Abtak Media Google News

સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડીયમ વરલી ખાતે આઠ દિવસીય ભવ્ય કાર્યક્રમ: દરરોજ સવારે સ્નાત્ર પુજા અને મોક્ષના ચાર દ્વારપાળ: શમ, વિચાર, સંતોષ અને સત્સંગ પર પ્રવચન: દરરોજ રાત્રે ભકિતમય સાંસ્કૃતિક કાર્યક્રમો: કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ આપી હાજરી

પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણ આવી પહોચ્યા છે! વિશ્ર્વવત્સલ ભગવાન મહાવીરના સંદેશને જીવનમાં વણી લઇ, સુખ અને શાંતિનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા સમર્થ આ પર્વની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવશે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા સાંપ્રતકાળમાં જૈન ધર્મને પ્રકાશિત કરનાર જિનશાસન રત્નાકર યુગપુરુષ શ્રીમદ્દ રાજચંદ્રજીના પરમ ભકત, શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક તેમજ વર્તમાનયુગના આર્ષદ્રષ્ટા, અઘ્યાત્મમૂર્તિ, પૂજય ગુરુદેવ રાકેશભાઇની દિવ્ય ઉપસ્થિતિમાં ! શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક તેમજ વર્તમાન યુગના આર્ષદ્રષ્ટા, અઘ્યાત્મમૂર્તિ પુજય ગુરુદેવ તેમના પરમાર્થપ્રેરક પ્રવચનો દ્વારા હજારો લોકોનું માર્ગદર્શન કરી તેમને અઘ્યાત્મક થકી સુખની સાચી દિશા બતાવી આત્મવિકાસના પંથે વાળી રહ્યા છે. પર્યુષણ એટલે સર્વ બાજુએથી સર્વ પ્રકારે સ્વ તરફ સરકવાનો અવસર! આ તક મળે છે, પૂજય ગુરુદેવની અનુપમ વાણીના શ્રવણમાં ! આ વર્ષે  આ સમગ્ર કાર્યક્રમ મોટા અને વિશાળ પાયા પર એન.એસ.સી.આઇ. ડોમ, સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડીયમ, વરલી, મુંબઇ ખાતે યોજવામાં આવ્યો છે. તા. ૨૬ ઓગષ્ટ્ર ૨૦૧૯ સોમવારથી તા. ર સપ્ટેમ્બર ૨૦૧૯  સોમવાર સુધી સવારે અને સાંજે આ આઠ દિવસીય ઉજવણીમાં ધાર્મિક વિધિઓને તથા જૈન ધર્મના મર્મને તેના ખરા અર્થમાં સમજી ખુબ જ ધમોલ્લાસ પૂર્વક ઉજવાઇ રહ્યો છે. મુંબઇ આવી ન શકનારા ભવિકજનો માટે ખુશખબર છે તેઓ અબતક ચેનલ પર સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. સર્વે ઘર આંગણે નિર્મળતાનો અનુભવ કરી શકશે!

Advertisement
Before-Pollution-Thousands-Of-People-Were-Shown-The-True-Direction-Of-Happiness-Gurudev-Rakeshbhai
before-pollution-thousands-of-people-were-shown-the-true-direction-of-happiness-gurudev-rakeshbhai
Before-Pollution-Thousands-Of-People-Were-Shown-The-True-Direction-Of-Happiness-Gurudev-Rakeshbhai
before-pollution-thousands-of-people-were-shown-the-true-direction-of-happiness-gurudev-rakeshbhai

દરરોજ સવારે ૭.૩૦ થી ૮.૩૦ શ્રી તીર્થકર ભગવાનના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય મંગળમય સ્નાત્ર પુજા રહેશે. સવારની પ્રવચન શ્રેણી દરરોજ સવારે ૮.૩૦ થી ૧૦ વાગે રહેશે. જે આદિકવિ વાલ્મીકિજી રચિત યોગવાશિષ્ઠ મહારામાયણ આધારિત મોક્ષના ચાર દ્વારપાળ શમ, વિચાર, સંતોષ અને સત્સંગ પર હશે અને રાત્રિની પ્રવચન શ્રેણી દરરોજ રાત્રે ૮.૩૦ થી ૧૦ વાગે શ્રીમદ્દ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૫૨૨ પર આધારીત જ્ઞાનીનો સમાગમ સર્જે કલ્યાણ પર રહેશે. આ મહાપર્વના આઠ દિવસોની ભવ્ય અને દિવ્ય ઉજવણીઓ જૈન ધર્મની ભવ્ય પરંતરાને ઉજાગર કરશે. અનેક વિશિષ્ઠ ભકિતમય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓથી ! પર્યુષણની પ્રથમ રાત્રિએ ૭.૩૦ થી ૮.૩૦ પર્વાધિરાજ પર્યુષણની ગૌરવ ગાથા એ સુંદર નાટયપ્રયોગનું પ્રસારણ કરવામાં આવશે. ૩૦મી ઓગષ્ટે મહાવીજ જયંતિને ઉજવતા જૈન ધર્મના ચાર મુખ્ય અહિંસા, અપરિગ્રહ, અપ્રમાદ અને અનેકાંતને ખુબ જ સુંદર રીતે સમજાવતી ભગવાન મહાવીરનો સંદેશ આજના યુગમાં નામની સુંદર નૃત્યનાટિકા સહિત સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાત્રે ૭.૩૦ થી ૧૦ વાગે કરવામાં આવશે. તા. ર સપ્ટેમ્બરે સંવત્સરીના ક્ષમાપનાના દિવસે સવારે ૧૦.૩૦ થી ૧૨ વાગે આત્મહિતકારી પ્રવચન અને બપોરે ૩ થીપ સમગ્ર વર્ષ દરમ્યાન થયેલ અપરાધોની ભાવભીની આલોચના સહિત ક્ષમાયાચનાનું પ્રસારણ કરવામાં આવશે.

Before-Pollution-Thousands-Of-People-Were-Shown-The-True-Direction-Of-Happiness-Gurudev-Rakeshbhai
before-pollution-thousands-of-people-were-shown-the-true-direction-of-happiness-gurudev-rakeshbhai

દરેક ભાવિકજન ધર્મને આજન પરિપ્રેક્ષ્યમાં યથાર્થ સમજી, આરાધી પોતાનું જીવન આનંદમય અને મંગળમય બનાવે તે જ આ સમગ્ર કાર્યક્રમ શ્રેણીનો ખરો ઉદ્દેશ્ય છે. ભગવાન મહાવીરનો બોધ આજના યુગમાં પણ એટલો જ આત્મકલ્યાણકારી છે. કાર્યક્રમનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું જરુરી છે. જે નિ:શુલ્ક છે. રજીસ્ટ્રેશન અર્થે www.srmd.org/paryushan તથા વધુ માહીતી માટે અલ્પા ગાંધી મો. નં. ૮૩૬૯૪ ૬૭૨૨૩, ઉત્પલ મહેતા મો. નં.૯૮૨૦૦ ૬૬૫૯૩ ઉપર સંપર્ક કરવો.

Before-Pollution-Thousands-Of-People-Were-Shown-The-True-Direction-Of-Happiness-Gurudev-Rakeshbhai
before-pollution-thousands-of-people-were-shown-the-true-direction-of-happiness-gurudev-rakeshbhai

સમગ્ર કાર્યક્રમ ‘અબતક’ ચેનલ પર લાઇવ પ્રસારણ નિહાળી શકાશે. દર્શકો ‘અબતક’ ચેનલ પર મુંબઇ, સુરત સહિત ગુજરાતમાં તેમજ ‘અબતક’ ડિજિટલ માધ્યમ યુ ટ્યુબ તેમજ ફેસબુક પર સંપૂર્ણ કાર્યક્રમો જેમાં પ્રવચન અને સાંસ્કૃતિક પ્રસ્તુતીઓ જોઇ શકશે. લાઇવ નિહાળવા માટે @abtakmedia લખી યુ ટ્યુબ તેમજ ફેસબુક પર લાઇવ નિહાળી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.