Abtak Media Google News

ડેન, જીટીપીએલ સહિત કેબલ કંપનીઓએ પ્રસારણ બંધ કરી કર્યો વિરોધ

ભારત સરકાર દ્વારા ચેનલ કંપનીઓ ને ભાવ વધારા ની  છુટ આપતા ચેનલ કંપનીઓ એ 35 ટકા જેવો વધારો ગ્રાહકો પર ઠોકતા કેબલ કંપનીઓ ગ્રાહકો ની વહારે દોડી જઇ ચેનલો નુ પ્રસારણ બંધ કરી વિરોધ દર્શાવતા ઘરે બેઠા ક્રિકેટ મેચ, લોકપ્રિય સિરિયલો અને ફિલ્મો ના પ્રસારણ બંધ થતા લોકો અકળાઇ ઉઠયા હતા.કેબલ ફી મા તોતિંગ વધારા સામે ની લડત મા ગ્રાહકો સહકાર આપે તેવી અપીલ કાબલ કંપનીઓ દ્વારા કરાઇ છે.

ભારત સરકાર દ્વારા ટીવી ચેનલો ને ભાવ વધારા ની છુટ આપતા કંપનીઓ દ્વારા કોઈ પણ જાત ની જાણ કર્યા વગર અચાનક 35 ટકા નો ભાવ વધારો કરતા દર મહીને રુ .330 ચુકવતા ગ્રાહકો ને સીધ્ધા રુ.500 નો ડામ આવતા  ચેનલો દ્વારા કરાયેલા ભાવ વધારા સામે દેશભર મા વિરોધ નો વંટોળ ઉઠવા પામ્યો છે.બીજી બાજુ ડેન,જીટીપીએલ સહિત કેબલ કંપનીઓ એ ભાવ વધારા સામે વિરોધ દર્શાવી મહત્વની ચેનલો ના પ્રસારણ બંધ કરી ગ્રાહકો ની પડખે ઉભી રહી છે.જેના કારણે જી,સોની,સ્ટાર ના પેકેજો ઠપ્પ થઈ જતા લોકપ્રિય સિરિયલો,ક્રિકેટ મેચ સહિત પ્રસારણો બંધ રહેવા પામ્યા છે.

જ્યા સુધી ભાવ વધારા અંગે યોગ્ય નિર્ણય નહી લેવાય ત્યા સુધી કેબલ કંપનીઓ પ્રસારણ ઠપ્પ રાખવા મક્કમ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.