Abtak Media Google News

સાઉથ આફ્રિકાને ડકવર્થ લુઈસ મુજબ હરાવી ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ફાઈનલમાં પ્રવેશ્યું : ફાઈનલ મેચ ૮મી માર્ચે મેલબોર્નમાં

ઓસ્ટ્રેલિયામાં હાલ ટી-૨૦ મહિલા વિશ્ર્વકપ રમાઈ રહ્યો છે જેમાં વરસાદનાં વિઘ્ન વચ્ચે ભારત-ઈંગ્લેન્ડનો મેચ રમાવ્યા વગર ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશ કરી ચુકી છે જેનું કારણ એ છે કે ભારતીય ટીમ એક પણ લીગ મેચમાં પરાસ્ત થઈ નથી જયારે બીજો સેમીફાઈનલ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયો હતો જેમાં ઓસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરના મેચમાં ૧૩૪ રન બનાવી ૫ વિકેટ ગુમાવી હતી પરંતુ ફરી વરસાદનું વિઘ્ન નડતા મેચ ડકવર્થ લુઈસ મુજબ ૧૩ ઓવરનો કરવામાં આવ્યો હતો જેમાં ૯૮ રનનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો હતો પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ માત્ર ૯૨ રન જ બનાવી શકી હતી અને ઓસ્ટ્રેલિયાનો ૬ રને વિજય થયો હતો અને ફાઈનલમાં પ્રવેશી હતી.

5 Bannafa For Site

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આઈસીસી ટી-૨૦ મહિલા વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. આ સાથે જ ભારતીય ટીમ ટૂર્નામેન્ટના ફાઈલનમાં પહોંચી ગઈ છે. હકીકતમાં તે ગ્રુપ-એમાં ટોપ પર હતી. જેનો ફાયદો તેને મળ્યો અને ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે.  ઉલ્લેખનીય છે કે સિડનીમાં સતત વરસાદ થતો રહ્યો છે. જેના કારણે મેચમાં ટોસ ન થઈ શક્યો. આસીસીના નિયમ અનુસાર મેચના ટોસનો કટ ઓફ ટાઈમ ૧૧.૦૬ ફળ રખાયો હતો, પરંતુ તે પહેલા જ મેચને રદ જાહેર કરી દેવામાં આવી. આ અનુસાર ભારતે ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. હકીકતમાં ટીમ ઈન્ડિયા ૮ પોઈન્ટ સાથે ગ્રુપ-એમાં ટોપ પર હતી. જ્યારે સાઉથ આફ્રિકા ૭ પોઈન્ટ સાથે ગ્રુપ બીમાં પહેલા સ્થાન પર છે. ભારતીય ટીમની સેમીફાઈનલ સુધીની સફર શાનદાર રહી અને તેણે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યા. આ કારણે ગ્રુપ સ્ટેજમાં પોતાની કોઈ મેચમાં હારનો સામનો નથી કર્યો. ૮મી માર્ચે જયારે મેલબોર્ન ખાતે ફાઈનલ મેચ રમાશે ત્યારે ભારત વુમન્સ વિશ્ર્વકપમાં સૌપ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ્યું છે ત્યારે એ વાતની પણ આશા સેવાઈ રહી છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિશ્ર્વકપ ફાઈનલ જીતી મહિલા દિવસની ઉજવણીને યાદગાર બનાવશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.