Abtak Media Google News

૧૧ જેટલા અબોલ પશુઓ ટ્રેન નીચે આવતા જીવ ગુમ્વ્યો

બુધવારે વહેલી સવારે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભેસાણ ગામે એક અતિ ક્રૂરતા ભર્યો બનાવ સામે આવ્યો હતો. ભેસાણ ગામના રેલ્વે પુલ પાસે અજાણ્યા શખ્સો એ ગૌ વંશ, વચરડા, ખુટિયા, ગાયને પાટા પર દોડાવ્યા હતા અને હદ તો ત્યારે થયી હતી જુઅરે ટ્રેન પાટા પરથી પસાર થયી રહી હતી તે સમયે લાકડીઓ ઠપકારી ગૌ વંશને પાટા પરથી ઉતારવાથી રોક્યા અને બીચારા ૧૧ જેટલા અબોલ પશુઓએ જીવ ગુમાવ્યો.

આ ક્રૂર ઘટનાની ગજેન્દ્રભાઈ શેખવા કે જે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના કારોબારી સભ્ય છે, ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે બાબરાથી ઇન્દ્રજીતભાઈ ચૌહાણ, રાજદીપ સિંહ રાઠોડ, મહેશભાઈ ગળીયા વગેરે  ભેસાણ પહોચ્યા હતા. આશરે એક કિલોમીટર સુધીના રેલ્વે ટ્રેક ઉપર કોઈ જગ્યાએ ગાયના માથા ગાયના પગ તથા કાન હોજરી અલગ અલગ અવશેષો રેલ્વે ટ્રેક ઉપર તથા રેલ પાટાની બન્ને સાઈડમાં પડેલ હતા જે દ્રશ્યો જોઇને ગમે તેવાનું કાળજું કંપી ઉઠે.

લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ બનાવની જાણ અમરેલી કંટ્રોલરૂમને કરી હતી ત્યારબાદ લીલીયા પી એસ આઈ ગોહિલ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ હાથધરી દોષી વિરુદ્ધ એફ આઈ આર દાખલ કરી હતી, તે ઉપરાંત રેલ્વે પોલીસ આર પી એફ ને આ કેશ સોપવામાં આવ્યો હતો. જેના માટે રેલ્વે પોલીસે ગુન્હેગારોને પકડી પડવાની ખાતરી આપી હતી.

આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ ક્રૂર કૃત્ય આચરનારાઓ સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી અપીલ કરાઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.