Abtak Media Google News

વિસાવદરના રૂપાવટીના દરબારગઢમાં સમાજના આગેવાનોની મધ્યસ્થી એકબીજાને ગળે મળ્યા

રાજપૂત, ક્ષત્રિય, ગરાસીયા અને કાઠી સમાજની દુશ્મની એટલે જીવન ભરની દુશ્મની અને વેર ન વાળે ત્યાં સુધી ચેનથી ન રહે તેવી એક છાપ રહી છે ત્યારે અમરેલીના સરભંડા અને સાવરકુંડલા નજીકના વિછીંયા ગામના કાઠી જુથ વચ્ચે ચાલતા મનદુ:ખનું સમાજના આગેવાનની મધ્યસ્થીથી અંત આવ્યો છે.

બંને કાઠી સમાજ વચ્ચે ચાલતા મનદુ:ખ અને અદાવતના કારણે લોહીયાળ ધિંગાણું ખેલાશે તેવી દહેશત હોવાથી કાઠી સમાજના આગેવાનો દેવકુભાઇએ અંગત રસ લઇ સરભંડાના રાજુભાઇ શેખવા અને વિછીંયાના મુન્નાભાઇ રબારીકાને વિસાવદરના રૂપાવટી ગામે બોલાવી એક હજાર સમાજના સભ્યોની ઉપસ્થિતીમાં સમાધાન કરાવ્યું હતું. કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઇ વરૂ, સુરજદેવળના મંદિરના ટ્રસ્ટી ભરતભાઇ ધાધલ, દડવાના ભૂપતભાઇ વાળા, રાજપરા (ગઢ)ના સ્ટેટ મુન્નાદાદા, ચલાલાના દિલુભાઈ વાળા, ખરેડી મંગળુભાઈ ખાચર, જયવીરભાઈ ખાચર, કાતરના અમરૂભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં બંનેએ જુના મનદુ:ખ ભુલી એકબીજાને ગળે મળી ભેટી પડયા હતા. સમાજના આગેવાનોની જહેમત રંગ લાવી હતી. જયારે સુરાભાઈ અને જયરાજભાઈએ મહેમાનોને આવકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.