Abtak Media Google News

વિરાટ કોહલીની અણનમ સદી 103 અને શુભમન ગિલની અડધી સદી 52ની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપ 2023માં સતત ચોથો વિજય મેળવ્યો છે. ભારત પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

બુમરાહ, સિરાજ અને જાડેજાએ 2-2 વિકેટ ઝડપી

ભારત હવે 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. વિરાટ કોહલીએ વન-ડે કારકિર્દીની 48મી સદી ફટકારી હતી. ભારત સામે બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન શાકિબ અલ હસન આજે અનફિટ હોવાથી મેચ રમી શક્યો ન હતો, જોકે તેની જગ્યાએ નઝમુલ હસન શાંતો ટીમની કેપ્ટનશીપ નિભાવી હતી. ભારતની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહતો. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 82 બોલમાં 7 ફોર સાથે 66 રન, જ્યારે તંજીદ તમીમે 43 બોલમાં 5 ફોર અને 3 સિક્સ સાથે 51 રન ફટકાર્યા છે. જ્યારે મહેંદી હસન મિર્જાએ 2 વિકેટ અને હસન મહમુદે 1 વિકેટ ખેરવી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજની મેચ સહિત અત્યાર સુધીમાં કુલ 41 વનડે મેચ રમાઈ છે જેમાં ભારતે 32 અને બાંગ્લાદેશે 8 મેચ જીતી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. ભારતે તેની છેલ્લી 6 વનડેમાં 4 મેચમાં જીત મેળવી છે જ્યારે બાંગ્લાદેશે 6માંથી એક મેચમાં જ જીત મેળવી શકી છે, 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.  રોહિત શર્માની ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી હાર્યું નથી. ભારતે તેની પ્રથમ ત્રણ મેચ જીતી છે જ્યારે બાંગ્લાદેશ ત્રણમાંથી માત્ર એક મેચ જીતી શકી છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે. ભારતે છેલ્લી ત્રણ મેચ જીતી છે. 16 વર્ષ પહેલા 2007ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હતું.

ભારતને જીતવા માટે 257 રનનો ટાર્ગેટ મળ્યો છે.  બોલરોની શાનદાર બોલિંગથી ભારતે અંતિમ ઓવરોમાં વાપસી કરી હતી. બુમરાહે 10 ઓવરમાં 41 રન આપીને બે વિકેટ લીધી હતી. સિરાજ અને જાડેજાને પણ બે-બે વિકેટ મળી હતી. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન અને લિટને અર્ધસદી ફટકારી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ 97 બોલમાં 6 ફોર અને 4 સિક્સ સાથે અણનમ 103 રન કર્યા છે, જ્યારે કે.એલ.રાહુલે 34 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે અણનમ 34 રન ફટકાર્યા છે. રોહિત શર્માએ 48 રન, શુભમન ગીલે 53 રન, જ્યારે શ્રેયસ ઐય્યરે 19 રન કર્યા છે. બોલિંગની વાત કરીએ તો જસપ્રિત બુમરાહ, મોહમ્મ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી છે, જ્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ખેરવી છે

કિંગ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિનનો રેકોર્ડ તોડ્યો

વિરાટ કોહલીએ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 511 મેચની 567 ઇનિંગ્સમાં 26,026 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 78 સદી અને 134 ફિફ્ટી ફટકારી છે. આ સાથે કોહલીએ તેના કરિયરમાં 7 બેવડી સદી પણ ફટકારી છે. કોહલી 26,000 રનના આંકડાને આજે પાર કરી લીધો છે. સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 601 ઇનિંગ્સમાં 26,000 રન પૂરા કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.