Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના ડગ હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યા છે ત્યારે ભારતનો સાથ સહકાર અને વિશ્વાસ વૈશ્વિકમહાસત્તાઓ માટે પણ અનિવાર્ય બની ચુકી છે એ વાતની સાબિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્તમાન અમેરિકાના પ્રવાસથી મળી રહી છે, ન ભૂતો ન ભવિષ્ય અમેરિકન સેનેટે જે માન ભારતના વડાપ્રધાન ના રૂપમાં નરેન્દ્રભાઈ મોદીને આપ્યું છે તે અકલ્પ્ય અને અવર્ણનીય છે .અત્યાર સુધી વિશ્વ સમાજ અમેરિકા સાથે સંબંધ રાખવાની ગરજ કરતાં આવ્યા છે ..અમેરિકા પણ હંમેશા દરેક યુગમાં સમજી વિચારીને તેના વૈશ્વિક મહત્વની કિંમત વસૂલતું આવ્યું છે..

વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્ર સાથે અમેરિકાએ હંમેશા એકપક્ષીય લાભની એક સરખી નીતિ અત્યાર કરી છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ અમેરિકાની આ રૂઢિગત વિચારસરણીને પણ એક નવી જ દિશા આપી દીધી છે , અમેરિકાને ભારતની મૈત્રી અને તેનું મહત્વ બરાબર સમજાવી દેવામાં વડાપ્રધાનની દૂરંદેશી ભરી નીતિ સંપૂર્ણપણે સફળ બની છે ભારતની મૈત્રી અમેરિકા માટે અનિવાર્ય બની છે .

અમેરિકાની વિદેશ નીતિમાં ક્યારેય કોઈ રાષ્ટ્રના સંબંધની ગરજ બતાવતી નથી પરંતુ ભારત સાથેની મૈત્રી માટે અમેરિકા અને રાષ્ટ્રપતિ અને આખી સેનેટ જાણે કે “હરખઘેલી” બની હોય તેમ વડાપ્રધાન મોદીને પ્રોટોકોલ એક બાજુ મૂકીને ત્રણ ત્રણ વાર “સ્ટેન્ડિંગ એવેશન’ 21 તોપોની સલામી અપાય, મિશન મૂનમાં ભારતને સાથે રાખવાની ઉત્સુકતા અને આગ્રહ તો બતાવાયો સાથે સાથે વાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદીના સન્માનમાં યોજેલા સન્માન ભોજનમાં ભારતના ઉદ્યોગપતિઓ ભારતીય મૂળના નાગરિકોને ખાસ સ્થાન આપીને અમેરિકાએ વડાપ્રધાન મોદી અને ભારતના ઓવારણા લઈ લીધા નો માહોલ ખાસ  ચીવટ રાખીને રાખીને ઉભો ને પરોક્ષ રીતે જગતની કહેવાતી મહાસત્તાએ ભારતને બૌદ્ધિક રીતે સક્ષમ રાષ્ટ્ર તરીકે સ્વીકારી લીધું છે, અને શેષ વિશ્વને પણ એક સંદેશો આપી દીધો છે કે 21મી સદીના યુગમાં કોઈપણ રાષ્ટ્રને ભારતના મૈત્રી ભર્યા સંબંધો વિના વિકાસ તરફ ડગ માંડવા અશક્ય છે.. ’ભારત અમેરિકા”ની આ મૈત્રી વિશ્વ ફલક પર ઔદ્યોગિક વિકાસ, સાંસ્કૃતિક અને અવકાશી સંશોધન ક્ષેત્ર ,વૈશ્વિક શાંતિ માટે આંતકવાદના ખાતમાં, ને લઈને નવા ઇતિહાસનું નિમિત બનશે તેમાં કોઈ સંસય નહીં રહે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.