Abtak Media Google News

પ્રથમ વખત મહિલાઓ દવારા કાર રેલીનું આયોજન હાથ ધરાયુ : 200 થી વધુ મહિલાઓ જોડાઈ

સેલસ હોસ્પિટલ દવારા ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું

હાલની 21મી સદીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ જાગૃત નથી અને પરિણામે તેઓએ ઘણી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે છે. લુઝ નહીં જ્યારે મહિલાઓની વાત આવે તો મહિલાઓ તેમના સ્વાસ્થ્યને લઈ સહેજ પણ જાગૃત રહેતી નથી અને પોતાને થતી તકલીફોને ગંભીરતાથી નથી લેવાતી. જે ખરા અર્થમાં મહિલાઓ માટે અત્યંત જોખમરૂપ સાબિત થતું હોય છે. ત્યારે આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજકોટની સેલસ હોસ્પિટલ દ્વારા એક વિશેષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 200 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને રાજકોટના તમામ રાજમાર્ગો ઉપર આ રેલી યોજાઇ હતી. સેલસ હોસ્પિટલ દ્વારા આયોજિત આકાર રેલીમાં રાજકીય નેતાઓની સાથે સમાજ શ્રેષ્ઠિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

સૌરાષ્ટ્રમાં આ પ્રથમ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મહિલાઓ દ્વારા જ ગાડી ચલાવવામાં આવી હતી અને વિવિધ વિષયોમાં જાગૃતિ કેળવવામાં આવી હતી.  દરેક મહિલાઓ ને પ્રોત્સાહિત પણ કરવામાં આવી હતી ને એટલું જ નહીં ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ મહાનુભાવો ના જણાવ્યા મુજબ મહિલાઓ પરિવાર માટે એક ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારે જો તેઓ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ ન હોય તો પરિવારે ઘણી વિગત તકલીફનો સામનો કરવો પડે છે માટે મહિલાઓ તેમના સ્વાસ્થ્ય માટે જાગૃત બને તે હેતુસર આ વિશેષ કાર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલાઓ સહેજ પણ પોતાના સ્વાસ્થ્યને ગંભીરતાથી નથી લેતી : ડો. માધવી બારાઈ

મહિલાઓ માટે આયોજિત થયેલી કાર રેલી અંતર્ગત ડો. માધવી બારાઈએ જણાવ્યું હતું કે મહિલાઓ સહેજ પણ પોતાના સ્વાસ્થ્ય અને ગંભીરતાથી નથી લેતી પછી તે આજની યુવા છોકરીઓ જ કેમ ન હોય. આ વાત ને ઠેર ઠેર પહોંચાડવા અને મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત કરવા આ કાર રેલીનું આયોજન કરવામાં આવેલું છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તેઓ માત્ર એક જ રેલી નહીં પરંતુ આ પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન આગામી દિવસોમાં કરશે અને મહિલાઓને વધુને વધુ પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે.

તમારે તેઓએ જણાવ્યું હતું કે પરિવારમાં સુખ અને શાંતિ મેળવવા માં મહિલાઓનો અહમ ભાગ અને ફાળો હોય છે ત્યારે જો તેઓ સ્વસ્થ રહે તો પરિવાર માટે તેનું યોગદાન હર હંમેશ અનેરૂ રહેતું હોય છે. રોજ નહીં તેઓએ પરિવારના સભ્યોને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે મહિલાઓ ના સ્વાસ્થ્ય માટે તેઓ પણ જાગૃત બને. ન જીવી તકલીફને પણ અવગણે નહીં અને ડોક્ટરનો સંપર્ક સાથે જેથી વિકટ પરિસ્થિતિ પૂર્વે જ તેનું નિદાન સરળતાથી થઈ શકે.

પરિવારની સુખાકારી માટે માહિલાઓનું સ્વાસ્થ ‘સ્વસ્થ’ રહેવું જરૂરી : ડો. ધવલ ગોધાણી

સેલસ હોસ્પિટલના ડો. ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે આ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રથમ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં મહિલાઓ માટે મહિલાઓ જાગૃતતા ફેલાવી. તેઓએ મહિલાઓની મહત્વતા સમજાવી જણાવ્યું હતું કે પરિવારની સુખાકારી માટે મહિલાઓનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે એ અત્યંત જરૂરી છે જેના માટે હોસ્પિટલ દ્વારા આ પ્રયોગ અને કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું હતું કે સ્ત્રી એક અભિને અંગ છે પરંતુ તે પોતાના પરિવારની દેખરેખ દરમિયાન પોતાનું કહેજ પણ ધ્યાન રાખતી નથી જે ખરા અર્થમાં ખોટું છે ત્યારે મહિલાઓ આ વિકટ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેના માટે તેઓએ પોતાને સ્વસ્થ રાખવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.