Abtak Media Google News

ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ ડો.આંબેડકરજીની જન્મજયંતિ ઉજવાયો

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારોહનું આયોજન રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધીપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું કાર્યક્રમના પ્રારંભે મહામાનવ ડો બાબાસાહેબની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલ દ્વારા અધ્યક્ષીય ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું . જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના શિક્ષણ જગતમાં યુનિવર્સિટીએ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ દ્વારા યુનિવર્સિટી કેટેગરી 1 માં સ્થાન મેળવનાર ભારતની એકમાત્ર સ્ટેટ ઓપન યુનિવર્સિટી અને ગુજરાત રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી બનીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

Advertisement

આ બાબતે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરેક વ્યક્તિએ પોતાની નૈતિક્તાથી કર્તવ્યનિષ્ઠાપૂર્વક કાર્ય કરવું એજ સાચો ધર્મ શિક્ષણના માધ્યમથી આપણે પામવાનું છે એવું મૂલ્યબોધ ઉપસાવતું ઉદબોધન તેમણે કર્યુ . યુનિવર્સિટીએ વિવિધ ક્ષેત્રોમાં નવી પહેલ કરીને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે છેવાડાના વંચિત , ગરીબ અને મહિલાઓ માટે ખાસ શિક્ષણની સગવડો ઉભી કરી છેએ વાતનો અભિવાદન  પૂર્વક ઉલ્લેખ કર્યો. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે શિક્ષણનું ધ્યેય સમાજનાંસર્વ સમાવેશક વિકાસ તરફ લઇ જવાનું છે . આ ધ્યેય સિદ્ધ કરવામાં જુની ભારતીય શિક્ષા પ્રણાલી જ ઉપયોગી નીવડે એમ છે તેથી આપણે ગુરુકુળ શિક્ષા પદ્ધતિ પર વધુ ભાર આપવો જોઈએ.

યુનિવર્સિટીના  કુલપતિ પ્રો . (ડો.) અમીબેન ઉપાધ્યાયે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવાની સાથે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને પ્રકલ્પોનો અહેવાલ અસરકારક રીતે રજૂ કર્યો હતો . આપણી યુનિવર્સિટી હવે માત્ર ગુજરાત રાજ્ય પુરતી સીમિત નથી રહી પણ સમગ્ર વૈશ્વિક ફલક પર વિસ્તરી રહી છે ત્યારે આપણી જવાબદારીઓ અનેક ગણી વધી જાય છે . તેમણે યુનિવર્સિટીની તમામ સફળતાઓનું શ્રેય બીએઓયુની ટીમને તથા  કુલાધીપતિ તથા શિક્ષણમંત્રીઓના સતત માર્ગદર્શન તથા રાજ્ય સરકારને આપ્યું હતું .

રાજ્ય સરકારની પ્રેરણા અને પ્રોત્સાહનથી આપણી યુનિવર્સિટી સમાજના દરેક તબકકાના લોકો માટે કામ કરતી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી બની સમારંભના મુખ્ય મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુરુઆત દીપ પ્રજ્જવલનથી કરવામાં આવી હતી . આઠમા પદવીદાન સમારંભમાં કુલ 18143 વિદ્યાર્થીઓએ પદવી લીધી હતી જેમાં 37 વિદ્યાર્થીને સુવર્ણ ચંદ્રક 39 વિદ્યાર્થીને રજત ચંદ્રક . 10 વિદ્યાર્થીને વિદ્યાવાચસ્પતિની પદવી .

3865 વિદ્યાર્થીને અનુસ્નાતકની પદવી , 14267 વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી, 1 વિદ્યાર્થીને અનુપારંગતની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યની યુનિવર્સિટીના કુલપતિઓ કેળવણીકારો , સમગ્ર રાજ્યના અભ્યાસ કેન્દ્રના પ્રતિનિધિઓ , કર્મચારીગણ અને બહોળી સંખ્યામાં પદવીધારકો ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કુલસચિવ ભાવિન ત્રિવેદીએ આભાર પ્રગટ કર્યો હતો . રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી. દિવ્યાંગ વિદ્યાર્થીઓની પ્રદર્શની પદવીદાન સમારોહનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

શિક્ષણનું ધ્યેય સમાજના સર્વ સમાવેશક વિકાસ તરફ લઈ જાય છે: શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં કેન્દ્ર સરકારે સર્વાંગી ઘડતર થાય એવી કેળવણી ઉપર સૌથી વધુ ભાર મુકાયો હોવાનું જણાવી એ મુજબ આગામી સત્રથી શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો.

સમારંભના સારસ્વત અતિથિ અને આર્ષ વિદ્યામંદિરના સંસ્થાપક અને ભારતીય આચાર્ય મહાસભાના પ્રમુખ સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ શિક્ષણ અને અધ્યાત્મના અનુબંધનાં સંદર્ભ સાથે વર્તમાન શિક્ષણ વ્યક્તિને સ્વતંત્રતા મેળવવામાં મદદરૂપ છે કે બાધારૂપ તે વિષે અભ્યાસપૂર્ણ વાત કરી. ડો . બાબાસાહેબ આંબેડકર એવું માનતા કે એકતા , નૈતિકતા , અને સમતા પ્રસ્થાપિત કરવી એટલે સત્યની ઓળખ કરવી આવા સત્યની ઓળખ માત્ર નૈતિક શિક્ષણ જ કરાવી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.