Abtak Media Google News

ઉખીમઠમાં પરંપરાગત પૂજા અને પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના દ્વાર ખોલવા માટેનો શુભ સમય નક્કી કરાયો

કેદારનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા પછી તેમજ પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના કપાટ ખોલવા માટેનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ વર્ષે મેઘ લગ્નમાં કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. મંદિરના કપાટ 25 એપ્રિલે સવારે 6.20 કલાકે ખોલવામાં આવશે.

Advertisement

કેદારનાથના કપાટ ગત વર્ષે 27 ઓક્ટોબર ભાઈ બીજના દિવસે શિયાળા માટે મંત્રોચ્ચાર વચ્ચે બંધ કરવામાં આવ્યા હતા. સેનાની મરાઠા રેજિમેન્ટના બેન્ડે ભક્તિમય પરફોર્મન્સ આપ્યું હતું. કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા બાદ ડોળી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર માટે રવાના થઈ હતી. ભાઈ બીજના બે દિવસ બાદ 29 ઓક્ટોબર 2022ના રોજ ઓમકારેશ્વર મંદિરની શિયાળુ પૂજા બેઠક પર આ ડોલીને સ્થાપિત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, ભાઈ બીજના અવસર પર કેદારનાથ મંદિરના દરવાજા મંત્રોચ્ચાર વચ્ચે બંધ કરવામાં આવ્યા હતા. સેનાની મરાઠા રેજિમેન્ટના બેન્ડે ભક્તિમય પરફોર્મન્સ આપ્યું હતું. કેદારનાથ મંદિરના દરવાજા બંધ થયા બાદ ડોળી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર માટે રવાના થઈ હતી. 29 ઓક્ટોબરના રોજ ઓમકારેશ્વર મંદિરની શિયાળુ પૂજા બેઠક પર આ ડોલીને સ્થાપિત કરવામાં આવી હતી.

પૌરાણિક પરંપરા અનુસાર, મહાશિવરાત્રીના તહેવાર પર કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ શિયાળાની પૂજા સ્થળ ઓમકારેશ્વર મંદિર ખાતે નક્કી કરવામાં આવે છે. આ પ્રસંગે, રાવલ કેદારનાથની હાજરીમાં, આચાર્યો દ્વારા પૂજા સાથે વેદ જાપ કરવામાં આવે છે. જે બાદ આચાર્યો દ્વારા સ્થાનિક અધિકાર ધારકોની હાજરીમાં પંચાંગની ગણતરી કરીને શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે.

તમામ પૌરાણિક પરંપરાઓ સાથેનો દિવસ નક્કી કરતી વખતે, ઓમકારેશ્વર મંદિરમાં ભૈરવનાથની પૂજા માટેનો દિવસ, ડોળીના પ્રસ્થાન માટેની તારીખ અને સમય, કેદારનાથ ધામના દરવાજા ખોલવાનો દિવસ, મુહૂર્ત અને સમય, ભૈરવનાથ મંદિરના દરવાજા ખોલવા માટેનો સમય અને દિવસ પંચાગ ગણતરીમાં મુખ્ય રીતે જોવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.