Abtak Media Google News

ભારતીય રિઝર્વ એસેટમાં ડોલર, પાઉન્ડ, યુરો અને યેનનો સમાવેશ

ભારતનું ફોરેકસ રીઝર્વ અધધ રપ લાખ કરોડ રૂપિયાને આંબી ગયું છે. રપ લાખ કરોડ અર્થાત વિદેશી હુંડીયામણમાં આંકડો આશરે ૪૧,૧૦૦ અબજ (૪૧૧ બિલિયન) ડોલર થાય !!!

રીઝર્વ બેંક ઓફ ઇંડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતનું ફોરેકસ રીઝર્વ રપ લાખ કરોડ રૂપિયા વિક્રમજનક સપાટીએ છે. કેમ કે સપ્ટેમ્બર-૨૦૧૭ પછી પ્રથમ વાર જ ફોરેકસ રીઝર્વનો આંક ૪૦,૦૦૦ અબજ ડોલરને પાર થઇ ગયો છે. અત્યારે અમેરીકી ડોલર સામે રૂપિયો મજબુત છે.

રૂપિયો ૬૫ની સપાટીથી નીચે રૂ ૬૩.૬૧ છે. ભારતીટ ફોરેકસ રીઝર્વ એસેટમાં અમેરિકી ડોલર ઉપરાંત પાઉન્ડ સ્ટલિંગ, યુરો અને જાપાની ચલણ યેનનો પણ સમાવેશ છે. ટુંકમાં આ સમાચાર ભારતીય અર્થતંત્ર માટે ફીલ ગૂડ ફેકટર સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.