Abtak Media Google News

૨૦૩૨ના ઓલમ્પિક ગેમ્સના આયોજન માટે ભારતીય ઓલમ્પિક સંઘે આંરતરાષ્ટ્રીય ઓલમ્પિક સંઘ સમક્ષ પોતાનો દાવો રજૂ કર્યો પરંતુ કેન્દ્ર સરકાર નિ‚ત્સાહ

ઈતિહાસમાં સૌ પ્રથમ વખતે ઓલમ્પિકસ ગેમ્સના આયોજન માટે ભારતે પોતાનો મજબુત દાવો રજૂ ર્ક્યો છે. ૨૦૩૨ના ઓલમ્પિક ગેમ્સના આયોજન માટે યજમાન બનવા થનગની રહેલા ભારતીય ઓલમ્પિક સંઘે આ મુદે કેન્દ્ર સરકાર સાથે ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરવાનું પણ નકકી કર્યું છે. આ પહેલા ભારતની મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (આઈઓસી)ના પ્રમુખ થોમસ બાકને ભારતીય ઓલમ્પિકસ સંઘના અધ્યક્ષ નરેન્દ્રર બત્રાએ આ યજમાની માટેની વિગતો આપી હતી. બાકે ભારતની આ પહેલને આવકારી હતી.

Advertisement

ભારતીય ઓલમ્પિક સંઘ ૨૦૩૨માં ઓલમ્પિક ગેમ્સના આયોજન કરવાની બોલી લગાવવાની પ્રક્રિયા માટે પોતાની ઈચ્છાનો પત્ર આઈઓસીને આપી ચૂકયું છે. જે બાદ આઈઆએના મહામંત્રી રાજીવ મહેતાએ જૈકલીન બાર્રેટની અધ્યક્ષતાવાળી આઈઓસીની ત્રણ સભ્યોવાળીક સમિતિની મુલાકાત કરી હતી.

મહેતાએ આ અંગે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૨૦૩૨ ઓલમ્પિકની યજમાની માટે અમે ખૂબ જ ગંભીર છીએ એટલા માટે જ ઓલમ્પિકની યજમાની માટેનો સંબંધીત પત્ર આઈઓસીનો સોંપી દીધો છે. અને ઓલમ્પિક માટે દાવેદારી માટેની સમિતિના સંયુકત નિર્દેશક જૈકલીન બાર્ટેટ સાથે ટોકીયોમાં મુલાકાત કરી હતી.તેમને અમારા નિર્ણયને આવકારીને ભારતે ઘણા સમય પહેલા ઓલમ્પિકની યજમાની કરવી જોઈતી હતી તેમ જણાવ્યું હતુ

આઈઓએના વરિષ્ઠ અધિકારીઓના મત મુજબ ઓલમ્પિક ગેમ્સની યજમાની માટે પ્રથમ પ્રાથમિકતા દિલ્હી અને મુંબઈ જેવા શહેરો છે. પરંતુ દેશના અન્ય શહેરોને પણ યજમાનીનો લાભ આપવા અંગે વિચારી શકાય છે. આ ઈતિહાસમાં સૌ પ્રથમ વખત છે કે આઈઓએ નિયમાનુસાર ઓલમ્પિકની યજમાની બનાવવાની ઈચ્છા દર્શાવી છે.

આ અધિકારીના જણાવ્યા અનુસાર યજમાની માટે દાવેદારી એ પ્રથમ ચરણ છે. કોઈ દેશ ઓલમ્પિક ગેમ્સની યજમાની માટે પોતાની ઈચ્છા વ્યકત કરે પછીના ચરણોમાં તે આયોજન માટેના શહેરોના નામ તેમને આપવાના હોય છે. ઓલમ્પિક ૨૦૩૨ની હરાજી પ્રક્રિયાની શરૂઆત ૨૦૨૨માં થશે અને યજમાન શહેરનું નામ ૨૦૨૫માં જાહેર કરવામાં આવશે.

આ વર્ષે એશિયન ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂકેલા ઈન્ડોનેશિયાએ પણ આ ઓલમ્પિકના યજમાની કરવાની તૈયારી દર્શાવી છે. આ યજમાનીની દોડમાં ચીનનું સાંધાઈ શહેર અને ઓસ્ટ્રેલીયાનું બ્રિસ્બેન શહેર પણ સામેલ થઈ શકે છે. ઉત્તર અને દક્ષિણ કોરીયા પણ સંયુકત રીતે આ ઓલમ્પિકના આયોજનની ઈચ્છા વ્યકત કરી શકે તેમ છે. જયારે, જર્મની પણ પોતાના દેશના ૧૩ શહેરોમાં ઓલમ્પિક ગેમ્સનું આયોજન કરાવવા તત્પર છે. ૨૨ ડીસેમ્બરે યોજાનારી આઈઓસીની સામાન્ય સભામાં આ મુદે સરકાર પાસેથી સમર્થન માંગવાનો સભામાં પ્રસ્તાવ પસાર થયા બાદ અને હરાજી પ્રક્રિયાના સમર્થન માટે સરકારનો સંપર્ક કરીશું.

આ માટે અમો કેન્દ્ર સરકાર, યજમાની માટે નકકી થયેલા શહેરની રાજય સરકાર અને વિરોધ પક્ષના નેતાઓને આ આયોજન માટે અમારે સરકારની વિવિધ એજન્સીઓની ખાત્રી પણ જોઈશે. પરંતુ આ ત્યારે જરૂરી પડશે જયારે સરકાર આ હરાજી પ્રક્રિયાનું સમર્થન કરશે જોકે, આ મામલે કેન્દ્ર સરકારનું વલણ સા‚ રહ્યું નથી કેન્દ્રીય રમતગમત મંત્રી રાજયવર્ધન સીંગ રાઠોડે આ તરફ ઈશારો કરતા કહ્યું હતુ કે ‘ભારતે આવા આયોજન માટે ખર્ચ કરવાના બદલે ઓલમ્પિક ગેમ્સમાં મેડલ જીતવા માટે વધારે માળખાકીય સુવિધાઓ ઉભી કરવી જોઈએ.

આઈઓએના મહામંત્રી રાજીવ મહેતાએ આ અંગે જણાવ્યું હતુ અમે ૨૦૩૨ના ઓલમ્પિકના આયોજનની હરાજી પ્રક્રિયા માટે કેન્દ્ર સરકારના રમતગમત વિભાગને જાણ કરી દીધી છે. પરંતુ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા મળી નથી.

આઈઓએના સ્તર પર અમે હરાજી પ્રક્રિયા માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. બાકી સરકારની ઈચ્છા શકિત પર છે. તેમણે જણાવ્યું હતુ કે ચીન ૨૦૨૨માં યોજાનારા શિયાળુ ઓલમ્પિકની યજમાની કરી શકતુ હોય તો ભારત કેમ નહી? આપણો દેશ ખૂબજ વિશાળ છે. અને આપણે મોટી આર્થિક શકિત બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.