Abtak Media Google News

મેઇડ ઇન ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા અને હવે પે ઇન ઇન્ડિયા વાળી રણનીતિ તૈયાર થઇ રહી છૈ ભારત સરકાર દ્વારા..! સરળ ભાષામાં કહીઐ તો સ્વદેશી અપનાવો, અને જે વસ્તુ સ્વદેશી શક્ય ન હોય તેવી વિદેશી વસ્તુઓનાં ઉત્પાદન ભારતમાં કરો અને હવે કોઇપણ આયાત હોય કે નિકાસ તેનાં પેમેન્ટનાં ચુકવણા શક્ય હોય ત્યાં સુધી ભારતીય રૂપિયામાં કરવાની રણનીતિ અમલમાં મુકાઇ રહી છે. ખાસ યાદ રહે કે ચીનની કરન્સી યુઆનમાં તો ભારત સરકારને વ્યવહાર કરવા જ નથી. સરકારની આ નીતિથી વૈશ્વિક મંચ ઉપર ભારતીય રૂપિયાનું ચલણ વધશૈ, ભારતને ડોલર, યુરો કે યુઆન જેવી કરન્સીમાં સોદા કરવા નહીં પડે અને બે દો વચ્ચેનાં સંબંધો વધુ મજબુત અને પારદર્શી બનશૈ.

સમાચાર આવ્યા છે કે ભારતીય રિઝર્વ બેંકે ( RBI) હાલમાં જ યુ. કે ઉપરાંત અન્ય 17 દેશો એટલે કે કુલ 18 દેશોને ભારતીય બેંકોમાં વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી છે. આ ખાતા શરૂ થયા બાદ આ દેશો સાથેનાં સોદાનાં ચુકવણા રૂપિયામાં કે જે તે દેશની કરન્સીમાં થઇ શકશે. મતલબ કે ડોલરની આવશ્યકતા નહીં રહે.  આ અન્ય 17 દેશોમાં બોત્સ્વાના, ફીજી, જર્મની, ગુયાના, ઇઝરાયલ, કેન્યા, મલેશિયા, મોરિેશિયસ, મ્યાનમાર, ન્યુઝિલેન્ડ, ઓમાન, રશિયા, સેયચેલસ, સિંગાપોર, શ્રીલંકા, ટાન્ઝાનિયા તથા  યુગાન્ડાનો સમાવેશ થાય છે.

સાદા શબ્દોમાં સમજાવીઐ તો વોસ્ટ્રો એકાઉન્ટ એક એવું બેંક ખાતું છે જેમાં એક બેંક બીજી બેંક વતી ખાતું ધરાવે છે અને એ વિદેશી બેંક વતી ફંડ જમા લેવાથી માંડીને નાણાકિય વહિવટ કરવા ઉપરાંત ફોરેન કરન્સીનાં એક્સચેન્જનું કામ પણ કરે છે.  સામાન્ય રીતે આવા ખાતા ખોલાવવાથી જે તે કંપનીનાં ખાતાનાં વહિવટ માટે જે વિદેશી બેંક વતી વ્યવહાર કરી શકાય છે. વોસ્ટ્રો એ લેટિન શબ્દ છૈ જેનો અર્થ ‘ તમારૂ‘ અર્થાત અહીં તમારૂ ખાતું એવો થાય છે. આવા ખાતાથી નાણાનું ઇલેક્ટ્રિોનિક્સ ટ્રાન્સફર, વિદેશી હુંડિયામણમાં નાણાની લેવડદેવડ અને ચુકવણા સહિતનાં કામકાજ થઇ શકે છે. જે વિદેશ વ્યાપારને ઝડપી, સુવિધા જનક અને સરળ બનાવે છૈ.

હાલમાં RBI એ 18 દેશોની 60 જેટલી અરજીઓને મંજૂર કરીને સ્થાનિક બેંકોને વિદેશી બેંકનાં વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની પરવાનગી આપી છે. આમ તો ફેબ્રુઆરી-22 માં રશિયાઐ યુક્રેન ઉપર હુમલા શરૂ કર્યા ત્યારબાદ બદલાયેલા વૈશ્વિક વ્યવસાયિક પરિબળોનાં કારણે ભારતને સ્થાનિક કરન્સીમાં સોદા કરવાની તાકિદની જરૂર ઉભી થઇ હતી. હવે આ ખાતા શરૂ થયા બાદ ભારતનાં આયાત-નિકાસનાં કારોબારમાં ઉપર જણાવેલા દેશોની કંપનીઓ તેમના બિલ રૂપિયાના ચલણમાં બનાવશે અને બે દેશોની કરન્સીનાં ભાવ પ્રમાણે જે તે કંપનીની કરન્સીમાં પેમેન્ટ થશે.આંકડા બોલે છે કે ફેબ્રુઆરી-23 માં  રોસ બેંક, ટિનકોફ બેંક, સેન્ટ્રો ક્રેડિટ બેંક, તથા ક્રેડિટ બેંક ઓફ મોસ્કો સહિતની 20 રશિયન બેંકોઐ ભારતની બેંકોમાં સ્પેશ્યલ રૂપિ વોસ્ટ્રો એકાઉન્ટ (SRVA) ખોલાવ્યા છે.  જે હવે બે દેશોની કરન્સીમાં જ સીધા વહિવટ કરશે.

હાલમાં ભારત રશિયા પાસેથી ક્રુડતેલ ઉપરાંત કોલસાથી માંડીને ધાણા જેવી કેટલીયે કોમોડિટીની મોટાપાયે આયાત કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ઘણી વાર નિકાસકારોએ ચીનની કરન્સી યુઆનમાં નાણા ચુકવવાની વાત કરી હતી પરંતુ ભારત સરકાર યુઆનનાં બદલે આરબ દેશોનાં ચલણ દિરહામમાં પેમેન્ટ માટે રાજી છે યુઆનમાં નહીં. ભારત સરકારની આ રણનીતિ માટે ચીની ડ્રેગનની ભારત સાથેની શકુની નિતી જવાબદાર છે.

એકતરફ હિમાયલની હિમશિલાઓ વચ્ચે ભારત અને ચીનના સૈનિકો બોંબમારા કરતા હોય ત્યારે ભારત સરકાર ચાઇનીઝ ચલણને ઉત્તેજન આપે તે શક્ય નથી. ગત વર્ષે અલ્ટ્રાટેક સિમેન્ટનાં ઉત્પાદકોએ રશિયન કોલસાની ખરીદી સામે યુઆનનમાં ચુકવણું કર્યુ હતુ તેનાથી  ભારત સરકારનાં અધિકારીઓમાં ભારે ગણગણાટ જોવા મળ્યો હતો.  તેથી જ હવે જરૂર પડે તો રશિયન રુબલમાં વયવહાર કરવાની સલાહ અપાય છે પણ  યુઆન વાપરવાની મનાઇ ફરમાવાય છે.

આગામી દિવસોમાં કદાચ યુરોપનાં યુરોની જેમ ભારત, નેપાળ,  શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તથા મ્યાનમાર જેવા એશિયાઇ દેશો માટે એક કોમન કરન્સી અમલમાં આવે તો પણ નવાઇ નહીં. આ કરન્સી લાંબાગાળે વૈશ્વિક બજારમાં ડોલર, યુરો, પાઉન્ડ તથા યુઆન જેવી કરન્સીઓ ઉપરનું એશિયાનું અવલંબન ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.