Abtak Media Google News

સેબીએ શેરોને ડીમેટ સ્વરૂપમાં ફેરવવાની સમય મર્યાદા લંબાવીને ૧લી એપ્રીલ ૨૦૧૯ સુધી કરી

રોકાણકારોના પ્રમાણપત્રોના સ્વરૂપમાં રહેલા શેરો અને અન્ય રોકાણને ડીમેટમાં રૂપાંતરીત કરવાની સમય મર્યાદામાં સેબીએ વધારો કર્યો છે. પહેલા એ ૫ ડીસેમ્બર સુધી એટલે કે આવતીકાલ સુધીની સમયમર્યાદા હતી.પરંતુ હજુ પણ મોટા પ્રમાણ રોકાણકારોને તેમના શેરો અને અન્ય રોકાણોને ડીમેટ સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા બાકી હોય સેબી દ્વારા નિયત સમય મર્યાદામાં વધારો કરીને ૧ લી એપ્રીલ ૨૦૧૯ સુધીની સમયસીમા આપવામાં આવી છે.

શેર માર્કેટનું સંચાલન કરનારી સિકયોરીટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી)એ લીસ્ટેડ કંહપનીઓમાં શેર હોલ્ડીંગનું પારદર્શક રેકોર્ડ જળવાય તે રોકાણકારોને તેમના શેરો અને રોકાણોના નૈતિક રૂપે પ્રમાણપત્રો સ્વરૂપે રહેલા શેરોને ડીજીટલ સ્વરૂપ ‘ડીમેટ’માં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે પાંચ ડીસેમ્બર સુધીની સમયસીમા નકકી કરવામાં આવી હતી. સેબીએ પહેલા ૫ ડીસેમ્બર પછી વેપાર કરવા આતુર રોકાણકારો માટે ડીપોઝીટરો સાથે શેર અને રોકાણોને ડીજીટલ ‘ડીમેટ’ સ્વરૂપમાં કરવાનો નિર્ણય કયો હતો.

સેબી દ્વારા ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવતા રોકાણકારોને નિયત તારીખ પહેલા કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી હતી. જેના કારણે રોકાણકારોનો જરૂરી કાગળની કાર્યવાહી માટે રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટો તરફ ઘસારો થયો હતો. મોટાભાગના સિનિયર સીટીઝનો પાસે ભૌતિક પ્રમાણપત્ર સ્વરૂપમાં શેરો હોય જેમને ડીમેટ સ્વરૂપમાં પોતાના શેરો અને રોકાણોને ફેરવવામાં ભારે મુશ્કેલી પડતી હોય સેબીએ આ સમય મર્યાદામાં વધારો કર્યો છે.

નોંધનીય છે કે તાજેતરમાં એનસીડી ઈસ્યુએ રોકાણકારો માટે તેમના ડીમેટ ખાતાઓ દ્વારા અરજી કરવી ફરજીયાત બનાવ્યું હતુ. અને ભૌતિક સ્વરૂપે પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કર્યો હતો. અગાઉ, ઈશ્યુઓમાં ભૌતિક પ્રમાણપત્ર અને ડીમેટ બન્ને સ્વરૂપમાં શેરો અપાતા હતા. પરંતુ હવે સેબીએ ૧લી એપ્રીલ ૨૦૧૯ બાદ તમામ શેરો ડીજીટલ સ્વરૂપે ‘ડીમેટ’માં આપવાનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.