ખોટ તો આખાય ગુજરાતને ચાલવાની છે.

 

ધૂમકેતુ દ્વારા ઝવેરચંદ મેઘાણીને  અપાયી ભાવાંજલિ:

Dhumketuwriterpic

મેઘાણી ની વાણી અને કંઠમાં એવી મોહિની હતી કે

એ મેળવવા માટે તો હવે વરસોનાં વરસ રાહ જોવી પડશે.

 

ઉમાશંકર જોશી દ્વારા ઝવેરચંદ મેઘાણીને  અપાયી ભાવાંજલિ:

Umashankar Joshi

કૃષ્ણની બંસરી સેવા આપનાર એ સાહિત્ય વીર કસુંબલ રંગનો ગાયક લાડીલી મૂર્તિ

ગુજરાત ને હૈયે ચિર કાળા માટે લાડ ભર્યું સ્થાન ભોગવશે.

 

 

મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા ઝવેરચંદ મેઘાણીને અપાયી ભાવાંજલિ:

Manubhai Pancholi

મહાત્મા ગાંધી બહુ તોળી તોળી ને શબ્દો વાપરતા,

અને એમનો એ દાવો હતો કે, એક શબ્દ પણ મારા મોંમાંથી અજાગ્રતપણે નીકળશે નહિ.”

ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર’ કહ્યા તેનો અર્થ શો ?

ગાંધીજી ના મનમાં રાષ્ટ્રીય શાયર નો અર્થ એ હશે કે, રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે :

ભણેલા અને અભણ – એ બેયને જે સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર’.

ભણેલા અને અભણ એ બેની વચ્ચે ઊભી છે તે દીવાલ તૂટે નહિ ત્યાં સુધી રાષ્ટ્ર એક થઈ શકે નહિ.

એ ભેદરેખાને ભૂંસવા મેઘાણી નો સબળ પુરુષાર્થ હતો.

મેઘાણીની ભાષામાં કહીએ તો : હે જી, ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી : મનડાની આખરી ઉમેદ.’

મેઘાણી ની આ ઉમેદ ગાંધીજી પારખી ગયેલા, માટે જ ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર’ કહ્યા હોય.

 

દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણીને અપાયી ભાવાંજલિ :

Dula Bhaya Kag

છંદા, ગીતાં ને સોરઠાં, સોરઠ સરવાણી:

એટલાં રોયા રાતે આંસુએ આજ મરતાં મેઘાણી:

મારે મન તો એ ભાઈ હતો, મિત્ર હતો, અને કોઈ દુ:ખ વેળાનો વિસામો હતો.

છેલ્લે તો એ મને ગુરુ સમાન લાગતો.

પોતે ધુળ ફાકી ને સાચું સોનુ આપણે આપતો ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.