Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને વિશ્વની આર્થિક મહાસત્તા બનાવવાના રસ્તા પર મક્કમ ડગલે પ્રગતિ થઈ રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડ મેપ પર નિર્ધારિત રીતે કામ થઈ રહ્યું છે, ત્યારે પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરની આર્થિક વિરાસત ના જે માપદંડ અને સમય અવધી રાખવામાં આવ્યા છે તેના કરતાં પણ ભારતનો વિકાસ દર સંતોષજનક રીતે ઝડપથી આગળ વધી રહ્યો છે,

આત્મ નિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, અને સ્કીલ ઈન્ડિયા જેવા મહત્વકાંક્ષી રાષ્ટ્રીય કાર્યક્રમો અને કૃષિની સાથે સાથે લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગોના વિકાસની જે દિશા કંડારાયેલી છે તે પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરના આર્થિક કદ ના લક્ષ્યાંકને સમય કરતા વધુ જલ્દીથી સિદ્ધિ અપાવશે એક તરફ કોરોના જેવી મહામારી અને આર્થિક કટોકટીની સ્થિતિમાં થી વિશ્વ આખું પસાર થઈ રહ્યું હતું ત્યારે ભારતના આર્થિક નિતિકનો અને રાજકીય શાસકોએ અર્થતંત્રનું સંતુલન જાળવવા માટે જે આવડતનું પ્રદર્શન કર્યું છે તેમાં ભારતની વસુદેવ કુટુંબની નીતિ ખૂબ જ પ્રભાવશાળી રહી છે,  ભારત કાર્બન ઝીરો લક્ષ્ય હાસલ કરી લે તેવી આશા અને વિશ્વનો ત્રીજો ભાગ જ્યારે મંદિરના કોમળમાં ફસાશે તેવી સ્થિતિમાં પણ ભારતનું અર્થતંત્ર વૈશ્વિક અર્થતંત્ર માં 15% ની જવાબદારી ભરી હસેદારી આપશે તેવા ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના મેનેજિંગ ડિરેક્ટર  જીઓ જીવાય મહત્વપૂર્ણ વિશ્વાસ ભારતના અર્થતંત્ર અંગે વ્યક્ત કર્યો છે

કૃષિની સાથે સાથે ઔદ્યોગિક ઉત્પાદનમાં ભારત દ્વારા આત્મા નિર્ભરતા ને શાશ્વત કરવા માટે વિદેશી આયાત નું ભારણ ઘટાડવા માટે ઘરેલુ ઉત્પાદનમાં પ્રોત્સાહિત યોજના અને ભારતમાં જે વસ્તુઓનું આયાત કરવામાં આવે છે તેની જગ્યાએ સ્થાનિક ધોરણે ઉત્પન્ન થતી વસ્તુઓના વપરાશના કારણે ચીન જર્મન જાપાન જેવા ભારત ને માલ મોકલનાર દેશોની જરૂરિયાતો ઓછી કરીને સ્થાનિક ધોરણે ઉત્પન થતા માલ ને ઉપયોગમાં લઇ વિદેશી હુંડીયામણ બહાર જતું બચાવવા બચાવવાની સાથે સાથે કૃષિ નિકાસ ને વેગમાન બનાવવાથી  હૂંડિયામણ કમાવાની ભારતની નીતિથી અર્થતંત્રને પૂરક બળ મળી રહ્યું છે

આ સાથે સાથે તેલની આંતરરાષ્ટ્રીય બજારની જળ ઉપર વખતે ભારતે જે રીતે સ્થાનિક ધોરણે ભાવ માં સંતુલન જાળવીને અર્થતંત્રને મજબૂત બનાવ્યું તે હવે વિશ્વ માટે ભારતનું અર્થતંત્ર સધ્ધરતા નું પ્રતીક બની રહેશે, વિશ્વનો ત્રીજો ભાગ મંદિરમાં ફસાશે પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની 15% ની હિસ્સેદારી વૈશ્વિક અર્થતંત્રને પણ મદદરૂપ થાય તેવી સ્થિતિએ ભારતના આર્થિક વિકાસ પરત્વે વિશ્વનો આત્મવિશ્વાસ વધ્યો છે તે ખરેખર ભારતની વાસ્તવિક આર્થિક સધરતાની પ્રતીતિ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.